Vadodara News/ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત: દોડતી કારમાં લાગી આગ, એક વ્યક્તિ જીવતું ભડથું

Vadodara accident:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી કાર બની અગ્નિકુંડ… અંદર બેઠેલા વ્યક્તિનું કરુણ મોત

Top Stories Gujarat Surat Breaking News
Vadodara accident:દોડતી કાર બની અગ્નિકુંડ, એકનું કરુણ મોત

Delhi Mumbai Expressway accident: વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પાદરાથી કરજણ તરફ જતા માર્ગ પર દોડતી કારમાં અચાનક આગ (Vadodara accident) ફાટી નીકળતાં અંદર બેઠેલા એક વ્યક્તિનું જીવતું ભડથું થઈ જવાથી મોત થયું હતું.

Vadodara accident:કારમાં જીવતું ભડથું!

ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત (Vadodara accident) બાદ કારમાં આગ લાગી હતી કે પછી ટેક્નિકલ ખામીના કારણે આગ ભભૂકી હતી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.

ઘટનાની જાણ થતાં જ વાસણા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં કારમાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવાની કામગીરી શરૂ કરી છે. સાથે સાથે અકસ્માત (Vadodara accident)નું સાચું કારણ જાણવા માટે આસપાસના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ દુર્ઘટનાએ ફરી એકવાર હાઇવે પર સલામતી અને વાહનોની ટેક્નિકલ ચકાસણી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


આ પણ વાંચો:વડોદરા અકસ્માત : રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું

આ પણ વાંચો:વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે ગોઝારો અકસ્માત, સુરતથી ભાવનગર જતા 3 યુવકોના મોત, 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:વડોદરામાં આજવા ચોકડી પાસે ભયાનક અકસ્માત, યુવતીનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં માતમ