Ahmedabad News: અમદાવાદમાં નશાના કારોબાર સામે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ‘નો ક્રાઈમ ઇન અમદાવાદ સિટી’ અભિયાન હેઠળ કરાયેલી આ કાર્યવાહીમાં એક જ દિવસમાં NDPS(Ahmedabad NDPS)ના ત્રણ કેસનો પર્દાફાશ થયો છે. પોલીસે MD ડ્રગ્સ અને ગાંજા સાથે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.
Ahmedabad NDPS :ઝોન-7 પોલીસની અલગ-અલગ ટીમોની સફળ કામગીરી
ઝોન-7 પોલીસ (Zone 7 Police)ની અલગ-અલગ ટીમોએ નશાના કારોબાર સામે સઘન કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં ત્રણેય કેસમાં લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.
સરસપુરમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
સરસપુર (Saraspur) વિસ્તારમાંથી પોલીસે MD ડ્રગ્સ (MD Drugs)નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ છે. નશાના કારોબારની કડીઓ મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે.
આનંદનગર અને વાસણામાંથી ગાંજો જપ્ત

આનંદનગર (Anandnagar)માંથી પોલીસે 553 ગ્રામ ગાંજો (Ganja) જપ્ત કર્યો હતો. આ ઉપરાંત વાસણા (Vasna) વિસ્તારમાંથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. ત્રણેય કેસમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ (Ahmedabad News)માં નશાના દૂષણ સામે પોલીસની આ ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:સુરતમાં ડ્રગ્સ સામે મેગા ડ્રાઈવ: 24 કલાકમાં 17 કેસ, 22 આરોપીઝડપાયા; 72 કિલો ગાંજો અને MD ડ્રગ્સ જપ્ત
આ પણ વાંચો:અમદાવાદમાં રતનપોળ પાસે MD ડ્રગ્સ-ચરસનો જથ્થો લઈને ફરતો શખસ ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ, ભોંયરામાંથી કરોડોનો કાચો માલ જપ્ત
