Lifestyle/ ડુંગળીમાં લવિંગ નાખીને માટીમાં દબાવી દો…15 દિવસમાં લવિંગનો છોડ મ્હોરી ઉઠશે..!

આ સરળ પ્રયોગ (Clove Plant Trick)થી તમે કોઈ પણ ખર્ચ વિના મોંઘામૂલા તેજાના લવિંગના છોડને ઘરે જ વાવીને એને ઉગાડીને વાહવાહી મેળવી શકો છો…

Tips & Tricks Trending Lifestyle
Clove Plant Trick...લવિંગનો છોડ ઉગાડો, એ પણ ડુંગળીની મદદથી!

Lifestyle: ઘરે લવિંગનો છોડ ઉગાડી શકાય ખરો? ઘણાને આ બાબત અસંભવ લાગશે કારણકે લવિંગના બીજ જલદીથી અંકુરિત થતા નથી. પરંતુ બાગાયત નિષ્ણાતોના મતે આ અનોખો ઘરગથ્થુ નુસખો (Clove Plant Trick) અપનાવીને આ સમસ્યાને ચપટી વગાડતા જ હલ કરી શકાય છે! કોઈપણ જાતના કેમિકલ અથવા મોંઘા હોર્મોનનો ઉપયોગ કર્યા વિના કેવળ એક ડુંગળી (Onion)ની મદદથી તમે લવિંગના બીજના મૂળ ઝડપથી ઊગાડી શકો છો.

ઘરઆંગણાના બગીચામાં મનપસંદ જડીબુટ્ટીઓ અને ગરમ મસાલા ઉગાડવાનો શોખ ગાર્ડનીંગ (Gardening)ના શોખીન લોકોને હોય જ છે પરંતુ, જ્યારે પણ લવિંગ ઉગાડવાની બાબત આવે છે ત્યારે મોટાભાગના લોકો અસફળ થઇ જાય છે અને જો બજારમાંથી લાવેલી સૂકી લવિંગને સીધા જ માટીમાં વાવી દઇએ તો એ અંકુરિત થવાના બદલે સડી જાય છે. આ સમસ્યાનું નિવારણ અહિં તમને દર્શાવવા જઇ રહ્યાં છીએ…

આ માટે તમારા વધારે ખર્ચ (Expense) કરવાની બિલકુલ જ જરુર નથી, કોઈ પાવડર નહિં પરંતુ તમારા જ કિચનમાં રહેલી એક માત્ર ડુંગળી જ કાફી છે! ડુંગળીમાં લવિંગ દબાવીને એને માટીમાં વાવવાથી આ લવિંગના બીજને દિવસરાત ભેજ (Humidity) પ્રાપ્ત થાય છે અને આને કારણે ઝડપથી મૂળ ફૂટવા (Rooting Trick) લાગે છે. આ ટ્રિક (Clove Plant Trick) અપનાવીને કેવળ 15 દિવસમાં તો લવિંગનો છોડ ઊગી જશે! તો ચાલો જાણી લઇએ કે, આ ગાર્ડનિંગ ટ્રિક કઇ રીતે મકસીર સાબિત થાય છે?

લવિંગ ઉગાડવાનો ઘરગથ્થુ નુસખો (Clove Plant Trick)

ઘરે જ કૂંડા અથવા તો બગીચામાં લવિંગ ઉગાડવા માટે તમારે આટલી બાબતનું ધ્યાન રાખવું જરુરી છે.

લવિંગની ક્વોલિટી

1. યોગ્ય અને સ્વસ્થ લવિંગની પસંદગી (Choose Right Quality of Clove)

લવિંગ ઉગાડવા માટે (Clove Plant Trick) તમે કયા પ્રકારના લવિંગ પસંદ કરો છો એ બાબત અત્યંત મહત્વપૂર્ણ છે. હંમેશાં થોડી મોટી, ફૂલેલી અને ઘેરા રંગની લવિંગને બીજ તરીકે પસંદ કરવી. સૌથી અગત્યની બાબત (Clove Plant Trick) એ છે કે, એના માથા પરનું ગોળ ફૂલ પૂર્ણતયા: સુરક્ષિત હોય અને તૂટેલું ન હોય! જો લવિંગ ઘણી નાની, સૂકી હોય અને એનું ફૂલ ગાયબ હોય કે પછી એનું તેલ નીકળી ગયેલું હોય તો આવી લવિંગના બીજમાંથી ક્યારેય છોડ ઉગશે નહિં.

2. ડુંગળીને કુદરતી રુટિંગ હોર્મોન બનાવો (Make Onion A Rooting Hormone)

બજારમાં છોડ ઉગાડવા માટે અનેકવિધ કેમિકલ ઉપલબ્ધ છે પણ એના સ્થાને તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. સૂકી ડુંગળીમાં પ્રચૂર માત્રામાં સલ્ફર, એન્ટીઑક્સિડન્ટ્સ તથા અન્ય કુદરતી એન્ઝાઇમ્સ હોય છે કે જે બીજને સક્રિય બનાવે છે. એક કાપેલી ડુંગળીનો ટુકડાનો રસ લવિંગના નીચલા ભાગમાં આવશ્યક પોષણ તથા ભેજ પ્રદાન કરે છે, જેથી મૂળ નીકળવાની પ્રક્રિયા અત્યંત ઝડપી બને છે.

3. ડુંગળીમાં કેવી રીતે લગાવશો લવિંગ? (How to Prick Clove in Onion)

એક મધ્યમ આકારની ડુંગળીને વચ્ચેથી અડધી કાપી લો. હવે સારી ક્વોલિટીના લવિંગના બીજનો ફૂલવાળો ભાગ ઉપરની તરફ રહે એ રીતે ડુંગળીમાં ખૂંપાવી દો. ડુંગળી ભેજ આપવા ઉપરાંત, એને ફૂગ અને સડાથી પણ બચાવે છે. તમે ડુંગળીના સ્થાને એલોવેરા જૅલ અથવા તો લીંબુ (Aelo vera or Lemon)નો ઉપયોગ પણ કરી શકો છો.

4. કૂંડાની માટી તૈયાર કરવી અને વાવવું (Make Pot Ready for Plantation)

લવિંગ લગાવવા માટે 60 માટી અને 40 વર્મીકમ્પોસ્ટ અથવા તો છાણિયું ખાતર (Fertilizer) મિક્સ કરીને આ મિશ્રણને કૂંડામાં ભરી લો. હવે લવિંગ વડે સજાવેલી ડુંગળીને કૂંડાની વચ્ચોવચ રાખીને ઉપરથી હળવી માટીનું લૅયર પાથરી દો. માટીમાં ઘણું પાણી ન નાખવું. બીજને ગરમી અને ઉચિત ભેજ મળે એ માટે એક સ્પ્રે બોટલમાં પાણી ભરીને એમાં છાંટતા રહેવું.

5. 15 જ દિવસમાં અંકુર ફૂટશે (Clove Plant Germinates in 15 Days)

ડુંગળીના ભેજ અને પોષક તત્વો (Nutrients)ના કારણે કેવળ 15 જ દિવસની અંદર લવિંગમાંથી નાના-નાના મૂળ તથા અંકુર ફૂટવા લાગશે. શરુ-શરુમાં તો જ્યાં હળવો તાપ આવતો હોય ત્યાં કૂંડુ મૂકવું અને જ્યારે છોડ 2-3 ઈંચ મોટો થાય ત્યારે એને રોજ સવારે 3-4 કલાક માટે સૂર્યપ્રકાશમાં મૂકવો.

લવિંગનો છોડ

આ સરળ પ્રયોગ (Clove Plant Trick)થી તમે કોઈ પણ ખર્ચ વિના મોંઘામૂલા તેજાના લવિંગ (Clove Spices)ના છોડને ઘરે જ વાવીને એને ઉગાડી શકો છો. જે પણ આ ટ્રિક  અપનાવશે એના ગાર્ડનની તો વાહવાહી થઇ જશે!


આ પણ વાંચો: પૈસાની ખેંચ થશે દૂર…ધનદોલતમાં થશે વૃદ્ધિ…ઘરમાં લગાવો આ 8 છોડ..!

આ પણ વાંચો: કૂંડામાં શી રીતે ઉગાડશો ફ્રેન્ચ મેરીગોલ્ડ? બાલ્કની કે ટેરેસ પર આ રંગબેરંગી ફૂલોનો છોડ વાવવાની ટિપ્સ..!

આ પણ વાંચો: ચોમાસું વિદાય લે એ પહેલા ઘરે કેળ વાવો, શિયાળો આવતા તો ફળથી લચી પડશે!