Lifestyle/ શું રીલ જોવાથી મગજ પર દારુ પીવા જેવી અસર થાય છે? ચોંકી ગયા!! જાણીએ, ન્યુરોલોજિસ્ટ પાસેથી…

તિયાનજિન નોર્મલ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિષયના પ્રોફેસર કિયાન વાંગના જણાવ્યાનુસાર, વધુપડતી રીલ્સ જોવાથી એકાગ્રતા,

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Lifestyle: આજકાલ, સોશિયલ મીડિયા પર રીલ્સ જોવાનો ટ્રેન્ડ દરેક ઉંમરના લોકોમાં ઘણી ઝડપથી વધી રહ્યો છે. કેટલીક સેકન્ડ્સના વીડિયો જોવામાં ભલે ને ઓછો સમય લાગતો હોય, પણ દિમાગ પર એની ઘણી અસર થાય છે. શોર્ટ-ફોર્મ વીડિયોની લત એક વૈશ્વિક જન સ્વાસ્થ્ય જોખમ બની ચૂક્યું છે. ચીનમાં તો પ્રત્યેક ઈન્ટરનેટ વપરાશકર્તા પ્રતિદિન સરોરાશ 151 મિનિટ ફક્ત વીડિયો જોવામાં વ્યતીત કરે છે અને ઈન્ટરનેટ યુઝર્સ 95.5 ટકા લોકો એને જોવા માટે મોબાઇલથી ચિપકેલા રહે છે!!

તિયાનજિન નોર્મલ યુનિવર્સિટીના, મનોવિજ્ઞાન વિષયના પ્રોફેસર કિયાન વાંગના જણાવ્યાનુસાર, વધુપડતી રીલ્સ જોવાથી એકાગ્રતા, નિંદ્રા તથા માનસિક સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. કેવળ એટલું જ નહિં પરંતુ, અવસાદ અર્થાત્ ડિપ્રેશનમાં પણ વધારો થાય છે. પ્રોફેસર કિયાન વાંગના મતે, શોર્ટ-ફૉર્મ વીડિયો એકાગ્રતા, કૌશલ્ય અને અલ્પકાલીન સ્મૃતિ(Short-term memory) પર પણ નકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે. ન્યુરોલૉજિસ્ટ અને મેન્ટલ હૅલ્થ એક્સપર્ટના જણાવ્યાનુસાર, સતત રીલ્સ જોવાથી મસ્તિષ્કની કાર્યપ્રણાલી પર, આલ્કોહોલનું સેવન કર્યા પછી જેવી અસર થાય, બિલકુલ એવી જ અસરો થાય છે!!

મારેંગો એશિયા હૉસ્પિટલ્સ, ગુરુગ્રામ તથા ‘મારેંગો એશિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ન્યુરો એન્ડ સ્પાઈન’ ના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ
ગુપ્તાના જણાવ્યાનુસાર, નાના-નાના વીડિયો તેજ-તર્રાર હોય છે, જેથી આપણા મગજને એમને પરિષ્કૃત(process) કરવાનું ભારે પડી જાય છે! નાના-નાના વીડિયો ઓછામાં ઓછા પ્રયાસોમાં મગજને હાઈ-ડોપામાઇન સમાન અનુભવ કરાવે છે, જેની સીધી જ અસર તેની કાર્યપ્રણાલી પર થાય છે. સમયાંતરે, એની અસરો વધવા લાગે છે અને આગળ જતા, આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ એની આડઅસર થાય છે.

હકીકત એ છે કે, રીલ્સનું ફૉર્મેટ નાનું અને ઝડપી હોય છે, જેનાથી દિમાગને ગણતરીની સેકન્ડોમાં નવી જાણકારી અને વિઝ્યુઅલ પ્રાપ્ત થાય છે. આની મગજ પર એવી અસર થાય છે કે, ધીમે-ધીમે તેને ત્વરિતપણે સંતુષ્ટ થવાની ટેવ પડતી જાય છે. આ પ્રક્રિયાની આડઅસરરુપે લાંબા ગાળે, કોઈ પણ કામમાં ટકી રહેવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી ક્ષમતામાં ઘટાડો થતો જાય છે. આ ઉપરાંત, તે મગજના પ્રિફ્રન્ટલ કૉર્ટેકસને પણ પ્રભાવિત કરી શકે છે, જે પ્રાપ્ત જાણકારીના આધારે આપણા વિચારો, વ્યવહારો અને ભાવનાઓને નિર્દેશિત કરવાનું કાર્ય કરે છે.

રીલ જોવામાં અને દારુ પીવામાં શી સમાનતા છે?

ન્યુરોલોજિસ્ટના જણાવ્યાનુસાર, જ્યારે આપણે રીલ જોઇએ છીએ ત્યારે મગજના રિવૉર્ડ સેન્ટરને વારંવાર, ડોપામાઇનના નાના-નાના બુસ્ટર ડોઝ મળે છે. આ એ જ ટ્રાન્સમીટર છે જે આપણી ભીતર ખુશી અને સંતોષની ભાવના ઉત્પન્ન કરે છે. દારુ પીવાથી પણ આ જ ડોપામાઇનનો સ્ત્રાવ થતો હોય છે. વળી, રીલ્સને સતત સ્ક્રોલ કર્યા કરવાથી પણ મગજને આ ડોપામાઇન હિટની લત લાગી શકે છે, જેનાથી આપણને વારંવાર નવી-નવી રીલ જોયા કરવાની ઈચ્છા થાય છે!! આ બિલકુલ એવી જ બાબત છે કે, જેમાં દારુનું સેવન કરવાથી વ્યક્તિને લાંબા ગાળે વારંવાર પીવાનું વ્યસન થઇ જાય છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…