મંતવ્ય/ નગર નિગમ ચૂંટણીઓમાં અનિવાર્ય મતદાન પ્રાવધાન કેટલું જરૂરી ?

નગર નિગમ ચૂંટણીઓમાં અનિવાર્ય મતદાન પ્રાવધાન કેટલું જરૂરી? અથવા તો બીજી રીતે પુછવામાં આવે તો આવું પણ કહી શકાય કે પુછી શકાય કે, અનિવાર્ય મતદાન મતોનું ધ્રુવીકરણ કે એન્ટિઇન્કમ્બન્સી અટકાવી શકે છે? 

Mantavya Exclusive Mantavya Vishesh

નગર નિગમ ચૂંટણીઓમાં અનિવાર્ય મતદાન પ્રાવધાન કેટલું જરૂરી? અથવા તો બીજી રીતે પુછવામાં આવે તો આવું પણ કહી શકાય કે પુછી શકાય કે, અનિવાર્ય મતદાન મતોનું ધ્રુવીકરણ કે એન્ટિઇન્કમ્બન્સી અટકાવી શકે છે?

કોરોનાના નામશેષતાનાં આરે જોવામાં આવતા લગભદ એક વર્ષ જેવા લાંબા અંતરાલ પછી લોકોમાં થોડા સમયથી શાંતિ પ્રવર્તી રહી હોય તેવું જ્યાં લાગી રહ્યું હતું છે, ત્યાં નગર નિગમો અને સ્થાનિક સ્વરાજયોની ચૂંટણીઓએ ગુજરાતનો માહોલ ગરમ કરી દીધો. જો, કે લોકોની કાનાફૂસી મુજબ તો, કોરોનાનાં મંડાણ થયા ત્યારનો કોરોના લોકોને જ નડે છે. કોઈ રાજકીય પાર્ટી, રાજકીય નેતા કે રાજકીય કાર્યક્રમને નહી. અને વાતમાં ક્યાંક દમ પણ છે. કેમ કે, ઘણીવાર આ સ્થિતિ કોરોના દરમ્યાન પણ જોવા મળી છે. કોઈ નેતા પોતાની પાર્ટી યોજતા તો કોઈ તલવાર લઇ બર્થડે સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. આ સિવાય પણ તેવા કેટલાય કાર્યક્રમો યોજાયા છે, કે જેમાં આવી સ્થિતિ લોકોએ નિહાળી છે.

તેવામાં ચૂંટણીઓ આવતા ટીકીટ વહેંચણી માટે બંને પક્ષના કાર્યાલયો ખાતે ટિકિટવાંચ્છુ ઉમેદવારોના ટોળેટોળા જોવા મળ્યા છે. ત્યારે લોકોનો દબાયેલી જુબાનમાં આ ટોણો કયાક સાચો પણ છે. અને ચૂંટણીમાં મતદાન દરમ્યાન જો વ્યવસ્થાના જળવાય અને ટોળેટોળા એકઠા થશે તો? શું કોરોના ફરી સક્રિય નહિ થાય? જો, કે ભીતિ તો તેવી પણ છે કે, લોકો મતદાન મામલે આમપણ ઉદાસીન હોવાને કારણે બને ત્યાં સુધી મતદાન કરવાનું ટાળશે. બાકી સાધારણપણે ગુજરાતમાં 60 થી 70 % ની આસપાસ મતદાનનો રેશિઓ રહેતો હોય છે.

ત્યારે કયાંક અગર વધારે પ્રમાણમાં મતદાન થાય તો રાજનૈતિક પાર્ટીઓ પણ તેવું ધારવા લાગે છે કે, કયાંક એન્ટિઇન્કમ્બન્સી ફેક્ટરના લીધે તો લોકો મનમાં ગાંઠ વળી જે તે પાર્ટીને સબક શીખવવા તો નથી નીકળ્યા ને? તેવું ધરી લે છે. કેમ કે, દરેક ચૂંટણીમાં આ પ્રકારના મતદાન પાછળ આવું જ ગણિત સર્જાતું હોય છે..ક્યાંક મતોનું પોલરાઇઝેશન થાય ત્યારે પણ આવી સ્થિતિ સર્જાતી હોય છે. પરંતુ આ વખતે કોરોના ઈફેક્ટના કારણે મતદાન કેવું અને કેટલું રહેશે તે મુદ્દો ભર્યા નાળિયેર જેવો છે. તેવા જો એન્ટિઇન્કમ્બન્સી કે પોલરાઇઝેશન થાય તો બીજેપીને ફટકો પડી શકે છે.

નિર્ણય / સગાવાદની નાબૂતી કરતા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયને સાંસદ મનસુખ વસાવાએ આવકાર્યો

જેને પગલે પ્રાપ્ત માહિતી મુજબ, એક નવું પ્રાવધાન સરકાર દ્વારા ઉગામવાની તૈયારીઓ થઇ હોય તેવું લાગી રહ્યું છે. જે મુજબ, ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીને લઈને વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા પ્રાવધાન કરવામાં આવ્યું છે કે, આ ચૂંટણીઓમાં મતદાન કરવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય હશે. અને કોઈ વ્યક્તિ અગર મતદાન નથી કરતી તો તેણે તેનું સચોટ કારણ જણાવવાનું રહેશે. અને આનાથી પણ વિશેષ તો અગર આ જણાવવામાં આવેલ કારણ સંતોષજનક નહીં જણાય તો તેણે સજા અને દંડ ભરવાની તૈયારી રાખવી પડશે.

જો, કે હજી સજાનું સ્વરૂપ અને દંડનું શું સ્વરૂપ હશે ? તે કઈ જાહેર કરાયું નથી..પણ અગર આ પ્રાવધાન લાગુ થશે તો તે પણ શક્યતા રહેલી છે કે, આવું જ પ્રાવધાન લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં પણ લાવી શકે છે. જો, કે અસલમાં આ પ્રાવધાન અંગે પરિકલ્પના ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. મોદીજી એ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 2009 અને 2010 માં આ આ પ્રાવધાન રાજ્યસભામાં પસાર કરાવ્યું હતું. પરંતુ તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલે તેને સંવિધાનના અનું.21 વિરુદ્ધ કરાર આપતા, તેને 2010 માં પુન :વિચાર માટે પરત કર્યું હતું. ત્યારના લટકેલા આ પ્રાવધાનને હવે અનુકૂળ રાજ્યપાલ ઓ.પી કોહલી મળતા તેને મંજૂરી અપાવીને હવે કાનૂની સ્વરૂપ આપવાની કોશિશ કરવામાં આવી છે.

Political / ઇમરાન ખેડાવાલાના રાજીનામામાં નાટકીય વળાંક, પરેશ ધાનાણીએ કહ્યું …

ત્યારે આ બાબતને પણ મોદીજીના એક વાયદા તરીકે જોવામાં આવી રહી છે. કેમ કે, તેમણે લોકસભા ચૂંટણી ઢંઢેરામાં આ બાબતને સ્થાન આપ્યું હતું. પરંતુ કાયદાવિદો દ્વારા આ બાબતને લોકોના અધિકારના ભંગ સમાન જોવામાં આવી રહી છે. કેમ, કે બ્રિટન જેવા ચુસ્ત લોકશાહી સમર્થક દેશમાં પણ આ વર્ષે થયેલા નગર નિગમના ઇલેક્શનમાં 36 % જેટલું મતદાન જોવા મળ્યું હતું. તેમછતાં અહીં આવા પ્રાવધાનની જરૂરિયાયાત જણાઈ નથી. ત્યારે ભારતમાં આ પ્રાવધાનની ખરેખર જરૂર છે? બાકી તે વાતમાં તથ્ય છે કે, ચૂંટણીમાં લોકોની ભાગીદારી વધે તો લોકશાહી નો આ લોકોત્સવ વધુ દેદીપ્યમાન બને..

પરંતુ તે પણ નોંધવું રહ્યું કે, ઓછા મતદાનને કારણે કુલ મતદાતાઓના 1/4 સમર્થનથી પણ કોઈ ઉમેદવાર જીતી જાય છે. કે કોઈ પાર્ટી પણ સરકાર બનાવી લે છે. મતલબ કે બાકી બચેલા 3/4 લોકોનું સરકાર પ્રતિનિધત્વ નથી કરતી હોતી. જે હકીકતમાં યોગ્ય ન ગણી શકાય..પરંતુ કાયદામાં રહેલા છીંડાઓનો લાભ લઇ કેટલીય ચૂંટેલી સરકારો કે નેતાઓ પક્ષપલ્ટા થી પણ જે તે સરકારને ફાયદો કે નુકસાન કરાવે છે..તેથી આમપણ અમેરિકાની જેમ ઈચ્છીત નેતાને લોકો સીધા નથી જ પસંદ કરી શકતા. ભાંગતોડ પ્રવૃત્તિ ને નાથી શકાય ત્યારે જ આ શક્ય બને. કે લોકોએ, લોકો દ્વારા ચૂંટેલ સરકાર કે નેતા મળે. બાકી હજારો વાર લોકોને માથે થોપેલા નેતા કૂટનીતિ આચરીને પણ ઠોકી બેસાડાય છે. તે જમીની સચ્ચાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…