Not Set/ #MeToo ઈફેક્ટ: ચાર મહિના પછી NSUI અધ્યક્ષ ફિરોજ ખાનનું રાજીનામું

અમદાવાદ; #MeToo ચળવળે ભારતમાં જંગલમાં ફેલાયેલા દાવાનળની જેમ ગતિ પકડી છે. એક જમાના પછી મહિલાઓ પોતાની આપવિતી દુનિયાની સામે રજૂ કરી રહી છે. કેટલાય નેતા, અભિનેતા, પત્રકાર આ મામલામાં ફસાઈ રહ્યા છે. આ દરમિયાનમાં યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોજ ખાને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું […]

Top Stories India Trending Politics
#MeToo campaign firoz khan NSUI President resign congress rahul Gandhi accept

અમદાવાદ; #MeToo ચળવળે ભારતમાં જંગલમાં ફેલાયેલા દાવાનળની જેમ ગતિ પકડી છે. એક જમાના પછી મહિલાઓ પોતાની આપવિતી દુનિયાની સામે રજૂ કરી રહી છે. કેટલાય નેતા, અભિનેતા, પત્રકાર આ મામલામાં ફસાઈ રહ્યા છે. આ દરમિયાનમાં યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ ફિરોજ ખાને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

પોતાના ઉપર લાગેલા આરોપો પછી ફિરોજ ખાને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, જેને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વીકારી પણ લીધું છે. ફિરોજ પર યૌન શોષણનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો હતો. પાર્ટીની આમ્ર્તિક કમિટીએ તેની તપાસ કરી હતી. જો કે સત્તાવાર રીતે આ જાણકારી આપવામાં આવી નથી, કે શું આ જ આરોપોના કારણે ફિરોજે પદ છોડવું પડ્યું છે.

ક્યાં આરોપો લાગ્યા હતા?

ફિરોજ ખાન પર ગત દિવસોમાં જ એક ઓપન લેટર દ્વારા યૌન ઉત્પીડનનો આરોપ લગાવામાં આવ્યો હતો. ગુંજા કપૂર દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને એક ખૂલ્લો પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં એનએસયુઆઇ પ્રેસિડેન્ટ ફિરોજ ખાન અને સોશિયલ મીડિયા ટીમના ભાગ એવા ચિરાગ પટનાયકની ઉપર કેટલીક મહિલાઓએ ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.

આ પત્રમાં જણાવ્યા અનુસાર ચિરાગના સંદર્ભે મહિલાએ સોશિયલ મીડિયા ટીમના વડા દિવ્યા સ્પંદનાને પણ જણાવવામાં આવ્યું હતું. પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ફિરોજ ખાન પર છત્તીસગઢ મહિલા કોંગ્રેસની કાર્યકર્તાએ ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. ફિરોજ ખાનની વિરુદ્ધનો આ મામલો જૂન મહિનામાં બહાર આવ્યો હતો, પરંતુ લગભગ હવે ચાર મહિના પછી ફિરોજે પોતાનો હોદ્દો છોડ્યો છે.

અકબરનું રાજીનામું માંગી રહી છે કોંગ્રેસ

ઉલ્લેખનીય છે કે #MeToo કેમ્પેઈન અંતર્ગત કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી એમ. જે. અકબર પર કેટલીય મહિલાઓએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે. આ પછી કોંગ્રેસ સહીત તમામ વિપક્ષો અકબરનું રાજીનામું માંગી રહ્યા છે.

રાહુલે કર્યું છે #MeToo નું સમર્થન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સ્પષ્ટપણે #MeToo કેમ્પેઈનનું સમર્થન કરી ચૂક્યા છે. રાહુલે આના સમર્થનમાં ટ્વીટ કરીને કહ્યું હતું કે, “હવે સમય આવી ગયો છે કે દરેક મહિલાઓની સાથે ઈજ્જત અને સન્માનની સાથે વર્તન કરવાનું શીખી લે, મને ખુશી છે કે, જે આવું નથી કરી રહ્યા તેમનું વર્ચસ્વ ખતમ થઈ રહ્યું છે, સચ્ચાઈને જોરથી અને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવવું જોઈએ જેથી બદલાવ (પરિવર્તન) લાવી શકાય.”

કોણ છે ફિરોજ ખાન?

આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના ઉધમપુરના પોગલ પરિસ્તાનનો રહેવાસી ફિરોજ ખાન વર્ષ ૨૦૧૭માં એનએસયુઆઇના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. ફિરોજ એનએસયુઆઇના રાષ્ટ્રીય સચિવ પદે પણ રહી ચૂક્યા છે. આ પછી તેને યુપી સહીત કેટલાય રાજ્યોના એનએસયુઆઇના પ્રભારી મહાસચિવ પણ બનાવવામાં આવ્યા હતા.

કાયદા અને માનવાધિકારનો અભ્યાસ કરનાર ફિરોજે પોતાની રાજકીય કેરિયરનો પ્રારંભ આરટીઆઈ કાર્યકર તરીકેથી શરુ કરી હતી. તેમને જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં એનએસયુઆઇને ઉભું કરવાનો શ્રેય આપવામાં આવે છે. આ અગાઉ ફિરોજ કાર્યકારી રાષ્ટ્રીય સચિવ તરીકે કામ કરતા હતા.