London Train Accident Updates: બ્રિટનની રાજધાની લંડનથી આશરે 90 km દૂર આવેલા બેડફોર્ડ વિસ્તારમાં શુક્રવારે સાંજે એક અત્યંત દર્દનાક અને ભયાનક ટ્રેન અકસ્માત(Train Accident) સર્જાયો છે. ઑફિસ અવર્સ (સાંજના સમયે) સામસામે આવી રહેલી બે ફૂલ સ્પીડ પેસેન્જર ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં એક ટ્રેનના લોકો પાયલટ (ડ્રાઇવર) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે 89 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્રિટિશ વહીવટીતંત્ર દ્વારા આ ઘટનાને ‘મેજર ઇન્સિડન્ટ’ (મોટી દુર્ઘટના) જાહેર કરીને સમગ્ર રૂટની ટ્રેનો રદ કરી દેવાઈ છે.
⚠️ It’s believed the 4.40pm train from Corby to St Pancras has crashed into the rear of the 3.50pm service from Nottingham to St Pancras.
The incident happened approx 2 miles south of Bedford. pic.twitter.com/bmDdmIHuTX
— 🏴 Northamptonshire Weather (@NNweather) June 19, 2026
અકસ્માતની ભયાનકતા અને એર એમ્બ્યુલન્સ
રેલ ટ્રેકિંગ (Train Accident) વેબસાઇટ્સના જણાવ્યા અનુસાર, આ અકસ્માત શુક્રવારે સાંજે આશરે 5:15 વાગ્યે બેડફોર્ડ શહેરની બહાર સર્જાયો હતો. ઇસ્ટ મિડલેન્ડ્સ રેલવેની કોર્બી અને નોટિંગહામથી લંડનના સેન્ટ પેનક્રાસ તરફ જતી બે ટ્રેનો વચ્ચે આ ટક્કર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ બેડફોર્ડશાયર પોલીસ, ફાયર બ્રિગેડ અને ખાસ હેઝાર્ડસ ઇન્સિડન્ટ(Train Accident) ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 11 અતિ ગંભીર અને 22 ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ (હેલિકોપ્ટર) મારફતે હોસ્પિટલ ખસેડાયા છે.
મુસાફરોના જણાવ્યા મુજબ, અચાનક જોરદાર ધડાકો થયો હતો અને ચારેય તરફ ધુમાડો ફેલાઈ ગયો હતો. ટ્રેનની અંદર લોકોના હાડકાં તૂટી ગયા હતા અને મુસાફરો લોહીલુહાણ હાલતમાં ચીસો પાડી રહ્યા હતા. હાલમાં રેલવે યુનિયન દ્વારા મૃતક ડ્રાઇવર અંગે પુષ્ટિ કરવામાં આવી છે અને અકસ્માતના કારણો અંગે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરાઈ છે.
