વૈશ્વિક બૅન્કિંગ સિસ્ટમના સ્વાસ્થ્ય વિશે વિલંબિત ચિંતાઓ Stock Market અને અસ્થિર સત્રમાં ઘરઆંગણે તમામ ક્ષેત્રોમાં વેચાણની વચ્ચે બે દિવસના વિરામ પછી મંદીવાળાઓએ 20 માર્ચે દલાલ સ્ટ્રીટ પર કબ્જો જમાવ્યો હતો. સેન્સેક્સ 360.95 પોઈન્ટ્સ અથવા 0.62 ટકા ઘટીને 57,628.95 પર અને નિફ્ટી 111.60 પોઈન્ટ્સ અથવા 0.65 ટકા ઘટીને 16,988.40 પર બંધ રહ્યો હતો.
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે, બજાર ગેપ-ડાઉન શરૂ કર્યું અને છેલ્લે રેડ ઝોનમાં Stock Market બંધ આવ્યું હતું. છેલ્લા બે કલાકમાં કેટલીક ખરીદીએ સેન્સેક્સ અને નિફ્ટીને 57,084.91 અને 16,828.35ના દિવસના નીચા સ્તરેથી રિકવર કરવામાં મદદ કરી હતી.
બજાજ ફિનસર્વ, અદાણી એન્ટરપ્રાઈઝ, બજાજ ફાઈનાન્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ Stock Market અને વિપ્રો નિફ્ટીમાં ટોપ લુઝર્સમાં હતા, જ્યારે HUL, BPCL, ITC, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને નેસ્લે ઈન્ડિયાને ફાયદો થયો હતો. એફએમસીજીને બાદ કરતાં તમામ રિજનલ ઇન્ડાઇસીસ રેડ ઝોનમાં બંધ આવ્યા હતા. રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મેટલ અને પીએસયુ બેન્ક 1-2 ટકા તૂટ્યા હતા.
બજાર એક સમયે લગભગ 800 પોઇન્ટ સુધી તૂટી ગયુ હતુ અને દિવસનો Stock Market પ્રારંભ જ 400 પોઇન્ટના ઘટાડા સાથે થયો હતો. તે સમયે તો એમ જ લાગતું હતું કે બજાર આજે જ 57,000ની સપાટી તોડી નાખશે, બજાર દિવસ દરમિયાન 600 પોઇન્ટનો સતત ઘટાડો દર્શાવતું હતું. પણ પછી નીચલા સ્તરોએ આવેલી લેવાલીના લીધે બજાર નીચલા સ્તરેથી ઉચકાયુ હતુ અને ફક્ત્ 360 પોઇન્ટ જ ઘટીને બંધ આવ્યું હતું.
જો કે વૈશ્વિક બેન્કિંગ કટોકટીનો ભય હજી ઝળુંબી રહ્યો છે ત્યારે બજારે હાલમાં Stock Market તો 57,000ની રેન્જ બનાવી લીધી છે તેમ કહી શકાય. પણ જો પરિસ્થિતિ વણસો તો બજાર નીચામાં 56800 બનાવે તેમ લાગે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ બતાવે છે કે બજાર માટે આગળ વૃદ્ધિના પ્રેરકબળો હાલમાં ઘણા મર્યાદિત છે, પરંતુ ઘટાડાના પ્રેરકબળો જળવાયેલા રહ્યા છે.
આ પણ વાંચોઃ India-Khalistani/ ભારતે બ્રિટનમાં વિશાળ ત્રિરંગો ફરકાવી ખાલિસ્તાનીઓને વળતો જવાબ આપ્યો
આ પણ વાંચોઃ Delhi Liquor Scam/ મનીષ સિસોદિયાને કોઈ રાહત નથી, રાઉઝ એવન્યુ કોર્ટે આટલા દિવસની વધારી ન્યાયિક કસ્ટડી
આ પણ વાંચોઃ New Delhi/ ખેડૂતોએ 2020 કરતા મોટા આંદોલન માટે તૈયાર, કૃષિ મંત્રી સાથે મુલાકાત બાદ સંયુક્ત કિસાન મોરચાની જાહેરાત
