Rajkot News: રાજકોટ (Rajkot) જિલ્લાના રીબડા ગામે ગત રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ એક ચોંકાવનારી ફાયરિંગ (Firing) ની ઘટના સામે આવી છે. બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જયદીપસિંહ જાડેજા, જેઓ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા છે, તેમના પેટ્રોલ પંપ (Petrol pump) પર આ ઘટના બની હતી.
પેટ્રોલ પંપના ફિલરમેન જાવેદ સંધિએ આ ઘટના અંગે શંકા વ્યક્ત કરી છે કે ફાયરિંગ પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના માણસોનો હાથ હોઈ શકે છે. જોકે, આ શંકા હજુ સુધી પુષ્ટિ થઈ નથી, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પોલીસે ફાયરિંગ કરનારા અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે અને ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે.આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચા જગાવી છે, અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અને કોઈપણ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. વધુ માહિતી મળે તેમ આ ઘટના અંગેની વિગતો અપડેટ કરવામાં આવશે.
આ પણ વાંચો:રાજકોટમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી બેના મોત, લોકોમાં ચિંતા
આ પણ વાંચો:રાજકોટ-જેતપુર હાઈવે બન્યો મુસીબતોનો હાઈવે, ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ
આ પણ વાંચો:રાજકોટના જસદણ તાલુકામાં વરસાદી વાતાવરણ

