Lifestyle: વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કલાકાર કુદરત (Nature) છે અને એણે ફૂલો (Flowers)માં પણ ભાત-ભાતના રંગો પૂર્યા છે! લાલ, પીળા, નારંગી વગેરે રંગોમાં ગલગોટા જોવા મળે છે. તો પછી ઘરે જ આ છોડ કેમ ના ઉગાડીએ? ઘરે ક્યારામાં કે કૂંડામાં વાવીને એના ફૂલોને પ્રભુને સમર્પિત કરો. આ લેખમાં જાણીએ, ફ્રેન્ચ મેરીગોલ્ડ (French Marigold) વાવવાની પદ્ધતિ અને ટિપ્સ (Tips) વિશે વિસ્તૃતપણે…
શિયાળાના રંગીન પુષ્પો ફ્રેન્ચ મેરીગોલ્ડ
શિયાળા (Winter)ની આ ઠંડી ઋતુમાં જીવન ઓર મ્હોરી ઉઠતું હોય એમ લાગે છે! આંખોને ટાઢક આપતા આ ફૂલોથી સભર પ્લાન્ટ (Flower Plant)ને ઘણી ઓછી જગ્યામાં અને મિનિમમ કેર કરીને ઉગાડી શકાય છે. એના નાના પણ રંગબેરંગી ફૂલોના ગુચ્છ આપણા ઘરની શોભામાં અનેરી અભિવૃદ્ધિ કરે છે. એને ઉછેરવા માટે જમીન કે બગીચો હોવો જરુરી નથી. જો તમે ફ્લેટમાં રહેતા હો તો આસાનીથી કૂંડામાં પણ એને વાવી શકો છો. તો ચાલો જોઇએ ફ્રેન્ચ મેરીગોલ્ડ (French Marigold)ના પ્લાન્ટને વાવવા અને ઉછેરવાની કેટલીક અગત્યની ટિપ્સ વિશે…

ઠંડીની ઋતુમાં એ ઘણા જ મહોરી ઉઠે છે! ઠંડીની ગુલાબી ઋતુમાં આખું વાતાવરણ ખુશનુમા બની જતું જોવા મળે છે ત્યારે મન પણ આહલાદ્ થી મહોરી ઉઠે છે અને આપણને વિશેષ સાજ સજ્જા કરવાની ઇચ્છાઓ જાગૃત થાય છે! ગૃહિણીઓ સહિત ઘરના તમામ લોકો શરીરની સંભાળ, સ્વાસ્થ્યની દરકાર વગેરે લેવાની સાથોસાથ ઘરનો માહોલ પણ ખુશનુમા બને એના પ્રયાસો કરતા જોવા મળે છે. આવો જ એક પ્રયાસ છે રંગીન ફૂલ-છોડથી ઘરને સજાવવાનો!
ફ્રેન્ચ મેરીગોલ્ડ (French Marigold)ના છોડને વાવવાની ટિપ્સ
રંગબેરંગી ફૂલો કોને ન ગમે? પણ શિયાળાના સૂકા હવામાનમાં છોડની સંભાળ લેવી થોડી કઠિન જણાતી હોય છે. સામાન્ય રીતે, શિયાળામાં છોડનો વિકાસ રુંધાઇ જાય છે જો કે, કેટલાક છોડ એવા પણ હોય છે કે જે શિયાળામાં વધુ મહોરી ઉઠે છે! જેના ખીલવાથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. આ સંજોગોમાં જો તમે શિયાળામાં પણ તમારી બાલ્કની કે ટેરેસને સુંદર રાખવા માગતા હો તો કેટલાંક ફૂલોના છોડ એમાં વાવી દો. આ માટે તમે શિયાળુ સ્પેશ્યિલ છોડવાં જેવા કે, French Marigold વાવી શકો છો.

ઘણી બધી જગ્યાએ જોવા મળતો એક લોકપ્રિય, સુશોભન માટે શ્રેષ્ઠ અને ઓછી સંભાળ માગતો ફૂલ છોડ છે ફ્રેન્ચ મેરીગોલ્ડ (French Marigold)! ગલગોટાનો આ પ્રકાર તેના નાના, રંગબેરંગી, સુગંધિત ફૂલો માટે જાણીતો છે અને તેને તમે ઘરની બાલ્કની, ટેરેસ, કે બગીચા (Balcony, Terrace, Garden)માં સરળતાથી ઉગાડી શકો છે, જે સૂર્યપ્રકાશમાં ખીલે છે અને કીટકોને દૂર રાખવામાં પણ મદદરુપ છે. તેને વાવવો અને ઉછેરવો સરળ છે. ફ્રેન્ચ મેરીગોલ્ડ (French Marigold) વિવિધ રંગોમાં જેવા કે પીળા, નારંગી તથા લાલ (Yellow, Orange, Red) રંગોમાં ઉપલબ્ધ છે. ઘરની સાજ-સજ્જા માટે આ ફૂલોના છોડવાં ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે.
1. કૂંડાની પસંદગી સૌથી મહત્વપૂર્ણ
ફ્રેન્ચ મેરીગોલ્ડ (French Marigold) વાવવા માટે સૌપ્રથમ યોગ્ય કૂંડા (Pot)ની પસંદગી અત્યંત મહત્વની છે. આ માટે 6 થી 8 ઇંચ ઊંડુ અને પહોળું કૂંડુ લેવું. આ ઉપરાંત, કૂંડાની નીચે વધારાના પાણીના નિકાલ માટે કાણું હોવું જરુરી છે. કૂંડામાં પાણી ભરાવાને કારણે છોડના મૂળ સડી શકે છે.
તમે કૂંડામાં દેશી ગલગોટાના છોડ (Marigold Plant)ને પણ વાવી શકો છો. આ છોડને લોકો શિયાળામાં સૌથી વધુ વાવે છે અને એમાં પીળા, નારંગી અને ધેરા પીળા રંગના ગલગોટાથી ઘરનો માહોલ ખુશનુમા બની જાય છે. એને તડકા અને પાણી (Sunlight & Water)ની જરુર પડે છે. આ છોડને લગાવ્યા પછી એની સમયાંતરે કાંટ-છાંટ કરતા રહેવું જેથી ફૂલો ઝડપથી ઉગે છે.

2. માટી તૈયાર કરો
હવે છોડ માટે માટી (Soil) તૈયાર કરવી. આ માટે હળવી અને બગીચામાં વપરાતી માટી સૌથી ઉત્તમ રહેશે. તમે આ માટીમાં છાણીયું ખાતર કે વર્મીકમ્પોસ્ટ (Manure or Vermicompost)ને પણ થોડી રેતીની સાથે મિક્સ કરીને તૈયાર કરી શકો છો. આમ કરવાથી, માટી પોષક તત્વોથી ભરપૂર બની જાય છે અને છોડના મૂળ એમાં સારી રીતે ફેલાઇ શકે છે.
3. કૂંડામાં છોડ વાવો
માટી તૈયાર થઇ ગયા પછી ફ્રેન્ચ મેરીગોલ્ડનો પ્લાન્ટ કોઇ નજીકની નર્સરીમાંથી ખરીદીને તમે વાવી શકો છો. છોડને માટીમાં લગાવવા માટે પહેલા ઉપર હળવું પાણી છાંટો જેથી માટી નરમ બને અને છોડ આસાનીથી વાવી શકાય.
4. છોડની સંભાળ
ફ્રેન્ચ મેરીગોલ્ડ (French Marigold)ને વધારે સંભાળ (Plant Care)ની નહિં પણ વધારે તડકાની જરુર પડે છે. અધિક સૂર્યપ્રકાશમાં એ ખીલી ઉઠે છે. આથી કૂંડાને એવી જગ્યાએ રાખવું જ્યાં એને ઓછામાં ઓછા 5 થી 6 કલાક સુધી પર્યાપ્ત તડકો મળે. આથી જ ખુલ્લી બાલ્કની કે ધાબા પર આ છોડને રાખવો યોગ્ય રહેશે. તડકો મળવાથી એનો વિકાસ (Growth) ઝડપથી થાય છે અને વધારે ફૂલો ખીલે છે!
આ પણ વાંચો: કૂંડામાં પીસ લીલીનો છોડ શી રીતે વાવશો? શિયાળામાં ઝડપભેર ફૂલશે-ફાલશે..અપનાવો આ ટિપ્સ..!
આ પણ વાંચો: એર પ્યુરિફાયર નથી લગાવવું તો ફટાફટ વાવો આ 3 છોડ…ઘરનું વાયુ પ્રદૂષણ દૂર કરવાની ટ્રિક..!
આ પણ વાંચો: શિયાળામાં રંગબેરંગી ફૂલોના છોડ વાવો…સજાવો તમારું ઘર અને ગાર્ડન…!
