Lifestyle/ ઘરે મહેમાનો આવી જાય તો ફટાફટ બનાવો ચટપટી ભેળ પૂરી…સરળ મજેદાર રેસિપી..!

Bhel Puri Recipe (ભેળ પૂરી) પોષક તત્વોથી ભરપૂર છે અને આ નાસ્તો બાળકોથી માંડીને વડીલ-વૃદ્ધો સુધી તમામ લોકોને પસંદ પડે છે…આ વાનગી અત્યંત સરળ છે…

Trending Food Health & Fitness Lifestyle
Bhel Puri, મમરા, સ્ટ્રીટ સ્ટાઇલ, લીલી ચટણી, ચાટ મસાલો

Lifestyle: શું તમે ક્યારેય ઘરે ભેળ પૂરી બનાવી જોઇ છે ખરી? જો નથી બનાવી તો તમારે ચિંતા કરવાની કોઇ જ આવશ્યકતા નથી! ઘરે ભેળ પૂરી (Bhel Puri) બનાવવા માટે તમને કોઇ જ વધારે પડતી મહેનત નહિં પડે અને કોઇ ફેન્સી સામગ્રીની પણ આવશ્યકતા નહિં રહે! આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે જે બાળકોની તો અત્યંત પ્રિય ડિશ છે. ભેળ પૂરીની રેસિપી (Recipe) બનાવવા માટે તમને કઇ-કઇ સામગ્રીની જરુર પડશે અને એ શી રીતે બનાવશો એ અંગે અહિં માહિતી આપીશું…

Bhel Puri, મમરા, સ્ટ્રીટ સ્ટાઇલ, લીલી ચટણી, ચાટ મસાલો

સામગ્રી તૈયાર હોય તો આ રેસિપી ફટાફટ બનશે 

માત્ર દસ કે પંદર મિનિટમાં તૈયાર થનારી આ વાનગી હૅલ્ધી પણ છે અને ટેસ્ટી પણ! એને વધારે સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તમે એમાં તમારી પસંદની શાકભાજી (Vegetables) પણ ઉમેરી શકો છો. વજન ઘટાડવા (Weight Loss) માગતા લોકો માટે પણ આ એક ઉત્તમ વિકલ્પ છે અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે ઝડપથી બનાવીને એને આરોગી શકો છો.

આ નાસ્તાને તમે બ્રેકફાસ્ટ ઉપરાંત, હળવા ડિનર તરીકે પણ ગ્રહણ કરી શકો છો. આ સુપર હૅલ્ધી અને ટેસ્ટી નાસ્તો એનર્જીનો ભરપૂર સ્ત્રોત (Energy Source) છે અને કેવળ 10 મિનિટમાં રેડી (10 Minute Recipe) થઇ જાય છે. વળી, બાળકોને ટિફિન (Lunchbox)માં આ વાનગી આપવાથી એમનું પેટ પણ ભરાશે, એ ખુશ પણ થશે અને એમને પોષણ પણ મળશે. કારણ કે આ તદ્દન ઓછા તેલમાં તૈયાર થઇ જાય છે. તો ચાલો, હવે આ સુપર હૅલ્ધી રેસિપી બનાવવાની રીત અને એના માટે આવશ્યક સામગ્રી વિશે જાણી લઇએ…

Bhel Puri, મમરા, સ્ટ્રીટ સ્ટાઇલ, લીલી ચટણી, ચાટ મસાલો

શી રીતે બનાવશો ઘરે જ ભેળ પૂરીની રેસિપી (Bhel Puri Recipe)?

ઘરે સ્ટ્રીટ સ્ટાઇલ (Street Style) ભેળ પૂરી બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Bhel Puri, મમરા, સ્ટ્રીટ સ્ટાઇલ, લીલી ચટણી, ચાટ મસાલો

સામગ્રી

1/2 કિલો મમરા

1 વાડકી સીંગદાણા

1/2 વાડકી ઝીણી સેવ અથવા દાલમૂઠ

તૈયાર 5-6 તોડેલી પૂરીઓ

1/2 વાડકી બુંદી

2 ચમચી લીલી કોથમીર-મરચા-ફુદીનાની ચટણી

2 ચમચી ગળી ચટણી

1 મોટી સાઇઝનું લીંબુ

આવશ્યકતા અનુસાર લીલી કોથમીર

સ્વાદાનુસાર ચાટ મસાલા

સ્વાદાનુસાર મીઠું

સ્વાદાનુસાર ચાટ મસાલો

ચપટી હળદર

1-2 ચમચી તેલ

1-2 ચમચી કોથમીર

સમારેલી ડુંગળી, ટમેટા અને બાફેલા બટાટા (વૈકલ્પિક)

Bhel Puri, મમરા, સ્ટ્રીટ સ્ટાઇલ, લીલી ચટણી, ચાટ મસાલો

બનાવવાની વિધિ

1. એક પૅન અથવા તાવડીમાં થોડું તેલ ગરમ કરી લો. એમાં સીંગદાણા (Peanuts) શેકી લેવા.

2. સીંગદાણાને કાઢી લઇને એ જ કઢાઇમાં તેલ મૂકીને હળદર અને સ્વાદાનુસાર મીઠું (Salt) ઉમેરીને એમાં મમરા નાખીને એને પણ શેકી લેવા.

3. શેકવાથી મમરા ક્રિસ્પી બને છે. જ્યારે એ ઠંડા થાય ત્યારે એક મોટી તપેલીમાં શેકેલા મમરા, લીલી ચટણી, ગળી ચટણી (Green Chutney, Sweet Chutney), દાલમૂઠ, ચાટ મસાલા અને કોથમીર મિક્સ કરી લો.

4. જ્યારે આ તમામ સામગ્રી સારી રીતે મિક્સ થાય ત્યારે એમાં દાળમૂઠ કે ઝીણી સેવ અને બુંદી (Sev & Bundi), હોય તો તોડેલી પૂરીઓ પણ મિક્સ કરી લો.

5. જો તમે ઇચ્છો તો ભેળ પૂરીમાં સમારેલી ડુંગળી, ટમેટા અને બાફેલા બટાટા (Onion, Tomato and Boiled Potatoes) પણ ઉમેરી શકો છો.

તો તૈયાર છે તમારી ચટપટી ભેળ પૂરી સર્વ કરવા માટે! ગમે ત્યારે પણ મહેમાનો આવી ચડે ત્યારે જો તમારી પાસે ગળી અને લીલી ચટણી તૈયાર હોય તો તમે ફટાફટ આ મજેદાર વાનગી બનાવીને એમનું સ્વાગત કરી શકો છો. આ ચટપટી ભેળપૂરી નાસ્તા અથવા ડિનર (Dinner)નો એક ઉત્તમ ઓપ્શન સાબિત થઇ શકે છે. એ પોષક તત્વોથી ભરપૂર છે અને આ નાસ્તો બાળકોથી માંડીને વડીલ-વૃદ્ધો સુધી તમામ લોકોને પસંદ પડે છે.

સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર એવી આ વાનગી જે લોકો વેઇટ લૉસ જર્ની (Weight Loss Journey)માં જોડાયેલા છે એમના માટે પણ અત્યંત ફાયદાકારક સિદ્ધ થશે. તમે એને હળવા ડિનર તરીકે પણ તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો.

બાળકોથી માંડીને વડીલો સુધી આ ચટપટી ભેળ પૂરીનો સ્વાદ સૌને પસંદ પડશે. આ અત્યંત સરળ રેસિપીને તમારે એક વાર અવશ્ય બનાવીને જોવી જોઇએ અને પછી તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો!

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…