આજનું રાશિફળ/ આ રાશિના જાતકો હનુમાનજીને એક શ્રીફળ અર્પિત કરવું, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ તુલા અને સૂર્યની રાશિ ધન છે. આજે સ્વાતિ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧3 કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૪ કલાકે થશે.

Religious Top Stories Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

          ૧૬  ડિસેમ્બર ૨૦૨૫  નું પંચાંગ તથા આજનું રાશિફળ:

આજે ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ મંગળવાર અને માગશર વદ બારસ છે, આજે ચંદ્રની રાશિ તુલા અને સૂર્યની રાશિ ધન છે. આજે સ્વાતિ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૧3   કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૪    કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : હનુમાનજીને એક શ્રીફળ અર્પિત કરવું

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ આપણા દૈનિક જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે. આજના દિવસે મંગળ અને સૂર્યના સંયોગને કારણે કેટલીક રાશિઓ પર વિશેષ અસર જોવા મળશે. ખાસ કરીને કેટલીક રાશિના જાતકોને હનુમાનજીની આરાધના કરવી ખૂબ લાભદાયક રહેશે. હનુમાનજીને એક શ્રીફળ અર્પિત કરવાથી માનસિક શાંતિ, શત્રુઓ પર વિજય અને કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

આજનો દિવસ કેટલાક માટે પડકારજનક બની શકે છે, પરંતુ યોગ્ય ઉપાય અને સકારાત્મક વિચારોથી પરિસ્થિતિ તમારા પક્ષમાં ફેરવી શકાય છે.

 

 

  • બારસની  સમાપ્તિ      :        રાત્રે ૧૧:૫૭ સુધી.
  • તારીખ :-        ૧૬-૧૨-૨૦૨૫, મંગળવાર / માગશર વદ બારસ ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૧૧:૧૪ થી ૧૨:૩૪
અમૃત૧૨:૩૪ થી ૦૧:૫૫
શુભ૦૩:૧૫ થી ૦૪.૩૬

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૭:૩૬ થી ૦૯:૧૬
શુભ૧૦:૫૫ થી ૧૨:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક મુશ્કેલી દૂર થાય.
  • ભૂતકાળ યાદ આવે.
  • તમારી વાતોમાં મીઠાશ રહેશે.
  • તમે ઈમાનદારીથી કામ કરી શકો.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૨

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામનું દબાણ વધે.
  • કામમાં તકેદારી રાખવી.
  • તમારા પ્રિયજનો સાથે વધુ સંકળાવશે.
  • તમારા સંબંધોમાં નવી એનર્જી મળે.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર –૫

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • ખર્ચ સમજી-વિચારીને કરો.
  • ફીલિંગ્સ સારી રીતે સમજવી.
  • નેગેટિવ વિચારો ટાળો.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ , હ) :-
  • સાચી સમજણ મળે.
  • સ્વભાવમાં ઉદારતા વધે
  • જીવનસાથી જોડે
  • વાત કરવાનો સમય ન મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૬

 

 

  • સિંહ (મ , ટ) :-
  • કામમાં આળસ છોડો.
  • વિરોધનો સામનો કરવો પડે.
  • પરિસ્થિતિઓ અસમંજસ રહે.
  • સંબંધોમાં હલચલ રહે,
  • શુભ કલર –મરૂન
  • શુભ નંબર –૩

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • માયાળુ સ્વભાવ છોડો.
  • તમને જશ ન મળે.
  • છુપા શત્રુથી સાવધાન રહો.
  • આજે દિવસ ગૂંચવણભર્યો રહે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • તુલા (ર , ત) :-
  • ઘરના બાકી કામ આગળ વધે.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • મુશ્કેલીઓને તકોમાં ફેરવી શકશો.
  • હિંમત વધારવાનો પ્રયત્ન કરો અને શાંત રહો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈની લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
  • કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો.
  • આ સમયનો સમજદારીથી ઉપયોગ કરો.
  • આંતરિક શક્તિઓને ઓળખો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • તમારાથી કોઈ પ્રભાવિત થાય.
  • કામમાં ચોકસાઈ રાખવી.
  • વ્યાપાર આગળ વધે.
  • કોઈ તમારી ફીલિંગ્સ સમજી શકે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૩

 

  • મકર (ખ, જ) :-
  • વધુ પડતા લાગણીશીલ ન થવું.
  • મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો.
  • સમય પડકારજનક હોય શકે.
  • જીવનનો ચઢાવ-ઉતાર તમને કિંમતી પાઠ શીખવશે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૨

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • છુપાવેલું ધન કામમાં આવે.
  • તમારા જ્ઞાનમાં વધારો થાય.
  • રમૂજવૃત્તિ કરવાનું મન થાય.
  • મનને શાંતિ મળે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કામ મોડું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • બેચેની લાગ્યા કરે.
  • પીળી વસ્તુથી ફાયદો થાય.
  • ધીરજ રાખવી અને વાતચીતથી બાબતો ઉકેલવી.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯