Bhavnagar News/ ભાવનગરના દિવ્યાંગ યુવકે તાઇવાનમાં ટેબલ ટેનિસમાં દેશનું નામ રોશન કર્યું

અલ્પેશ સુતરીયાએ પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઈવાનમાં ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ વિજેતા થયા છે.

Top Stories Gujarat Others

Bhavnagar News: ભાવનગર શહેરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા દિવ્યાંગ ખેલાડી અલ્પેશ સુતરીયાએ પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઈવાનમાં ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને પેરા ટેબલ ટેનિસ (Para Table Tennis)માં બ્રોન્ઝ વિજેતા થયા છે.

ભાવનગરનો યુવક શરીરથી અશક્ત પણ મનથી મક્કમ હોવાથી બધા પ્રકારની મુસીબતોનો સામનો કરી આંતરરાસ્ટ્રીય સ્તરે પેરા ટેબલ ટેનિસમાં ભારતનું ત્રીજી વખત પ્રતિનિધિત્વ કર્યું છે. 14 દેશના ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ક્લાસ વન કેટેગરીમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરી રહેલા અલ્પેશ સુતરીયાએ ઈન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ વર્લ્ડ પેરા ફ્યુચર તાઈપાઈ 2025માં ભાગ લઈને તાઈપાઈ શહેરમાં યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સિંગલ ઇવેન્ટમાં બ્રાન્ઝ મેડલ પ્રાપ્ત કરીને દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યુ છે.

ક્લાસ વન કેટેગરીમાં અલ્પેશ સુતરીયાએ સેમિફાઇનલમાં હોંગકોંગના કીમ કાર્યા વર્લ્ડ નંબર 20 ને હરાવીને સેમિફાઇનલમાં જીત મેળવેલી અને જે. ડી. મેદાન સામે 0-3 થી ખૂબ ટફ ફાઈટ આપી બ્રોન્ઝ મેડલ ભારતના નામે કર્યો હતો. જેથી તેઓને વર્લ્ડ રેંકિંગમાં ખૂબ જ ફાયદો થશે. આ સિદ્ધિ પ્રાપ્ત કરીને ભારત અને ગુજરાતનુ નામ રોશન કર્યુ છે. અલ્પેશ સુતરીયાને પોલિયો હોવા છતાં હિંમત ન હાર્યા અને પેરા ટેબલ ટેનિસ ઇન્ટરનેશનલ સ્તરે તાઈવાનમાં ત્રીજી વખત દેશનું પ્રતિનિધિત્વ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

@હિરેન ચૌહાણ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની દીકરીઓ બની કરાટે ગર્લ! માર્શલ આર્ટમાં કર્યું નામ રોશન

આ પણ વાંચો:કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતનો દબદબો, પેરા ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ

આ પણ વાંચો:ટેબલ ટેનિસમાં સિંગાપોરને હરાવી ભારતે વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો