Gujarat cadre IAS officer/ નવા ચૂંટણી કમિશ્નર તરીકે ગુજરાતના અધિકારીના નામની ચર્ચા

હવે નવા ચૂંટણી કમિશ્નર તરીકે ગુજરાતના કોઈ અધિકારીની નિમણૂક થાય તેવી પ્રબળ સંભાવના છે. તેના પગલે આગામી સમયમાં ગુજરાતના કોઈ મહત્વના આઇએએસ અધિકારી ચૂંટણી કમિશ્નર તરીકે નીમવામાં આવે તેવી ચર્ચાઓએ વેગ પકડયો છે.

Top Stories Gandhinagar Gujarat

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી પૂર્વે જ ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલે અચાનક રાજીનામુ આપતા હવે ચૂંટણીપંચમાં કુલ ત્રણ કમિશ્નરના બદલે એક જ ચૂંટણી કમિશ્નર રહ્યા છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર જ હવે પંચમાં રહ્યા છે.

હવે નવા ચૂંટણી કમિશ્નર તરીકે ગુજરાતના કોઈ અધિકારીની નિમણૂક થાય તેવી પ્રબળ સંભાવના છે. તેના પગલે આગામી સમયમાં ગુજરાતના કોઈ મહત્વના આઇએએસ અધિકારી ચૂંટણી કમિશ્નર તરીકે નીમવામાં આવે તેવી ચર્ચાઓએ વેગ પકડયો છે. પીએમ બન્યા પછી નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી અનેક અધિકારીઓને તેમને ત્યાં લઈ ગયા છે, હવે ચૂંટણી કમિશ્નરના રાજીનામાના પગલે ગુજરાત કેડરમાંથી વધુ એક અધિકારી ત્યાં સ્થાન પામે તેમ માનવામાં આવે છે.

ચૂંટણી કમિશ્નરની બે પોસ્ટ ખાલી છે ત્યારે કમસેકમ એક પોસ્ટ તો તાત્કાલિક અસરથી ભરવી પડશે, કારણ કે લોકસભા ચૂંટણીની જાહેરાત કરવાની છે અને આખી લોકસભા ચૂંટણીનું સંચાલન પણ કરવાનું છે. હવે ગુજરાતમાં કયા-કયા નામો આ હોદ્દા માટે રેસમાં હોઈ શકે તેની ચર્ચા ગુજરાતના અધિકારી વર્તુળોમાં થઈ રહી છે.

આ ઉપરાંત ગુજરાત કેડરમાંથી કોઈ અધિકારીની પસંદગી થઈ તો તે પહેલી પસંદગી નહી હોય. આ પહેલા પણ મોદી ઘણા આઇએએસ અધિકારી અને આઇપીએસ અધિકારીને કેન્દ્રમાં લઇ જઈ ચૂક્યા છે. 1986ની બેચના આઇએએસ ઓફિસર પીડી વાઘેલા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ)ના ચેરમેન બની ચૂક્યા છે. તેઓ મોદી સીએમ હતા ત્યારે તેમના વિશ્વાસુ હતા. તેમણે તે સમયે કોમર્સિયલ ટેક્સ ઓફિસર તરીકે સેવા આપી હતી.

આ જ રીતે ગુજરાત કેડરના અન્ય અધિકારી જી.સી. મુર્મુની મોદી સરકારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ( કેગ)ના વડા તરીકે નિમણૂક કરી છે. તે આ હોદ્દા પર 2025 સુધી રહેશે. આના પહેલા મુર્મુ નાણા મંત્રાલયના વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા હતા.

આ સિવાય ગુજરાત કેડરના અન્ય નિવૃત્ત આઇએએસ અધિકારી પી.કે. પૂજારી પણ કેન્દ્રમાં સ્થાન પામ્યા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સીઇઆરસી) એટલે કે કેન્દ્રીય વીજ નિયમન પંચના વડા તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આ હોદ્દા પર 2018થી છે.

આ ઉપરાંત ગુજરાત કેડરના 1981ની બેચના આઇએએસ અધિકારી રીટા ટિઓટિયાની ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઇ)ના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ફક્ત આઇએએસ ઓફિસરોની જ વાત થઈ. આ ઉપરાંત હસમુખ અઢિયાને લઈ લો. તેમને પણ નાણા મંત્રાલયમાં મહત્વની નિમણૂક સોંપવામાં આવી હતી.  જ્યારે આઇપીએસમાં રાકેશ અસ્થાના દિલ્હીમાં ગુજરાત કેડરના અધિકારી છે. આમ દિલ્હીના પાવર કોરિડોરમાં ગુજરાત કેડરના અધિકારીઓની બોલબાલા છે. પછી તે વહીવટીતંત્ર હોય, તપાસ સંસ્થા હોય કે ચાવીરૂપ મંત્રાલયો હોય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ