Dharm & Bhakti : વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક અલગ દિવસે દરેક દિશાનું મહત્વ રહેલું છે. અમુક ખાસ દિવસે એ દિશા શુભ અને અન્ય દિવસે એ અશુભ માનવામાં આવે છે. ખોટી દિશામાં યાત્રા કરવાથી તમારા બનતા કાર્યો બગડી શકે છે અને તણાવ (Tention) પણ વધી શકે છે. દિશા શૂળ શું છે? એ એક સંકેત આપે છે કે, કયા દિવસે કઇ દિશામાં સફર કરવી શુભ છે કે અશુભ…
વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર (Vastu Shashtra & Astrology)માં દિશાઓને ઘણી જ મહત્તા આપવામાં આવેલી છે. એવી માન્યતા છે કે, જો સાચી દિશા (Direction)માં ઘર બનાવવામાં આવે કે પછી યાત્રા કરવામાં આવે તો તમારા બગડેલા કામો પણ બની શકે છે. પરંતુ…જો ખોટી દિશા પકડાઇ ગઇ તો?!! એ આપણને નુકસાન સિવાય કંઇ જ આપતી નથી. જ્યોતિષીય દ્રષ્ટિએ દિશા શૂળ (Disha Shool)એક એવી પદ્ધતિ છે જેમાં સાચી અને ખોટી દિશા બંને વિશે નિર્દેશો આપવામાં આવે છે. તો ચાલો જાણીએ કે શું છે દિશા શૂળનો અર્થ અને દિશા સાથે એનો સંબંધ?

વાસ્તુ શાસ્ત્ર માં દિશા શૂળ શું છે? યાત્રા કરવી ક્યારે અશુભ હોય છે?
શાસ્ત્રોક્ત રીતે, દિશા શૂળ અત્યંત અશુભ યોગ (Ashubh) ગણાય છે. એવી માન્યતા છે કે, આ યોગ જે પણ દિશામાં સર્જાય છે એ તરફ યાત્રા કરવાનું ટાળવું જોઇએ. એ દિશામાં યાત્રા (Travel) કરવાથી કામ બગડે છે અને આખો દિવસ નિરર્થક જાય છે! આ જ કારણે કહેવાય છે કે, કોઈ અત્યંત મહત્વપૂર્ણ કાર્ય માટે અથવા તો લાંબી યાત્રાએ ઘરેથી બહાર નિકળતી વખતે અવશ્ય ચૅક કરી લેવું કે આજે કઇ દિશામાં દિશા શૂળ વિદ્યમાન છે. જો એવી ખબર પડે કે તમે જે દિશા તરફ જઇ રહ્યાં છો એ દિશામાં દિશા શૂળનું નિર્માણ થઇ રહ્યું છે તો યાત્રાને સ્થગિત કરી દેવી જ હિતાવહ છે.
અઠવાડિયામાં કયા દિવસે કઇ દિશામાં રચાય છે દિશા શૂળ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અઠવાડિયાના પ્રત્યેક દિવસે એક ખાસ દિશામાં દિશા શૂળનું નિર્માણ થાય છે. જે દિશામાં એ સર્જાતું હોય એ તરફ યાત્રા કરવાનું યોગ્ય માનવામાં નથી આવતુ કારણ કે, એનાથી તમારા કાર્યોમાં વિઘ્નો, વિલંબ અથવા તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
1. સોમવાર અને શનિવાર
એવું માનવામાં આવે છે કે, આ દિવસે પૂર્વ દિશા (on Monday in East) અશુભ હોય છે. આ બંને દિવસે પૂર્વ દિશા તરફ સફર કરવાનો વિચાર પડતો મૂકવો જોઇએ. જો અત્યંત જરુરી કાર્ય હોય તો આનો ઉપાય કરી શકાય છે.
2. મંગળવાર અને બુધવાર
આ દિવસે ઉત્તર દિશામાં દિશાશૂળ (on Tuesday, Wednesday in North) હોય છે. આથી આ બંને દિવસે વ્યક્તિએ ઉત્તર દિશામાં યાત્રા કરવાથી બચવું જોઇએ. જો અત્યંત જરુરી કાર્ય હોય તો આનો ઉપાય કરી શકાય છે.

3. મંગળવાર
આ દિવસે ઉત્તર-પશ્ચિમ (North-East ) અર્થાત્ વાયવ્ય કોણ પણ પ્રભાવિત રહે છે આથી ઘણુ જરુરી હોય તો આ દિવસે ઘરેથી ગોળ (Jaggery) ખાઇને કામે નીકળવું. જો બુધવારે ક્યાંક જવું અત્યંત જરુરી હોય તો તલ અને ધાણા (Sesame and coriander) ખાઇને સફર પર નીકળવું.
4. બુધવાર અને શનિવાર
આ દિવસોમાં ઈશાન કોણ અર્થાત્ ઉત્તર-પૂર્વ દિશામાં (on Saturday, Wednesday on North-East) યાત્રા કરવાનું ટાળવું ઉચિત રહેશે.

5. ગુરુવાર
આ વાર દેવગુરુ બૃહસ્પતિનો દિવસ ગણાય છે અને આ દિવસે દક્ષિણ દિશામાં દિશા શૂળ (Thursday in South) વિદ્યમાન હોય છે. આથી ગુરુવારે દક્ષિણ દિશા તરફ યાત્રા કરવાનું શુભ માનવામાં આવતુ નથી. જો આ દિવસે યાત્રા ટાળવી અસંભવ હોય તો ઘરેથી દહીં (Curd) ખાઇને નીકળવું લાભદાયક માનવામાં આવે છે.

6. રવિવાર અને શુક્રવાર
આ દિવસોમાં પશ્ચિમ દિશામાં શૂળ (on Sunday, Friday in West) વિદ્યમાન હોય છે. જો યાત્રા ટાળવી સંભવ ન હોય તો શુક્રવારના રોજ જવ (Barley) ખાઇને અને રવિવારે ઘઉંના ફાડાનું દલિયા (Dalia) ખાઇને બહાર જવું શુભ ગણાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ચાંદીના દાગીના પહેરવાના શું ફાયદા થાય છે? ધાર્મિક તેમજ વાસ્તુશાસ્ત્રમાં પણ છે તેનું આગવું મહત્વ
આ પણ વાંચો: વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ

