Dharma & Bhakti/ મંદિરેથી પાછા ફરતા તમે આ ભૂલો તો નથી કરતા ને? ખુશીઓને લાગશે ગ્રહણ! જાણીએ, વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ…

ઘણા લોકો મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ વગાડે છે પણ વાસ્તુ શાસ્ત્રમાં આનો નિષેધ છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી સકારાત્મક ઊર્જા નષ્ટ થઇ જાય છે…

Trending Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મંદિરેથી પાછા ઘરે આવતી વખતે અમુક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. એવી માન્યતા છે કે, વાસ્તુ શાસ્ત્રના અમુક નિયમોનું પાલન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

હિન્દુ સનાતન ધર્મમાં પૂજા-પાઠનું ઘણું જ મહત્વ છે. ઘણા લોકો પૂજા કર્યા બાદ મંદિરે જઇને ભગવાનના આશિષ પ્રાપ્ત કરે છે. પરંતુ, શું તમે જાણો છો કે મંદિરે (Temple)થી પાછા ઘરે આવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું શુભ (Shubh) હોય છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર (Vastu Shashtra)માં આ અંગે કેટલાક નિયમો દર્શાવવામાં આવેલા છે જેમનું પાલન કરવાથી જીવનમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે, ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને નકારાત્મક શક્તિઓ (Negative Energies)નો પ્રભાવ ઓછો થાય છે. તો ચાલો હવે જાણીએ મંદિરથી પરત ફરતા પાળવા જોઇતા કેટલાક નિયમો (Rules) વિશે…

મંદિરથી પરત ફરતા પાળવાના નિયમો

1. ઘરે આવીને જ પ્રસાદ ખાવો

વાસ્તુશાસ્ત્ર મુજબ, મંદિરે જે પ્રસાદ (Prasad)નું વિતરણ કરવામાં આવે છે એને તમારે રસ્તામાં ખાવો જોઇએ નહિે. હંમેશાં પ્રસાદને ઘરે લાવીને કુટુંબના સભ્યો (Family) સાથે વહેંચીને ખાવો જોઇએ. આમ કરવાથી ભગવાનના આશીર્વાદ તમારા સમગ્ર કુટુંબ પર વરસે છે અને ઘરની પ્રગતિ થાય છે.

2. પાછા વળતાં ઘંટ ન વગાડવો

ઘણા લોકો મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ (Bell) વગાડે છે પણ વાસ્તુ શાસ્ત્રમાં આમ કરવાનો નિષેધ છે. એવી માન્યતા છે કે, પાછા ફરતી વખતે ઘંટ વગાડવાથી મંદિરમાંથી પ્રાપ્ત થતી સકારાત્મક ઊર્જા (Positive Energy) નષ્ટ થઇ જાય છે. ઘર સુધી એનો પ્રભાવ પહોંચી શકતો નથી અને વળી બહારની નકારાત્મક ઊર્જા પણ તમારી સાથે ઘરે આવી શકે છે.

3. ખાલી લોટો ઘરે લાવવો નહિં

અમુક લોકો મંદિરે જતી વખતે જળથી ભરેલો લોટો લઇને જાય છે અને જળ અર્પણ કર્યા બાદ ખાલી લોટો લઇને ઘરે આવે છે. વાસ્તુ શાસ્ત્ર આનો વિરોધ કરે છે. એમાં જણાવ્યાનુસાર, ભગવાનને જળ (Water) અર્પિત કર્યા પછી થોડું જળ અવશ્ય રાખવું અને એને ઘરે લઇ આવવું. આ જળનો આખા ઘરમાં છંટકાવ કરી દેવો. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ (Peace & Happiness) જળવાઇ રહે છે.

4. ઘરે આવીને તરત પગ ધોવા નહિં

મંદિરેથી ઘરે આવીને મોટા ભાગના લોકો તરત જ પોતાના પગ ધોઇ લે છે પણ વાસ્તુ શાસ્ત્રમાં આમ કરવું શુભ માનવામાં આવતુ નથી. એવી માન્યતા છે કે મંદિરથી ઘર સુધી સકારાત્મક ઊર્જા પણ તમારી સાથે ઘરે આવતી હોય છે અને એવામાં જો તરત જ પગ ધોઈ લેવામાં આવે તો આ ઊર્જા નષ્ટપ્રાય: થઇ જાય છે. આથી મંદિરથી થોડા સમય બાદ જ તમારે પગ ધોવા જોઇએ.

5. મંદિરેથી સીધા જ ઘરે આવવું

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મંદિરે દર્શન કરીને બીજે ક્યાંય ન જવું જોઇએ અને સીધા ઘરે જ આવવું જોઇએ. આમ કરવાથી મંદિરેથી પ્રાપ્ત થયેલી શુભ ઊર્જા તમારા ઘરે સાથે પધારે છે અને જો તમે એવું ન કરો તો તમારા ઘરની ખુશીઓને ગ્રહણ લાગી શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધનતેરસે લક્ષ્મી માતાની મનપસંદ સીતાફળ ખીર બનાવો અને આશિષ મેળવો…આ રહી રેસિપી..!

આ પણ વાંચો: જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…

આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…