Not Set/ શહીદના પાર્શ્વ શરીર પર પણ પબ્લીસીટી લેવાનું ના છોડ્યું આ મંત્રીએ

કોઝીકોડ પુલવામામાં ટેરર એટેકમાં શહીદ થયેલા જવાનો પર આજે જ્યારે દેશ રડી રહ્યો છે ત્યારે કેટલાક રાજકારણીઓ આ દુઃખદ ઘટના પર પણ પ્રસિદ્ધિ મેળવાની કોઈ તક છોડતા નથી. નરેન્દ્ર મોદી સરકારમાં પર્યટન રાજ્ય મંત્રી કે જે અલફોન્સની સોશિયલ મીડિયામાં એક તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં તે શહીદ જવાનના પાર્શ્વ શરીર પાસે ઉભા રહીને ફોટો […]

Top Stories India
કોઝીકોડ
પુલવામામાં ટેરર એટેકમાં શહીદ થયેલા જવાનો પર આજે જ્યારે દેશ રડી રહ્યો છે ત્યારે કેટલાક રાજકારણીઓ આ દુઃખદ ઘટના પર પણ પ્રસિદ્ધિ મેળવાની કોઈ તક છોડતા નથી.
નરેન્દ્ર મોદી સરકારમાં પર્યટન રાજ્ય મંત્રી કે જે અલફોન્સની સોશિયલ મીડિયામાં એક તસ્વીર વાઇરલ થઈ રહી છે જેમાં તે શહીદ જવાનના પાર્શ્વ શરીર પાસે ઉભા રહીને ફોટો પડાવતા જોવા મળી રહ્યા છે.દુઃખની વાત એ હતી કે અલફોન્સે શહીદના પાર્શ્વ શરીરને પીઠ બતાવીને ફોટો લીધો હતો અને આ તસવીર તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પર પણ મૂકી હતી.
મંત્રી કે જે અલફોન્સે તેમના ટ્વિટર પર જેવો ફોટો મુક્યો કે તરત જ તેમની પર લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો.સોશિયલ મીડિયામાં મંત્રીની ભારે ટીકા કરતા લોકોએ તેમને શહીદની લાશ પર રોટલા શેકતા રાજકારણી કહ્યા હતા.અનેક લોકોનો ગુસ્સો જોતા અલ્ફોન્સએ ટ્વિટર પરથી આ ફોટો હટાવી લીધો હતો પરંતુ તેમને ટ્રોલ કરી રહેલા લોકોએ તસ્વીરની  સ્ક્રીન શોટ લઈને તેમની ટીકા કરી હતી.
કે જે અલ્ફોન્સ પુલવામા હુમલામાં શહીદ થયેલા વી વી વસંતકુમારના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા કોઝીકોડ એરપોર્ટ પર પહોંચ્યા હતા.આ દરમિયાન અલફોન્સએ શહીદના કોફીનની સામે ઊભા રહી ફોટો પડાવ્યો હતો.આ તસવીર તેમણે શહિદની સામે પીઠ કરીને ઉભા રહેતા લોકોનો રોષ ફાટ્યો હતો.