Lifestyle/ લોટમાં મિક્સ કરી દો બસ એક વસ્તુ…ખૂમચા જેવી ક્રિસ્પી પાણીપુરી બનશે! જાણો સિક્રેટ ટ્રિક..!

Panipuri (પાણીપુરી) ની પુરીઓ ઘરે બનાવવાનું કઠિન જણાય છે? આ ટ્રિકથી તમે બજારમાં તૈયાર મળતી પાણીપુરીની પુરીઓ જેવી અદ્દલ પુરીઓ ઘરે જ બનાવી શકશો…

Trending Tips & Tricks Food Lifestyle
Panipuri,પાણીપુરીની પુરીઓ, રગડો, ચણા-બટાટા, ખૂમચા

Lifestyle: અનેક લોકોની એવી ફરિયાદ હોય છે કે ઘરે માર્કેટ જેવી ક્રિસ્પી પાણીપુરી નથી બનતી! અહિં અમે તમને એવી ટ્રિક દર્શાવીશું કે જેની મદદથી તમે બજાર જેવી જ કરારી અને ખસ્તા પાણીપુરી (Crispy Panipuri Recipe) ઘરે જ બનાવી શકશો…

ખસ્તા પાણીપુરી (Crispy Panipuri)ની રેસિપી

ઉનાળા (Summer)ની શરુઆત થઇ ચૂકી છે અને ગરમાગરમ રગડા સાથે ઠંડી-ઠંડી પાણીપુરી ખાવાનું મન બધાને થાય એ સ્વાભાવિક છે. પાણીપુરી અથવા જેને ગોલગપ્પા (Golgappa) પણ કહે છે એનું નામ સાંભળતા વેંત સૌ કોઇના મોંમા પાણી આવી જાય છે! એનો સ્વાદ તો લાજવાબ હોય જ છે પણ મોટા ભાગે લોકો બજારમાં ખૂમચા પર મળતી પાણીપુરી ખાવાનું પસંદ કરતા હોય છે અને ઘરે મહેનત કરવાનું પસંદ કરતા નથી!

Panipuri,પાણીપુરીની પુરીઓ, રગડો, ચણા-બટાટા, ખૂમચા

પરંતુ, માર્કેટમાં મળતી પાણીપુરી ગંદા અથવા તો એકના એક તેલને ફરીથી વાપરીને તળાતી હોય છે! દુકાનદાર એક જ તેલને અનેક વાર ઉપયોગ (Oil Reuse) કરે છે અને એ હૅલ્થ (Health) માટે સારું હોતુ નથી! આ સંજોગોમાં, તમે ઘરે જ પાણીપુરી બનાવી શકો છો. પરંતુ અનેક લોકોની એવી ફરિયાદ હોય છે કે, ઘરે માર્કેટ જેવી ક્રિસ્પી પાણીપુરી નથી બનતી!

અહિં અમે તમને એવી ટ્રિક (Trick) દર્શાવીશું કે જેની મદદથી તમે બજાર જેવી જ કરારી અને ખસ્તા પાણીપુરી ઘરે જ બનાવી શકશો…તમારા બાળકો તો મમ્મીના હાથે બનેલી પાણીપુરીની પુરીઓ જોઇને આનંદિત થઇ જશે!  તો ચાલો, એ માટેની સામગ્રી અને બનાવવાની વિધિ અંગે હવે જાણીશું.

શી રીતે બનાવશો બજાર જેવી પાણીપુરી (Panipuri)?

બજારમાં ખૂમચા પર મળતી ટેસ્ટી અને ક્રિસ્પી પાણીપુરી ઘરે જ બનાવવા માટે તમારે એનો યોગ્ય રીતે લોટ બાંધવો અત્યંત જરુરી છે. આ માટેની સામગ્રી (Ingredients) અને વિધિ જોઇ લઇએ.

સામગ્રી

500 ગ્રામ મેંદો

100 ગ્રામ સોજી

1 નાની ચમચી બેકિંગ પાવડર

આવશ્યકતા અનુસાર પાણી

સ્વાદાનુસાર મીઠું

Panipuri,પાણીપુરીની પુરીઓ, રગડો, ચણા-બટાટા, ખૂમચા

બનાવવાની વિધિ

ખૂમચા પર મળતી પાણીપુરી ખાવાનું પસંદ હોય તો સૌથી મહત્વની બાબત છે એનો લોટ બાંધવો…જો યોગ્ય રીતે લોટ બંધાયો હશે તો સરસ પુરીઓ બનશે.

પાણીપુરીનો લોટ બાંધવાની વિધિ

1. સૌપ્રથમ 500 ગ્રામ મેંદો (Maida) લઇને એમાં 100 ગ્રામ સોજી મિક્સ કરી લો. જો તમે મેંદો ન વાપરવા માગતા હો તો રેગ્યુલર ઘઉંનો લોટ પણ લઇ શકો છો.

2. એમાં સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરો અને પછી 1 નાની ચમચી બેકિંગ પાવડર (Baking Powder) મિક્સ કરી લો. અહિં બેકિંગ પાવડર જ લેવો નહિં કે બેકિંગ સોડા…કારણ કે, બંનેનું રિઝલ્ટ અલગ હોય છે.

3. હવે બધું સારી રીતે મિક્સ કરીને જરુર મુજબ પાણી ઉમેરતા જઇને લોટ બાંધી લો. ધ્યાન રાખો કે, લોટ થોડો કઠણ જ બાંધવાનો છે.

4. જ્યારે પણ લોટ બંધાઇ જાય ત્યારે એને એક સ્વચ્છ ભીના કપડા વડે અડધો કલાક ઢાંકીને રેસ્ટ આપવો.

5. અડધો કલાક થાય પછી ફરીથી લોટને સારી રીતે કેળવી લેવો.

6. હવે આ લોટમાંથી નાની-નાની ગોળીઓ જેવા લુવા કરી લેવા.

7. આ લુવામાંથી પાતળી નાનકડી પુરીઓ વણી લેવી.

8. એક તરફ તળવા માટેનું તેલ તાવડીમાં ગરમ થવા માટે મૂકી દેવું.

Panipuri,પાણીપુરીની પુરીઓ, રગડો, ચણા-બટાટા, ખૂમચા

પાણીપુરી તળવાની યોગ્ય પદ્ધતિ (Panipuri Frying Method)

જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે ગૅસની ફ્લેમને મીડિયમ કરીને પાણીપુરી નાખતા જાઓ અને તળી લો. વધારેપડતા ગરમ તેલમાં અથવા તો ફાસ્ટ તાપે તળવાથી પુરીઓ બળી જશે. જ્યારે એ બરાબર ફૂલી જાય તો એને બહાર કાઢી લેવી. તળ્યા બાદ ઓછામાં ઓછા બે કલાક સુધી એને ઠંડી થવા દેવી, એના પરિણામ સ્વરુપે એ ક્રિસ્પી બની જશે.

તો તૈયાર છે તમારી કરારી પાણીપુરીની પુરીઓ…એને તમે પાણીપુરીનું પાણી બનાવીને રગડા, ચણા-બટાટાના મસાલા, બાફેલા મગ અથવા તો દહીં, ગળી-તીખી ચટણીઓ અને સેવ ઉમેરી, ચાટ (Panipuri Chat) બનાવીને પણ સર્વ કરી શકો છો.


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…