Vadodara News/ વડોદરામાં આજવા ચોકડી પાસે ભયાનક અકસ્માત, યુવતીનું ઘટનાસ્થળે જ મોત, પરિવારમાં માતમ

વડોદરાના આજવા ચોકડી વિસ્તારમાં આઇસર ટેમ્પોએ બાઇકને અડફેટે લેતા (Accident) પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 31 વર્ષીય પ્રિન્સા કુંદન પરમારનું ઘટનાસ્થળે જ મોત થયું. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Accident

Vadodara News:વડોદરાના આજવા ચોકડી વિસ્તારમાં સવારના સમયે એક ભયાનક માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો, જેમાં 31 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. મૃતક યુવતીનું નામ પ્રિન્સા કુંદન પરમાર તરીકે જાણવા મળ્યું છે. તે પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી.

મળતી વિગતો અનુસાર, આ ઘટના સવારે બની હતી.પ્રિન્સાના સસરા તેમને બાઇક પર આજવા ચોકડી પાસેથી પારુલ યુનિવર્સિટીમાં મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન એક આઇસર ચાલકે બેફામ રીતે વાહન ચલાવતા બાઇકને અડફેટે લીધી હતી. અકસ્માત (Accident) એટલો ભયાનક હતો કે પ્રિન્સાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સસરાની હાલત વિશે હજુ સુધી સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ તેઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાની શક્યતા છે.

મૃતક પ્રિન્સા પરમાર પરિણીત હતી અને તેના પતિ હાલ દુબઈમાં રહે છે. થોડા સમય પહેલાં જ તેના દિયરના લગ્ન થયા હતા. પરિવારના સભ્યો અને સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભારે આઘાત અને દુ:ખનું વાતાવરણ છે.

મૃતકના ભાઈએ ઘટનાસ્થળે જણાવ્યું હતું કે, “આજવા રોડ ચોકડી પાસે આ દુર્ઘટના બની છે. અહીં નવ વાગ્યા પછી ભારદાર વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ હોવા છતાં આઇસર ટેમ્પો અહીંથી પસાર થયો હતો, જેના કારણે મારી બહેનનું મોત થયું છે. અકસ્માત (Accident) બાદ કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી. મૃતદેહ ઘટનાસ્થળે જ પડ્યો છે અને પંચનામું ચાલી રહ્યું છે. જો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હોત તો કદાચ વધુ સારું હતું.”

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું છે અને મૃતદેહને સયાજી હોસ્પિટલના મોર્ચરીમાં ખસેડવામાં આવ્યો છે. આઇસર ટેમ્પો ચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં અગાઉ પણ અનેક અકસ્માતો (Accident) થયા છે, જેના કારણે સ્થાનિક લોકો દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન અને ભારે વાહનો પર પ્રતિબંધની માંગ ઉઠી રહી છે.


આ પણ વાંચોઃવડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત

આ પણ વાંચોઃવડોદરા એરપોર્ટ સર્કલ પાસે ભયાનક અકસ્માત, એક વૃદ્ધનું ઘટનાસ્થળે મોત

આ પણ વાંચોઃવડોદરામાં વધુ એક અકસ્માત સર્જાયો, દિવાળીપુરા કોર્ટ રોડ પર એક્ટિવા ચાલકનું મોત