Lifestyle/ આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો

ઓર્થોપેડિક ડૉક્ટરના જણાવ્યાનુસાર, હાડકાં ખોખલાં થતા આગાઉના પ્રારંભિક લક્ષણો કયા-કયા હોય છે? તો આવો જાણીએ, એ વિશે વિસ્તારથી-

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Health Lifestyle: આપણું શરીર મજબૂત કંકાલતંત્ર પર જ ટકેલું હોય છે. હાડકાં મજબૂત રહેવા એ ચુસ્ત-દુરસ્ત શરીર (Fit body) માટે જરુરી છે, જેનાથી શરીર લાંબો સમય સ્વસ્થ (Healthy) અને સક્રિય (Active) રહે છે. જો કે, વધતી ઉંમરની સાથોસાથ, જીવનશૈલી (Lifestyle) અને ખાણી-પીણીમાં પરિવર્તન થતું હોય છે. આના કારણે, હાડકાં નબળાં પડવા લાગે છે અને પડવા-વાગવાનું જોખમ વધી જાય છે. આવા સંજોગોમાં, હાડકાં નબળા બની જાય એ પહેલા જ એની જાણ થવી અત્યંત જરુરી છે જેથી, રિકવરી પ્રક્રિયા ઝડપી બને અને જોખમ ઓછું થઇ શકે. જો કે, હાડકાં ખોખલા થવાના કેટલાક પ્રારંભિક લક્ષણો દેખાવા લાગે છે જેની સમયસર પરખ અને બચાવ જરુરી છે. હાડકાંના વિશેષજ્ઞ તબીબ (Orthopedic Doctor)જણાવે છે કે, હાડકાં ખોખલા થતા આગાઉના પ્રારંભિક લક્ષણો કયા-કયા હોય છે? તો આવો જાણીએ, એ વિશે વિસ્તારથી-

હાડકાંમાં સતત પીડા થવી

હાડકાંની ક્ષતિ (Bone Damage)ના પ્રારંભિક લક્ષણોમાં, મોટાભાગે શરીરના કોઇ એક ભાગમાં લાંબા સમયથી પીડા થતી જોવા મળે છે. આ પ્રકારની પીડા (body Pain) સમયની સાથે વધતી જાય છે અને આરામ કરવાથી અથવા પીડાશામક દવાઓથી પણ સારું થતું નથી. હાડકાંની પીડામાં શરીર જુદા-જુદા પ્રકારના પ્રત્યાઘાતો દર્શાવે છે, જેમાં શરીર સુસ્ત રહેવાથી માંડીને ધડકન વધવી, દર્દ થવું, સણકા મારવા અને અસહ્ય પીડા જેવા લક્ષણો સામેલ છે. આ પીડા રાત્રિના સમયે હાડકાં સાથે જોડાયેલી શારીરિક પ્રવૃત્તિઓ કરવા દરમિયાન વધી જાય છે. હાડકાંની આ પીડાના લક્ષણો આગળ જતા, હાડકાંના સંક્રમણ, ઑસ્ટિઓપોરોસિસ (Osteoporosis) અને હાડકાંના કેન્સર (Bone Cancer)જેવી પરિસ્થિતિઓમાં પણ પરિવર્તિત થઇ શકે છે. હાડકાંનું કેન્સર હોય તો શરુઆતમાં ક્યારેક-ક્યારેક પીડા થાય છે, પરંતુ પ્રભાવિત ક્ષેત્રની પ્રત્યેક ગતિવિધિની સાથે-સાથે એ પીડા સતત વધતી જાય છે. આવા સમયે, હાડકાની પીડા લાંબા સમય સુધી રહેતી જોવા મળે છે.

હાડકા પાસે સોજો અથવા ગાંઠ હોવી

હાડકામાં ડૅમેજ (Damage) થયું છે એ સૌપ્રથમ સોજાના સ્વરુપમાં દેખાય છે, જે પ્રભાવિત હાડકાની આસપાસના ક્ષેત્રમાં એક ગાંઠ (tumor)ના સ્વરુપમાં દેખાય છે. હાડકાની ક્ષતિ વધવાને કારણે સોજા ઘીમે-ધીમે વધે છે પરંતુ, શરુઆતમાં એની ખબર નથી પડતી. હાડકામાં ડૅમેજ થવાથી એની આસપાસની માંસપેશીઓમાં સોજા આવે છે અથવા ગાંઠ બનવા લાગે છે અને આવી ગાંઠને કારણે હાડકામાં અસામાન્ય વૃદ્ધિ થાય છે.

મર્યાદિત પ્રવૃત્તિ

હાડકાને નુકસાન થવાથી સાંધા (Joints) અને માંસપેશીઓની સમસ્યા ઉત્પન્ન થાય છે, સાથે-સાથે ચેતાતંત્ર (Nervous System)ને પણ નુકસાન પહોંચે છે. હાડકાના નુકસાનના પ્રારંભિક લક્ષણોમાં શરીર જકડાવું અથવા કાર્યક્ષમતામાં કમી આવવી ઉપરાંત, વાગેલા હાડકાની આજુબાજુના હાથ-પગ કે સાંધા બરાબર કામ કરી શકતા નથી. એવામાં પીડા, લંગડાવું, નબળાઇ, અંગોનું સીમિત લચીલાપણું (Flexibility) વગેરે તમામ લક્ષણો હાડકાના ફ્રેક્ચર અને સાંધાઓને લગતી બીમારીઓના છે. એવામાં વ્યક્તિને હરવા-ફરવામાં તકલીફ થઇ શકે છે. જો એનો ઇલાજ સમયસર કરવામાં ન આવે તો એનાથી વ્યક્તિ વિકલાંગ પણ થઇ શકે છે.

થાક લાગવો કે વજન ઘટવું

કેન્સર અથવા કોઇ સંક્રમણથી થતી બીમારીઓ દ્વારા થતી ક્ષતિના લક્ષણો તરત શરીરમાં દેખાઇ આવે છે જેવા કે, આરામ કરવા છતાં શરીરમાં થાક કે નબળાઇ લાગવી તથા કોઈ પણ કારણ વિના વજન ઓછું થવા લાગવું (Decrease in Body Weight)! આ ઉપરાંત, રાત્રે પરસેવો વળવો અને હળવો તાવ રહેવો એ પણ એના અન્ય લક્ષણો છે. જ્યારે શરીર આવી કોઇ પણ બીમારી સામે લડે છે ત્યારે હાડકાં અને અન્ય સ્નાયુપેશીઓને એકસાથે પ્રભાવિત કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…