Ahmedabad News/ અમદાવાદની દીકરીઓ બની કરાટે ગર્લ! માર્શલ આર્ટમાં કર્યું નામ રોશન

કરાટે એક એવી રમત છે, જે વ્યક્તિનાં શારીરિક, માનસિક અને સામાજિક પાસાઓને આવરી લઈ અનેક ફાયદાઓ કરે છે. વ્યક્તિની તંદુરસ્તીમાં સુધારો કરે, આત્મવિશ્વાસ

Gujarat Ahmedabad

Ahmedabad News: ગુજરાત (Gujarat)માં આજે દરેક ક્ષેત્રે દીકરીઓ, મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધી રહી છે. રમતગમત, શિક્ષણ, આર્થિક, રાજકીય, સેવા, સાહસિક કાર્યો, વિજ્ઞાન સહિત અનેક ક્ષેત્રોમાં દીકરીઓ આજે પોતાની ઓળખ ઊભી કરી રહી છે. સંગીત, ચિત્રકળા, નૃત્ય, વાદન જેવા ક્ષેત્રોમાં દીકરીઓએ પોતાનું, પરિવાર, સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કર્યુ છે તો બીજી બાજુ કરાટે, ટેકવોન્ડો, જુડો, ફેન્સિંગ, માર્શલ આર્ટ જેવી રમતગમત (ઈન્ડોર-આઉટડોર) સાહસિક પ્રવૃતિઓ અને સ્વ-બચાવ (Self-defense)ની તાલીમમાં પણ આકાશને આંબી રહી છે.

સરકાર અને માતાપિતાના સહકારથી દીકરીઓએ આજે પોતાના મનગમતા ક્ષેત્રમાં નામના બનાવી છે. આજે 21મી સદીમાં વિકસતા ગુજરાતમાં માતાપિતા પોતાની દીકરીઓને સ્વ-રક્ષણની તાલીમ પણ આપી રહ્યાં છે. વિકસતા દેશમાં હવે દીકરીઓ સુરક્ષિત રહી નથી, ત્યારે ચિંતિત માતાપિતા પોતાની દીકરીનો આત્મનિર્ભરતા અને સ્વ-રક્ષણની તાલીમ આપી સર્વાંગી રીતે વિકાસ કરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં આજે જાપાનીઝ કરાટે સ્ટેટ ચેમ્પિયનશીપ (Karate State Championship) યોજાઈ હતી, જેમાં એકલવ્ય એકેડમી (સિલ્વર ઑક)માં સેંસાઈ દીપક ચુડાસમાના માર્ગદર્શન હેઠળ મિષ્કા પરીખે ગોલ્ડ મેડલ (Gold Medal) જીત્યો હતો. તેમજ હ્રિષ્કા પરીખે પણ કરાટે ચેમ્પિયનશીપ (Karate State Championship)માં ઉત્તમ પ્રદર્શન કરી એકલવ્ય એકેડમી (Eklavya Academy)નું નામ રોશન કર્યુ હતું.

કરાટે (Karate) એક એવી રમત છે, જે વ્યક્તિનાં શારીરિક, માનસિક અને સામાજિક પાસાઓને આવરી લઈ અનેક ફાયદાઓ કરે છે. વ્યક્તિની તંદુરસ્તીમાં સુધારો કરે, આત્મવિશ્વાસ વધારે, વ્યક્તિ જીવનમાં શિસ્તતાનાં પાઠ શીખવાડે છે અને સ્વ-રક્ષણ કૌશલ્યોમાં પણ પારંગત થાય છે. બાળકને નાની વયથી કરાટે, માર્શલ આર્ટ શીખવાડવાથી તેનામાં એકાગ્રતા વધે છે. તણાવથી દૂર રહેવાના ગુણો વિકસિત થાય છે, આદર-સન્માનની ભાવના પણ જાગૃત થાય છે તેમજ મગજનો બહોળા પ્રમાણમાં વિકાસ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત માટે મોટા સમાચાર, શું શુભમન ગિલ આગામી મેચ નહીં રમી શકે?

આ પણ વાંચો:સ્પોર્ટ્સ કાર્નિવલમાં કરાટે અને જુડોમાં હાથ અજમાવતા ગૃહમંત્રી હર્ષ સંઘવી, જુઓ ફોટો

આ પણ વાંચો:કરાટે ચેમ્પિયન, લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ… જાણો કોણ છે સ્મૃતિ ઈરાનીની દીકરી જોઈશ