Lifestlye/ કૂંડામાં પીસ લીલીનો છોડ શી રીતે વાવશો? શિયાળામાં ઝડપભેર ફૂલશે-ફાલશે..અપનાવો આ ટિપ્સ..!

શિયાળાની ઠંડી ઋતુમાં તમે ઘણી વાર જોયું હશે કે, છોડનો વિકાસ મંદ પડી જાય છે. પણ પીસ લીલીનો છોડ એક એવો ઇનડોર પ્લાન્ટ છે જેને આ ટિપ્સથી વાવીએ તો….

Tips & Tricks Trending Lifestyle
શિયાળા, પીસ લીલી, છોડ, ટિપ્સ

Lifestyle: શિયાળામાં ફૂલ-છોડનો વિકાસ મોટા ભાગે ધીમો પડી જાય છે પણ પીસ લીલીનો છોડ (Peace Lily Plant) એક એવો ઇનડોર પ્લાન્ટ છે જે ઓછી સંભાળ માગે છે અને ઝડપભેર વૃદ્ધિ પામે છે! જો તમે ફ્લેટમાં રહેતા હો તો બાલ્કનીમાં કૂંડું મૂકીને પણ એને વાવી શકો છો અને ઘરની શોભા વધારી શકો છો.

શિયાળા (Winter)માં કેટલાય છોડ સુકાઇ જાય છે અને ઘરની બાલ્કની કે ગાર્ડનની સુંદરતા ઓછી થવા લાગે છે! આ સંજોગોમાં કેટલાક ફૂલો (Flower)થી સભર છોડવાં તમે તમારા બગીચામાં અથવા તો તમારા ઘરની બાલ્કનીમાં લગાવી શકો છો. ઠંડીની ઋતુમાં એ ઘણા જ મહોરી ઉઠે છે! ઠંડીની ગુલાબી ઋતુમાં આખું વાતાવરણ ખુશનુમા બની જતું જોવા મળે છે ત્યારે મન પણ આહલાદ્ થી મહોરી ઉઠે છે અને આપણને વિશેષ સાજ સજ્જા કરવાની ઇચ્છાઓ જાગૃત થાય છે! ગૃહિણીઓ સહિત ઘરના તમામ લોકો શરીરની સંભાળ, સ્વાસ્થ્યની દરકાર વગેરે લેવાની સાથોસાથ ઘરનો માહોલ પણ ખુશનુમા બને એના પ્રયાસો કરતા જોવા મળે છે. આવો જ એક પ્રયાસ છે રંગીન ફૂલ-છોડથી ઘરને સજાવવાનો!

રંગબેરંગી ફૂલો કોને ન ગમે? પણ શિયાળાના સૂકા હવામાનમાં છોડની સંભાળ લેવી થોડી કઠિન જણાતી હોય છે. સામાન્ય રીતે, શિયાળામાં છોડનો વિકાસ રુંધાઇ જાય છે જો કે, કેટલાક છોડ એવા પણ હોય છે કે જે શિયાળામાં વધુ મહોરી ઉઠે છે! જેના ખીલવાથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. આ સંજોગોમાં જો તમે શિયાળામાં પણ તમારા બગીચા (Garden)ને સુંદર રાખવા માગતા હો તો કેટલાંક ફૂલોના છોડ એમાં વાવી દો. આ માટે તમે શિયાળુ સ્પેશ્યિલ છોડવાંને વાવી શકો છો.

શિયાળા, પીસ લીલી, છોડ, ટિપ્સ

શિયાળામાં પીસ લીલીનો છોડ ઘરે વાવવાની ટિપ્સ

શિયાળાની ઠંડી ઋતુ (Winter Season)માં તમે ઘણી વાર જોયું હશે કે, છોડનો વિકાસ (Plant Growth) મંદ પડી જાય છે. પરંતુ, એવા ઘણા ઇનડોર પ્લાન્ટ્સ છે જે ઠંડીમાં જ પાંગરે છે અને એનું વિશેષ ધ્યાન રાખવાની પણ જરુર પડતી નથી! આવો જ એક એક સારો વિકલ્પ છે, પીસ લીલી! આ સુંદર પ્લાન્ટ ઘરના માહોલને ઓર ખુશનુમા બનાવવાની સાથોસાથ તમારા સમયની પણ બચત કરે છે કારણ કે, એની કોઇ ખાસ સંભાળ લેવાની જરુર રહેતી નથી. આંખોને ઠંડક આપવાની સાથોસાથ એને વાવવાનો ફાયદો એ પણ છે કે, એ ઘરની હવાને શુદ્ધ અને તાજી રાખવામાં (Air Purifier Plant) સહાયક છે. આ ગુણકારી અને સુંદર છોડ વાવવા અંગેની કેટલીક ટિપ્સ (Tips) જોઇશું.

શિયાળા, પીસ લીલી, છોડ, ટિપ્સ

કેવું કૂંડું પસંદ કરશો?

પીસ લીલીના છોડને તમે કૂંડા (Pot)માં પણ રોપી શકો છો. એના માટે ઓછામાં ઓછું 8 થી 10 ઇંચના વ્યાસ વાળું કૂંડું પસંદ કરવું. જો કે, કૂંડાની નીચે પાણી નીકળવાની વ્યવસ્થા હોવી જોઇએ એ માટે કૂંડાના તળિયે એક કાણું પાડવું જરુરી છે. આમ તો તૈયાર કૂંડામાં આવું કાણું હોય જ છે પણ જો ન હોય તો, કોઇ અણીદાર સાધન વડે ત્યાં કાણું પાડી દેવું. ત્યાર બાદ, કૂંડા ઉપર એક નાનું ઠીકરું મૂકીને એમાં ગાર્ડન સોઇલ અને વર્મી કમ્પોસ્ટ (Garden Soil & Vermicompost)ની મદદથી માટીનું મિશ્રણ તૈયાર કરવું અને કૂંડામાં ભરી દેવું.

તૈયાર માટીમાં છોડ વાવી દો

પીસ લીલીના પ્લાન્ટને તમે આસાનીથી નર્સરી (Nursery)માં જઇને ખરીદી શકો છો. છોડ વાવતી વખતે ધ્યાન રાખવું કે, છોડ કૂંડાની વચ્ચોવચ્ચ વાવીને માટીને હળવી દબાવી દેવી અને પછી જ પાણી આપવું. શિયાળામાં વધુપડતું પાણી આપવાથી પ્લાન્ટ ખરાબ થઇ શકે છે આથી પાણી આપતી વખતે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો! દરરોજ પાણીનો હળવો સ્પ્રે કરવો અથવા તો અઠવાડિયે એક થી બે વાર જ પાણી આપવું.

શિયાળા, પીસ લીલી, છોડ, ટિપ્સ

હળવા તડકામાં પણ આ છોડ પાંગરશે

પીસ લીલીના છોડને વધુ તડકા (Sunlight)ની આવશ્યકતા રહેતી નથી, તમે એને ઓછા તાપમાં પણ મૂકી શકો છો. આ છોડને તમે પોતાના ડ્રોઇંગ રુમમાં કે બાલ્કની (Balcony)માં રાખી શકો છો જ્યાં સારો સૂર્યપ્રકાશ આવતો હોય! આ સુંદર શુભ્ર ફૂલો (White Flower) વાળા છોડમાં તમે વખતોવખત ફર્ટિલાઇઝર (Fertilizer) પણ આપી શકો છો. આમ કરવાથી છોડમાં પોષણ જળવાઇ રહેશે. સમયાંતરે તમે લીમડાના તેલ (Neem Oil)નો પણ છંટકાવ કરી શકો છો, આમ કરવાથી તમારા સુંદર પ્લાન્ટને જીવાતથી બચાવી શકશો અને તમારું ઘર આંખોને ઠંડક પ્રદાન કરતા પીસ લીલીના સફેદ ફૂલોથી સજ્જ થઇ જશે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…

આ પણ વાંચો: એર પ્યુરિફાયર નથી લગાવવું તો ફટાફટ વાવો આ 3 છોડ…ઘરનું વાયુ પ્રદૂષણ દૂર કરવાની ટ્રિક..!

આ પણ વાંચો: શિયાળામાં રંગબેરંગી ફૂલોના છોડ વાવો…સજાવો તમારું ઘર અને ગાર્ડન…!