ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી યાદી જાહેર કર્યા પહેલા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા 3 મહત્વનાં નિર્ણય જાહેર કરવમાં આવ્યા હતા. નિયમ એવા તો આકરા સાબિત થયા કે ઉમેદવારી યાદી બાદ મહાનગરો અને પાલિકાની ઉમેદવારી યાદીને લઇને રીતસરનો હડકંપ મચેલો જોવામાં આવ્યો અનેક નેતા નારાજ થયા અને અનેક નેતાએ ભાજપનો સાથ પણ છોડ્યો. મહાનગરો અને પાલિકાની ઉમેદવારી યાદી સાથે જ જાણે ભાજપમાં કોહરામ મચ્યો.
ફરી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની મીટિંગનો દોર શરુ થયો અને હવે વારો છે પંચાયતોની ટિકિટનો. પૂર્વે લેવામાં આવેલા 3 નિર્ણયો આ વખતે પણ ઉમેદવારોનાં ચયનમાં લાગુ કરવામાં આવશે અને પંચાયતની ઉમેદવારી યાદી બાદ પણ હડકંપ મચે તેવી ભીંતિ જોવામાં આવી રહી છે. બરોબર આવા સમયે ભાજપનાં એક નેતા દ્વારા દ્રષ્ટાંત રુપ જાહેરાત કરવામાં આવી છે.
Political / ‘નિર્ણયોનું પોટલું પટારામાં’ છતા ઉમેદવારોની પસંદગી અંગે બન્ને પક્ષોમાં કકળાટનો સૂર

ભ્રષ્ટાચાર: આણંદનાં સરકારી વકીલ ACBનાં છટકામાં સપડાયા, લાંચ લેતા ઝડપાયા
બીલકુલ ભાજપનાં એક ધારાસભ્યનાં પુત્રની ટિકિટ કપાતા પુત્રએ તો અપક્ષમાંથી ઝંપલાવ્યું જ છે પણ ધારાસભ્ય પિતા પણ પોતે બહુ મોટા બાહુબલી છે તેવુ સાબિત કરવા તમામ સાથે ઉદ્વતાઇ સાથે વર્તી રહ્યા છે અને પત્રકારોને સુધા ઠોકાવી(મરાવી) નાખીશ તેવી ધમકી આપી રહ્યા છે, તેવા સમયે ભાજપનાં એક સાંસદે પોતાનાં સગાની ટિકિટ કપાતા અને તે પણ એક નહી બે-બે સગાની ટિકિટ કપાતા પણ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડનાં નિર્ણયને આવકાર્યો છે.
પ્રેરણા: સજીવ ખેતીમાં સફળ પ્રયોગો કરી બીજા ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા આ મહિલા ખેડૂત

વડોદરા / મધુ શ્રીવાસ્તવના પુત્રના ફોર્મને લઇ ઘમાસાણ, સમર્થકોએ ઓફીસના કાચ તોડ્યા
વાત કરવામાં આવી રહી છે ભાજપનાં સાંસદ મનસુખ વસાવાની. ભાજપે નેતાના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડનાં નિર્ણયને આવકાર આપતા જણાવ્યું છે કે, પક્ષ અન્ય કોઇ પણને ટિકિટ અપાશે તો અમે(મનસુખ વસાવા અને પરિવાર) તેને સમર્થન આપીશું. અને ફક્ત કહેવાતુ સમર્થન જ નહીં પરંતુ અન્ય જે કોઇ ઉમેદવાર પક્ષ વતી ચૂંટણી લડી રહ્યા છે તેમને જીતાડવા પૂરી તાકાતથી મહેનત કરીશું.
આપને જણાવી દઇએ કે, પંચાયતની ટિકિટ સાંસદ મનસુખ વસાવા પરિવારના બે સભ્યોએ દાવેદારી કરી હતી અને ભાજપે પોતાના નિર્ણયનાં કારણે સાંસદ મનસુખ વસાવાના પરિવારને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સાંસદ મનસુખ વસાવાના નામથી આ મામલે પત્રિકા પણ ફરતી થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
