Business News : નોકરી કરતા કર્મચારીઓ માટે ગ્રેચ્યુટી એક મહત્વનો નાણાકીય લાભ છે. લાંબા સમય સુધી એક જ કંપની કે સંસ્થામાં કામ કર્યા બાદ નોકરી છોડતી વખતે કર્મચારીને પગાર ઉપરાંત ગ્રેચ્યુટીની રકમ (Gratuity Amount)પણ મળી શકે છે. જો તમારો બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને ₹50,000 હોય અને તમે એક જ સંસ્થામાં પાંચ વર્ષની સેવા પૂરી કરી હોય, તો તમને અંદાજે ₹1.44 લાખ ગ્રેચ્યુટી મળી શકે છે. જોકે, આ રકમની ગણતરી (Gratuity Calculation)કેવી રીતે થાય છે અને તેના માટે કયા નિયમો (Gratuity Rules)લાગુ પડે છે તે જાણવું જરૂરી છે.
ગ્રેચ્યુટી મેળવવા માટે કયા નિયમો છે?
સામાન્ય રીતે કોઈ કર્મચારી એક જ કંપનીમાં સતત પાંચ વર્ષ નોકરી પૂર્ણ કરે ત્યાર બાદ ગ્રેચ્યુટી (5 Years Gratuity)મેળવવા માટે પાત્ર બને છે. નિવૃત્તિ, રાજીનામું અથવા નોકરી છોડવાની સ્થિતિમાં નિયમો મુજબ ગ્રેચ્યુટી (Gratuity Rules)ચૂકવવામાં આવે છે. જોકે, કર્મચારીનું મૃત્યુ થાય અથવા દિવ્યાંગતા સર્જાય તો પાંચ વર્ષની સેવા પૂર્ણ કરવાની શરત લાગુ પડતી નથી.
ફિક્સ્ડ ટર્મ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પણ લાગુ પડતી જોગવાઈઓ હેઠળ ગ્રેચ્યુટીનો લાભ મળી શકે છે. આવા કર્મચારીઓને તેમની સેવા અવધિના આધારે પ્રમાણસર ગ્રેચ્યુટી ચૂકવવાની જોગવાઈ હોઈ શકે છે.
Gratuity Calculation: કેવી રીતે થાય છે ગણતરી?
ગ્રેચ્યુટીની રકમ (Gratuity Amount)કર્મચારીના છેલ્લા પગાર અને સંસ્થામાં પૂર્ણ કરેલા સેવા વર્ષોના આધારે નક્કી થાય છે. સામાન્ય ગણતરીમાં બેઝિક સેલેરી અને DAને ધ્યાનમાં લેવામાં આવે છે. દર વર્ષની સેવા બદલ 15 દિવસના પગારની રકમ ગણવામાં આવે છે અને મહિનાના 26 કામકાજના દિવસોના આધારે ગણતરી કરવામાં આવે છે.
₹50,000 પગાર પર 5 વર્ષની નોકરીમાં કેટલી ગ્રેચ્યુટી?
જો કર્મચારીનો છેલ્લો બેઝિક પગાર અને DA મળીને ₹50,000 હોય અને તેણે એક જ સંસ્થામાં પાંચ વર્ષ કામ કર્યું હોય, તો ગણતરી આ પ્રમાણે થશે:
-
છેલ્લો માસિક પગાર: ₹50,000
-
15 દિવસનો પગાર: ₹50,000 × 15 ÷ 26
-
નોકરીના વર્ષો: 5
-
ગ્રેચ્યુટીની કુલ રકમ: ₹1,44,231
5 વર્ષ બાદ અંદાજિત ગ્રેચ્યુટીએટલે જો તમારો પગાર ₹50,000 છે અને તમે પાંચ વર્ષની સેવા પૂર્ણ કરી છે, તો નોકરી છોડતી સમયે તમને અંદાજે ₹1.44 લાખ ગ્રેચ્યુટી મળી શકે છે. આ રકમ કર્મચારીની લાંબી સેવા બદલ મળતો નાણાકીય લાભ છે, જે નોકરી બાદની આર્થિક સુરક્ષામાં મદદરૂપ બની શકે છે.
