પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં જાહેર સ્થળો પર બૂલેટ લઈને આંટાફેરા મારીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ બૂલેટબાબુઓ પર પંચમહાલ પોલીસે લાલ આંખ કરી છે. ગોધરા શહેરના નાગરિકની રજુઆતને પગલે સરકારના કાયદાનુ કડક અમલ કરતા પોલીસે ૨૧ જેટલી બુલેટ બાઈક ડીટેન કરીને મેમો આપવાની કાર્યવાહી કરી હતી.
પંચમહાલના ગોધરામાં પોલીસની કાર્યવાહી
ધ્વની પ્રદૂષણ કરતા બાઈકો જપ્ત કર્યા
21 જેટલી બુલેટ જપ્ત કરી, મેમો આપ્યા
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં કંપનીના સાયલન્સર કાઢીને તેની સામે અવનવા અવાજ વાળા સાયલેન્સર બદલીને બૂલેટ ફેરવીને ભારે ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હતા. વધુમાં તેના કારણે આમ નાગરિકો પણ તેનો ભોગ બનતા હતાં. ગોધરા શહેરમાં રહેતા જાગૃત નાગરિક દ્વારા આવા અવાજ કરનારા બૂલેટબાબુઓ સામે પગલા લેવામા આવે તેવી રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : મંતવ્ય / નગર નિગમ ચૂંટણીઓમાં અનિવાર્ય મતદાન પ્રાવધાન કેટલું જરૂરી ?
આવા બુલેટબાબુઓ સામે પગલાં ભરવામાં આવે એવી માંગણી કરતી રજુઆત રાજય વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુને કરી હતી.જે બાદ વાહન વ્યવહાર મંત્રીએ તાજેતરમાં જ રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ધ્વનિ પ્રદુષણ ફેલાવતા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવા લેખિતમાં ભલામણ કરી હતી. ત્યારે સરકારે પણ માત્ર ગોધરા જ નહિં સમગ્ર રાજ્યમાં ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય એવા બુલેટ બાઈક સામે કાર્યવાહી કરવાની પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : Political / ‘નિર્ણયોનું પોટલું પટારામાં’ છતા ઉમેદવારોની પસંદગી અંગે બન્ને પક્ષોમાં કકળાટનો સૂર
સરકારના આદેશ બાદ ગોધરા શહેર ટ્રાફીક પોલીસ ટીમ એક્શનમાં આવી ગઈ છે. હાલ તો ૨૧ જેટલા બુલેટ બાઈક ડિટેઇન કરીને મેમો આપવામા આવ્યા છે.આગામી સમયમાં જિલ્લા પોલીસ દ્વારા આવા બૂલેટબાબુઓ સામે કાર્યવાહી ચાલુ રાખવામા આવનાર હોવાના પગલે ગોધરા શહેર અને જિલ્લાના બુલેટ બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
