અમદાવાદ,
કળીયુગમાં ભારે પ્રભાવ ધરાવતા સુર્યપુત્ર શનિદેવને કરોડો શ્રધ્ધાળુઓ તેલનો અભિષેક કરે છે. તેલનો અભિષેક કરનાર શ્રધ્ધાળુઓ શનિદેવના દર્શન કરી જીવનને ધન્યધન્ય બનાવ્યાની અનુભુતિ કરે છે. શ્રધ્ધાળુઓ અભિષેક કરેલું તેલ ક્યાં જાય છે અભિષેક કરેલા તેલનો કેટલો ખતરનાક ઉપયોગ થાય છે? મંતવ્ય ન્યુઝે અભિષેક કરેલા તેલને ફરસાણ બનાવવાની ફેકટરી સુધી પહોંચડવાના કરતુતોનો પર્દાફાશ કર્યો છે.
શનિદેવને શ્રદ્ધાળુઓ દ્વારા અભિષેક કરવામાં આવતાં તેલનો ગુપ્ત જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે. જે તેલનાં જથ્થાને કોઈને પણ ખબર ન પડે તે રીતે ડબ્બાઓમાં પેક કરવામાં આવે છે. જે સમયે મંદિરમાં માત્ર પુજારી જ હોય કોઈ શ્રદ્ધાળુ ન હોય તેવા સમયે તેલનાં જથ્થાને મોટા ડબ્બાઓમાં પેક કરાય છે.
મંતવ્ય ન્યુઝની ટીમે રિક્ષાનો પીછો કરીને મંદિરેથી નીકળેલી રિક્ષા ઝુંપડપટ્ટીમાં પહોંચે છે. ઝુંપડપટ્ટીમાં આવેલા એક મકાન આગળ રિક્ષા ઉભી રાખવામાં આવે છે અને રીક્ષામાંથી તેલના ડબ્બા ઉતરી રહ્યા છે.
શનિદેવને અભિષેક કરાયેલા તેલનો એક ડબ્બો 300 રુપીયામાં વેચવામાં આવે છે જયારે બજારમાં એક તેલના ડબ્બાની કિંમત ૧૫૦૦ રૂપિયાની આસપાસ છે. મંદિરના માલીક તેલ વેચીને પ્રતિવર્ષ લાખો રુપીયાની કાળી કમાણી કરી રહ્યા છે.
શ્રધ્ધાળુઓ પાસેથી લાખો રુપીયા દાન દક્ષિણા લઈને આશિર્વાદ આપતા મહંત તેલ વેચીને લાખો રુપીયાના કાળી કમાણી કરી રહ્યા છે. વિના રોકટોક ચાલી રહ્યું છે નિર્દોષ લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું ખતરનાક કૌભાંડ ચાલી રહ્યું છે જેને મંતવ્ય ન્યુઝે અભિષેક કરેલા તેલને ફરસાણ બનાવવાની ફેકટરી સુધી પહોંચડવાના કરતુતોનો પર્દાફાશ કર્યો છે.
