Dharm & Bhakti: વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)નો પ્રભાવ આપણા દરેક નાના-મોટા કાર્યો પર પડે છે. વિશેષ કરીને, ખાવા-પીવાની ટેવો ન તો ફક્ત આપણા સ્વાસ્થ્ય (Health)ને પરંતુ આપણા ઘરના વાતાવરણને પણ પ્રભાવિત કરે છે. આપણે કેવી રીતે બેસીને જમીએ છીએ અથવા તો શી રીતે ભોજન પીરસીએ છીએ અથવા તો થાળીમાં શું-શું મૂકીએ છીએ એ તમામ બાબતો ઊર્જાના પ્રવાહ સાથે સંલગ્ન હોય છે.

વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)ના ભોજન નિયમો
ભોજન સાથે જોડાયેલા સામાન્ય વાસ્તુ નિયમોને માનવાથી ઘરની પોઝીટિવિટી અને સમૃદ્ધિ (Positivity & Wealth) જળવાઇ રહે છે. આ બાબતોને અવગણવું ભારે પડી શકે છે! આથી આવશ્યક છે કે ભોજન સંબંધી આ વાસ્તુ નિયમોને સમજીએ અને આપણા રોજીંદા નિત્યક્રમનો એક ભાગ બનાવીએ…
યોગ્ય દિશામાં કરો ભોજન
વાસ્તુના નિયમો અનુસાર, જમતી વખતે દિશાનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. ઉત્તર-પૂર્વ દિશા (North-East Direction)ની તરફ મોં કરીને ખાવું સૌથી શુભ હોય છે. આ દિશા સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત (Energy Source) માનવામાં આવે છે. જે શરીર અને મન બંનેને ફાયદો પહોંચાડે છે. જ્યારે દક્ષિણ દિશા તરફ મોં કરીને ખાવાનું ઉચિત ગણાતુ નથી!

થાળીની યોગ્ય પસંદગી જરુરી
ભોજનની થાળી પણ તમારી ઊર્જાને પ્રભાવિત કરે છે. વાસ્તુ અનુસાર, કાંસાની થાળી (Bronze plate)ને સૌથી ઉત્તમ માનવામાં આવે છે કારણ કે, એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જો કાંસાની થાળી ઉપલબ્ધ ન હોય તો સ્ટીલનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ, પ્લાસ્ટિકની ડિશ (Plastic Dish)માં ખાવું ટાળવું જોઇએ…આ ઉપરાંત, તૂટેલી અથવા તો વળેલી થાળીમાં ભોજન કરવાનું પણ અશુભ માનવામાં આવે છે. આથી હંમેશા સ્વચ્છ અને યોગ્ય હાલતમાં હોય એવી થાળીનો જ ઉપયોગ કરવો હિતાવહ છે.
રોટલીઓની સંખ્યાનું રાખો ધ્યાન
ભોજન પીરસતી વખતે એમાં પ્રથમ શું પીરસવું એ જરુરી છે. થાળીમાં સૌપ્રથમ ભાત અને રોટલી (Rice & Roti) મૂકવું શુભ માનવામાં આવે છે…કારણ કે, અનાજને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. રોટલીઓની સંખ્યા પણ મહત્વપૂર્ણ છે.

વાસ્તુ અનુસાર, એક સાથે 1, 2 અથવા તો 4 રોટલીઓ પીરસવાનું ઉત્તમ માનવામાં આવે છે પરંતુ 3 રોટલીઓ પીરસવાનું ટાળવું જોઇએ. એમ કરવાથી એ મૃતકની થાળી ગણાય છે અને એનાથી ઘરમાં વાદ-વિવાદ અને નકારાત્મકતાનું આગમન થાય છે.
જો 3 રોટલીઓ પીરસાઇ હોય તો એના ટુકડા કરી દેવા અથવા કોઇ સાથે શેર કરવા.
મીઠું અને અથાણું મૂકવાના નિયમો
ભોજનની થાળીમાં મીઠું અને અથાણું (Salt and Pickle) મૂકવાની વિધિ પણ મહત્વપૂર્ણ છે. જો વધારાનું મીઠું થાળીમાં મૂકતા હો તો એને થાળીની જમણી તરફ રાખવું જોઇએ અને અથાણાને ડાબી તરફ રાખવું શુભ માનવામાં આવે છે.
આ વાસ્તુ નિયમોને અપનાવીને તમે તમારા ઘરનું વાતાવરણ સુખદ અને એનર્જેટિક બનાવી શકો છો.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્થળોએ ભોજન ન આરોગવું, લક્ષ્મીજીની કૃપા મેળવવા આટલું કરો
આ પણ વાંચો: આર્થિક લાભ માટે વાસ્તુશાસ્ત્રના ઉપાયો અજમાવો, લક્ષ્મીજી આવશે જરૂર તમારા આંગણે
આ પણ વાંચો: વાસ્તુશાસ્ત્ર મુજબ સ્નાન કર્યા પછી તરત આ 4 કામ ન કરવા, પ્રગતિ રુંધાશે, થશે ધનહાનિ!!
