food poisoning/ સુરેન્દ્રનગરમાં 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

સુરેન્દ્રનગરમાં 30 વિદ્યાર્થીનીઓને અચાનક એકસાથે ફૂડ પોઇઝનિંગ થતાં ખળભળાટ મચી ગયો છે. દરબાર બોર્ડિગં સ્કૂલની 30 વિદ્યાર્થીનીઓને જમ્યા પછી ફૂડ પોઇઝનિંગ થતાં સ્થાનિકોને આંચકો લાગ્યો છે.

Top Stories Gujarat
Surendranagar Civilhospital સુરેન્દ્રનગરમાં 30 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં 30 વિદ્યાર્થીનીઓને Food Poisoning અચાનક એકસાથે ફૂડ પોઇઝનિંગ થતાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગરની દરબાર બોર્ડિગં સ્કૂલની 30 વિદ્યાર્થીનીઓને જમ્યા પછી ફૂડ પોઇઝનિંગ થતાં સ્થાનિકોને આંચકો લાગ્યો છે. હાલમાં આ વિદ્યાર્થીનીઓની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. રાહતની વાત એ છે કે કોઈની પણ સ્થિતિ ગંભીર નથી.

આ વિદ્યાર્થીનીઓને જમ્યા પછી અચાનક જ Food Poisoning ઝાડા-ઉલ્ટી થયા હતા. ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામને હોસ્પિટલ ખસેડાઈ હતી. વિદ્યાર્થિનીઓએ ગત રાતે દૂધ અને બટેકાના શાકનું ભોજન લીધું હતું.  વિદ્યાર્થિનીઓના પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. ઘટનાને પગલે સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા છે.

આ ઘટનાના પગલે બોર્ડિંગ સ્કૂલના અનાજની ગુણવત્તા Food Poisoning અથવા તો રાંધવામાં અયોગ્ય કાળજીના લીધે આ પ્રકારની ઘટના બની હોવાનું કહેવાય છે. આ ઘટનાના કારણોની તપાસ ચાલી રહી છે. બોર્ડિંગ સ્કૂલના ટ્રસ્ટીઓએ તરત જ ઘટનાની સુધ લીધી છે અને હવે વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા અનાજની ગુણવત્તાની પણ તે ચકાસણી કરશે અને ગુણવત્તાના ધારાધોરણો વધારે કડક બનાવશે તેમ કહેવામાં આવ્યું છે. આ ઘટના પાછળની જવાબદારી સુનિશ્ચિત કરવાના ચક્રો પણ ગતિમાન થયા છે.

 

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast/આજે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી

આ પણ વાંચોઃ અમદાવાદ/મણિનગરમાં આરોપીએ લૂંટના ઇરાદે ફાયરિંગ કરતા અફરાતફરીનો માહોલ,આરોપી પોલીસના સંકજામાં

આ પણ વાંચોઃ સાવધાન/અમદાવાદમાં લાલચ આપી વ્યક્તિ સાથે કરાઈ કરોડો રૂપિયાની છેતરપિંડી, તમે પણ બની શકો છો…

આ પણ વાંચોઃ ઓળખ જ ભુસાઈ/વર્ષોથી સુરતના અઠવાગેટની એક ઓળખ બની ગયેલું પ્લેન હટાવાયું, જાણો કારણ

આ પણ વાંચોઃ દુર્ઘટના/સુરતની ધારુકા કોલેજમાં આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી, બે લોકોના મોત