Lifestyle/ જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…

દિવાળી અગાઉ માર્કેટમાં નકલી માવાનું જાણે કે ઘોડાપૂર આવી જાય છે અને વેપારીઓ થોડાક વધુ પૈસા કમાવાની લાલચથી આ ખતરનાક પદાર્થનું વેચાણ કરે છે…

Trending Tips & Tricks Food Health & Fitness Lifestyle

Lifestyle: હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી ગણાય છે. વર્ષ 2025ની દિવાળી (Diwali 2025) હવે નજીક છે ત્યારે ઘર-ઘરમાં પ્લાનિંગ કરવામાં આવતું હશે કે, આ વખતે કઇ મીઠાઇ (Sweet) બનાવીશું? ગુલાબજાંબુ કે કાજુકતરી, રસગુલ્લા કે બરફી, મગસ કે મોહનથાળ કે પછી માવાના ઘૂઘરા? ભારતીય પરંપરાગત મીઠાઇઓનો પ્રાણ માવો જ હોય છે પરંતુ, કેટલાક નફાખોર વેપારીઓ (Merchants) કોઇ ભય વિના, બિન્દાસ થઇને ભેળસેળયુક્ત માવો (Adulterated mawa) વેચે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક (Lethal for Health) હોય છે. તમને જાણીને આઘાત લાગશે કે, આવો માવો દૂધ (Milk)માંથી નહિં પણ સ્ટાર્ચ કે મેંદો, અને ઘણી વાર તો ડિટર્જન્ટ (Starch, Maida, Detergent) જેવા અખાદ્ય પદાર્થોમાંથી બનાવવામાં આવતો હોય છે!!

દિવાળી અગાઉ માર્કેટમાં નકલી માવા (Fake Mawa)ની માગ ઘણી વધી જાય છે અને જાણે કે, નકલી માવાનું ઘોડાપૂર આવી જાય છે! વેપારીઓ થોડાક વધુ પૈસા કમાવાની લાલચથી આ જોખમી વસ્તુનું વેચાણ પણ કરે છે!! આ ખતરનાક પદાર્થ તમારી મીઠાઇનો સ્વાદ બગડે છે એટલું જ નહિં પણ તમારા સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થાય છે.

હવે તમારે આ ચિંતા કરવાની છોડી દેવી જોઇએ કારણ કે, અમે તમારા માટે એવી ટિપ્સ (Tips) લઇને આવ્યા છીએ કે, જેનાથી તમે સરળ રીતે ઘરે બેઠાં માવાની કસોટી કરી શકો છે અને જાણી શકો છો કે, એ અસલી છે કે નકલી? તો ચાલો જાણીએ આ ટિપ્સ વિશે…

અસલ માવાની આ છે 5 કસોટી

1. સહેજ ચાખી જુઓ

અસલી માવો-

અસલી માવો મોંમાં મૂકતાવેંત આસાનીથી ગાયબ થઇ જશે અને એનો સ્વાદ તમને કાચા દૂધ જેવો ગળ્યો અને કુદરતી સ્વાદ લાગશે.

નકલી માવો-

નકલી માવો મોંમાં ચોંટી જાય છે અને ચાવવામાં એ રબર (Rubber) જેવો લાગશે અને એનો ટેસ્ટ (Taste) કેમિકલ હોય એવો કૃત્રિમ લાગી શકે છે

2. હાથ પર ઘસીને જુઓ

અસલી માવો-

માવાને લઇને તમારી હથેળી કે અંગૂઠા વડે જોરથી દબાવો અને જો એ શુદ્ધ (Pure Mawa) અને દાણેદાર હશે તો તમારી ચામડી (Skin) પર સહેજ ઘી જેવી ચીકાશ લાગશે અને એને સૂંઘતા એમાંથી ભીની મહેક પણ આવશે.

નકલી માવો-

આ દાણેદાર નથી હોતો અને એ ચિંગમ જેવો ખેંચાશે અને ચીકણો (Sticky) લાગશે. આ ઉપરાંત, એમાં કોઇ સુગંધ તો હશે જ નહિં! એમાંથી કેવળ કેમિકલ (Chemical) જેવી ગંધ આવી શકે છે.

3. ગોળી બનાવીને જુઓ

અસલી માવો-

માવાની નાની અમથી ગોળી બનાવીને જોઇ લેવું, જો માવો અણીશુદ્ધ હશે તો આ ગોળી સરળતાથી બની જશે અને તૂટશે નહિં.

નકલી માવો-

જો અગર માવો નકલી હશે તો એની ગોળી વારંવાર ક્રેક થઇને તૂટી જશે.

4. પાણીમાં ઘોળીને જુઓ

અસલી માવો-

માવાના જથ્થામાંથી એક નાનકડો ટુકડો લઇને એક ગ્લાસ ગરમ પાણી (Hot Water)માં ઉમેરો. જે માવો અસલી હોય, એ કદી પાણીમાં મિક્સ નહીં થાય પણ એ વિખેરાઇને ગ્લાસના તળિયે બેસી જશે.

નકલી માવો-

જો માવામાં સ્ટાર્ચ કે મેંદાની ભેળસેળ કરેલી હોય તો એ પાણીમાં સરળતાપૂર્વક મિક્સ થઇ જશે અને પાણીનો કલર પણ સહેજ દુધીયો (Milky) જણાશે.

5. હળવો શેકીને જુઓ

અસલી માવો-

માવાને ધીમા તાપે શેકો. જો એ અસલી હશે તે ગરમ થતાવેંત ઘી છોડવા લાગશે અને દેશી ઘી જેવી સુગંધ આવવા લાગશે.

નકલી માવો-

પરંતુ, જો માવો ભેળસેળયુક્ત હશે તો એને શેકતાં એ ઘીના બદલે પાણી છોડવા લાગશે અને એમાંથી દુર્ગંધ કે કેમિકલની વાસ પણ આવી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!