Rajkot News: થોડા સમય પહેલા ગુજરાતમાં હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુની ઘટનાઓ પ્રકાશમાં આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત થયા હતા. જેમાં ધોરણ 7 માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને 20 વર્ષનો એક યુવાનનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. યુનિવર્સિટી પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી છે.
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતો 13 વર્ષનો ભાવેશ બાંભવા, સાતમા ધોરણમાં ભણતો હતો, તે અટલ સરોવરના મેળામાં ગયો હતો. ત્યાં પાણી પીધા પછી તે અચાનક બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. યુનિવર્સિટી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. બાળક હનુમાન મઢી નજીકની એક શાળામાં અભ્યાસ કરતો હતો.
બીજી તરફ, રાજકોટના મેટોડા GIDCમાં કામ કરતા 20 વર્ષીય યુવરાજ સિંહ યાદવનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. યુવાન થોડીવાર ઉભો રહ્યો અને અચાનક નીચે પડી ગયો. આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. એક જ ક્ષણમાં તેનું જીવન સમાપ્ત કરી દેતી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. રાજકોટમાં એક જ દિવસમાં હૃદયરોગના હુમલાથી બે યુવાનોના મોતથી લોકોમાં ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો:ચાર દિવસમાં બે ભાઈઓના મૃત્યુથી પરિવાર શોકમાં…એકને આવ્યો હાર્ટ એટેક,તોબીજાનું આઘાતથી થયું મૃત્યુ
આ પણ વાંચો:ગુજરાતમાં વધુ એક પોલીસ અધિકારીનું થયું હાર્ટ એટેકથી નિધન
