Ahmedabad News/ અમરેલી, ભાવનગર, સોમનાથ હાઈવે પર તીરાડો જોવા મળી, વરસાદી મહોલ વખતે ભ્રષ્ટાચારનું ભૂત ધૂણે છે

બ્રિજનું લોકાર્પણ પણ થયું નથી ત્યાં તો બ્રિજમાં તીરાડો જોવા મળી રહી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ, ભાવનગર અને સોમનાથ હાઈવે પર તીરાડો રૂપી ભ્રષ્ટાચારનું ભૂત જાગૃત થયું છે. અમદાવાદમાં જ્યારે જ્યારે વરસાદી માહોલ જામે છે ત્યારે ત્યારે ભ્રષ્ટાચારનાં ભૂત જાણે જાગૃત થતા હોય તેવું અવારનવાર  જોવા મળે છે. અમદાવાદમાં જ્યારે જ્યારે વરસાદી માહોલ જામે છે ત્યારે ત્યારે ભ્રષ્ટાચારનાં ભૂત જાણે જાગૃત થતા હોય તેવું વારંવાર જોવા મળે છે. અમદાવાદ, ભાવનગર અને સોમનાથ હાઈવે પર તીરાડો રૂપી ભ્રષ્ટાચારનું ભૂત જાગૃત થયું છે. રાજુલાના ચારનાળા નજીક બ્રિજ પર મોટી તીરાડો જોવા મળી હતી.

નાગરીકોના ટેક્ષના પૈસાનો ઉપયોગ કરીને કરોડોના ખર્ચે બ્રિજ અને હાઈવે બનાવવામાં આવે છે. પરંતુ નાગરિકોના જીવનું કાંઈ વેલ્યુના હોય તેવું લાગી રહ્યું છે.નાગરિકોના ટેક્ષના પૈસાથી કરોડોના ખર્ચે બનાવવામાં આવેલો બ્રિજ ખરાબ સ્થિતિમાં છે, અવારનવાર ઘણા બ્રિજો ખરાબ હાલતના કારણે તુટ્યાં છે અને જાનમાલની હાની થઈ છે તો તંત્ર જો વેલી તકે જાગીને વહેલામાં વહેલી તકે સમારકામ કરાવે તો જ રસ્તાઓની સ્થિતિ સુધરી શકે છે. હાઈવે પર હેવી વોહનોની અવર જવર થતી હોય છે તેવામાં જો બ્રિજની હાલત આવી હશે તો તેને તુટવાની શક્યતાઓ વધી જશે.

થોડા સમય પહેલાં જ વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ તૂટ્યાની ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટવાની ઘટના બની બની હતી. ગંભીરા બ્રિજ તૂટ્યો તે સમયે અમિત ચાવડાએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 21 પુલ તુડ્યાં છે. તો આવી ગંભીર બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

બ્રિજનું લોકાર્પણ પણ થયું નથી ત્યાં તો બ્રિજમાં તીરાડો જોવા મળી રહી છે. હાઈવેના રસ્તા પર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકોને શારીરિક તકલીફો થઈ શકે છે. જેવી કે મણકાના દર્દ, કમરનો દર્દ અને ગાદી ખસી જવી તેવી તકલીફો થઈ શકે છે. જેને લઈને વાહનચાલકો રોષે ભરાયા છે અને ખાડાઓ પૂરવા અને યોગ્ય સમારકામ કરાવવાની માંગણી કરી રહ્યા છે. લોકોમાં પડતી આવી હાલાકીને જેમ બને તેમ ઝડતી નિકાલ લાવવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. હાઈવે તથા બ્રિજમાં જોવા મળી રહેલી તીરાડો કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા ખરાબ કામ અને ભ્રષ્ટાચારને લોકોની સામે લાવી ઉજાગર કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં બોટ પલટી મામલે કોંગ્રેસે સદોષ માનવવધનો ગુનો દાખલ કરવાની કરી માગ

આ પણ વાંચો:શ્રીનગરની ઝેલમ નદીમાં બાળકોને લઈ જતી બોટ પલટી જતાં 4 ના મોત

આ પણ વાંચો:મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પાસે 30 થી વધુ લોકો સાથે બોટ પલટી ગઈ