Lifestyle: રાયતા કેવળ સ્વાદ જ નથી વધારતા પરંતુ, મોટાથી લઇને નાના બાળકો સૌ કોઇને ઘણા જ પસંદ પડશે. તમે એમને નાસ્તા (Breakfast) અથવા તો લંચ ટાઇમે સાથે સર્વ કરી શકો છો. અહિં તમને કાકડીના રાયતાની રેસિપી (Cucumber Raita Recipe) અંગે જણાવીશું જેને તમે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.
ઉનાળા (Summer Season)માં એવું ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે કે જે હળવું પણ હોય અને સાથોસાથ શરીરને પૂરતી એનર્જી અને પોષણ મળી રહે! આ પૈકી એક છે રાયતુ…અહિં તમને કાકડીના રાયતાની હૅલ્ધી રેસિપી (Cucumber Raita Recipe) અંગે જણાવીશું જેને તમે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.

ઉનાળામાં હૅલ્થ માટે ઉત્તમ કાકડીનું રાયતુ (Cucumber Raita Recipe)
રાયતા કેવળ સ્વાદ જ નથી વધારતા પરંતુ, મોટાથી લઇને નાના બાળકો (Kids) સહુ કોઇને ઘણા જ પસંદ પડશે. તમે એમને નાસ્તા (Breakfast) અથવા તો લંચ ટાઇમે સાથે સર્વ કરી શકો છો. ઉનાળામાં એવું ભોજન કરવાની સલાહ આપવામાં આવે છે કે જે હળવું પણ હોય અને સાથોસાથ શરીરને પૂરતી એનર્જી અને પોષણ (Energy & Nutrition) મળી રહે!
આ પૈકી એક છે રાયતુ, જેને દહીંમાંથી તૈયાર કરવામાં આવે છે અને આ એક તદ્દન હૅલ્ધી અને રિફ્રેશિંગ ડિશ છે. રાયતુ સ્વાદમાં સરસ, પચવામાં હળવું અને ઠંડક પ્રદાન કરનારું હોય છે. આથી જ તીવ્ર ગરમીમાં એ પેટને આરામ આપવાનું કામ કરે છે. દહીંમાં હાજર પ્રોબાયોટિક્સ પાચનને બહેતર બનાવે છે જ્યારે એમાં ઉમેરાતા મસાલા અને અન્ય વસ્તુઓ શરીરને આવશ્યક પોષણ પ્રદાન કરે છે.
ગરમીની ઋતુમાં રાયતુ શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે, જેથી ડિહાઇડ્રેશન (Dehydration)ની સમસ્યા પણ ઓછી થઇ જાય છે. રાયતુ બનાવવાનું અત્યંત સરળ છે અને એને જુદા-જુદા સ્વાદમાં તૈયાર કરી શકાય છે. આ ગરમીની સિઝનમાં તમે ઘરે ત્રણ પ્રકારના ટેસ્ટી અને હૅલ્ધી રાયતા (Healthy Raita) બનાવી શકો છો. આ રાયતા કેવળ સ્વાદ જ નથી વધારતા પરંતુ, મોટાથી લઇને નાના બાળકો સૌ કોઇને ઘણા જ પસંદ પડશે. તમે એમને નાસ્તા અથવા તો લંચ ટાઇમે સાથે સર્વ કરી શકો છો. અહિં તમને કાકડીના રાયતાની રેસિપી અંગે જણાવીશું…આ વાનગીને તમે થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકો છો.
શી રીતે બનાવશો કાકડીનું રાયતુ? (Cucumber Raita Recipe)
કાકડીનું રાયતુ બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ તાજુ દહીં
1 મધ્યમ આકારની કાકડી
1/2 નાની ચમચી શેકેલો જીરા પાવડર
સ્વાદાનુસાર મીઠું
1 ચપટી સંચળ
1 મોટી ચમચી ઝીણો સમારેલી કોથમીર
4-5 ફુદીનાના પાન
ચપટી કાળા મરીનો પાવડર

બનાવવાની વિધિ
સૌપ્રથમ કાકડીને છીણી લો અથવા તો એના નાના ટુકડા કરી લો. એક બાઉલમાં દહીંને સારી રીતે ફેંટી લો. દહીં મોળું હોય એનું ધ્યાન રાખવું. આ ફેંટેલા દહીંમાં કાકડીને ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. એમાં હવે એમાં મીઠું, સંચળ, શેકેલો જીરાનો પાવડર અને કાળા મરીનો પાવડર ઉમેરવો. હવે કોથમીર અને ફુદીનો મિક્સ કરી લો.
જો આ રાયતાને તમે ઠંડુ કરીને ખાવા માગતા હો તો 10-15 મિનિટ માટે ફ્રિઝમાં રાખી શકો છો અને લંચ અથવા તો બ્રેકફાસ્ટમાં સર્વ કરી શકો છો.
આ પણ વાંચોઃ લીવર માટે ઘી કે તેલ નહિં પણ આ સફેદ વસ્તુ ઝેરસમાન…ફેટી લીવર અને સોજાનું મૂળ કારણ..!
આ પણ વાંચોઃ હાડકાં મજબૂત કરવા કેલ્શિયમ જરૂરી, આ 5 આહારનું કરો સેવન, ઉત્તમ પરિણામ મળશે
આ પણ વાંચોઃ મોરિંગાથી માંડીને હળદર સુધી…4 શક્તિશાળી ફૂડ્સ…મહિલાઓના PCOS અને સાંધાના દુખાવાને જળમૂળથી મટાડશે..!
