Not Set/ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે આ નામ સરપ્રાઇઝ આપી શકે છે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. શનિવાર સાંજ સુધીમાં ભાજપે વિચાર બદલ્યો હોય તેમ લાગી રહ્યું છે

Top Stories

ગુજરાતના રાજકારણમાં વધુ એક ભૂકંપ આવ્યો છે.ભાજપના નેતૃત્વ હેઠળની સરકારમાં મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપી દીધું છે. હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેત તર્ક વિતર્ક પણ વહેતા થયા છે. હાલ અનેક નામો ચર્ચામાં સામેલ છે પરતું હવે  પ્રફુલ્લભાઇ પટેસનું નામ પણ સામે આવી રહ્યું છે. હાલ તે પણ રેસમાં આગળ જોવા મળી રહ્યા છે.

રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે વિચારફેર કર્યો હોય તેમ લાગે છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે ડાર્ક હોર્સ તરીકે સાબિત થઇ શકે છે.

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલનું નામ સૌથી આગળ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રફુલ્લ પટેલની લાંબી બેઠક ચાલી હતી. એટલું જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવાર સાંજ સુધીમાં ગાંધીનગર કમલમ્ ખાતે ઉપસ્થિત રહેવા માટે પ્રફુલ્લ પટેલને સૂચના આપી છે. આવતી કાલે રવિવારે ધારસભ્ય બેઠકમાં પ્રફુલ્લ પટેલના નામની જાહેરાત કરવામાં આવી શકે છે તેવી સંભાવના છે.

પ્રફુલ્લ પટેલની સૌથી મોટી સિધ્ધિ એ હતી કે,તેઓ પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા છતાં તેમને ગૃહ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.ત્યારબાદ 2012માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા, એ પછી તેઓ રાજકારણમાં ખાસ સક્રિય ન હતા. છતાં કામ કરવાની તેમની પદ્ધતિથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રભાવિત હતા.એટલે તેમને કેન્દ્રમાં લઇ ગયાં હતાં.પ્રફુલ પટેલ લક્ષદ્વીપ ઉપરાંત દમણ-દીવ અને દાદરાનગરના પણ પ્રશાસક છે. સૌથી પહેલાં તેઓને 2016માં દમણ-દીવના પ્રશાસક બનાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2020માં દાદરાનગર હવેલીની જવાબદારી પણ મળી. ડિસેમ્બર 2020થી તેઓ લક્ષદ્વીપના પ્રશાસક પણ છે