Lifestyle: દિવાળી (Diwali) આવે એટલે લોકો અને ખાસ કરીને મહિલાઓ ઘરના સાફ-સફાઇ કાર્યથી થાકી જાય છે. જો એમને કોઈ એવી ટિપ્સ (Tips) મળે કે, થાક્યા વિના ઘર ક્લીન (House Cleaning) થઈ જાય તો ભયો ભયો! જો સાચી રીતે પ્લાનીંગ (Planing) કરીને કામ કરશો તો બિલકુલ પણ થાક નહિં લાગે.
દિપાવલી એ આનંદ, પ્રકાશ અને નવીન ઊર્જાના આગમનનું પર્વ ગણાય છે. પરંતુ, ચોમાસા (Monsoon)ની ઋતુ બાદ, ઘરને સાફ કરવાનું કામ માથાનો દુ:ખાવો લાગે છે! કલાકો સુધી કામ કરવાનો બોજો દીવાળીના આનંદને ઓછો કરી દે છે. પણ અમે તમને જે ટ્રિક્સ (Tricks) દર્શાવવા જઇ રહ્યાં છીએ એ જોઇને તમને અવશ્ય રાહત મળશે.
આ એવી કારગર ટિપ્સ છે જે દિવાળીની સફાઇને સરળ બનાવી દેશે. વાસ્તવમાં જે કામ યોજનાબદ્ધ રીતે થાય એ કામમાં મજા પણ આવે છે અને સહેલું પણ લાગે છે. તમારે ફક્ત અમુક વાતને ધ્યાનમાં લેવાની રહેશે.
દિવાળીની સાફ-સફાઇની કેટલીક ટિપ્સ

1. સફાઇને તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો
સફાઇ ત્યારે જ આસાન લાગે જ્યારે તમે ડેઇલી ક્લિનીંગ (Daily Cleaning)ને તમારા રુટિનનો હિસ્સો બનાવી લો. જો માત્ર અડધો કલાક પણ તમે ઘરની સાફ-સફાઇ માટે ફાળવશો તો ઘરમાં ગંદકી જમા નહિં થાય. નાના-નાના કામો જેવા કે ડસ્ટિંગ (Dusting) કરવું, રસોડાના પ્લેટફૉર્મ પર સામાન જમા ન થવા દેવો, સમયાંતરે જાળા ન હટાવવા અને વાસણ ધોયા બાદ કિચન સિંક (Kitchen Sink) સ્વચ્છ ન કરવું….આ આદતો તમારું કામ વધારી દેશે.

2. તૂટેલો-ફૂટેલો સામાન હટાવો
દિવાળી આવતા પહેલા અમુક દિવસોની અંદર જ જે પણ વણવપરાયેલો સામાન (Extra Luggage) હોય એનો નિકાલ કરવો. જૂના કપડાં (Old Cloths) કોઈ જરુરિયાતમંદને દાન (Donate) કરી શકો છો. વળી ઘરમાં કોઇ તૂટેલા કાચના વાસણો વગેરે હોય તો એને ફેંકી દેવા. જૂના પગરખાં (Old Shoes)નું પણ દાન કરી દેવું. આ તમામ વસ્તુઓ ઘરમાં નેગેટિવ એનર્જી (Negative Energy)નું નિર્માણ કરે છે. ચોમાસું વિદાય લે એટલે ગોદડાં-ગાદલાંને તડકે તપાવી લેવા જોઇએ જેથી એમાં વાસ પણ ન આવે અને બૅક્ટેરિયાનો ગ્રોથ પણ ન થાય.

3. રસોડાની સફાઇ સૌથી મહત્વપૂર્ણ
દિવાળીમાં સૌથી પહેલા તો તમારા ભોજનગૃહ (Kitchen)ની સફાઇ કરી લેવી હિતાવહ છે. કિચનમાં સૌથી વધુ ગંદકી જમા થાય છે આથી જે કોઇ વધારાનો નવો સામાન સંઘરી રાખ્યો હોય એને તમે તમારા કોઇ સ્વજન, મિત્રને ભેટ આપી શકો છો અથવા તો દાન કરી શકો છો. રસોડાને ક્લિન કરવા માટે ગરમ પાણીમાં વિનેગર ડિશવૉશ લિક્વિડને મિક્સ કરીને એક નેચરલ ક્લિનર બનાવી એને સ્પ્રે બોટલમાં ભરી લો. એનો ઉપયોગ તમે તમારા પ્લેટફૉર્મ સ્લેબ (Platform Slab) અને કબાટોને સાફ કરવા માટે કરી શકો છો. જો તમારા રસોડામાં ચિમની કે એક્ઝોસ્ટ ફૅન (Chimney & Exhaust Fan) હોય તો દર બે અઠવાડિયે એને ક્લીન કરવા જેથી એમાં ગ્રીસનું ચીકણું લૅયર જામે નહિં.
4. શયનખંડ સ્વચ્છ રાખો
મોટાભાગે લોકો બેડરુમ (Bedroom)ને એટલા બધા સામાનથી ભરચક્ક કરી દે છે કે સફાઇ કરતા દમ નીકળી જાય છે! સજાવટનો સામાં એટલો બધો ન હોવો જોઇએ કે જેનાથી અગવડ પડે. વધારાની સજાવટની ચીજવસ્તુઓને એક બોક્સમાં ભરીને મૂકી દો અને કોઇ વિશેષ તહેવાર કે પ્રસંગે એને સજાવો નહિં તો એના પર ધૂળ ચડ્યા કરશે અને તમારું કામ વધી જશે!
5. તહેવારના દિવસ સુધી રાહ ન જુઓ
નવરાત્રિ (Navratri) જાય એ પછી તરત જ થોડી-થોડી સફાઇ કરવાનું શરુ કરી દેવું. દાખલા તરીકે, પ્રથમ તમારા કપડાંના કબાટ સાફ કરી લો. અન્ય બે દિવસ કિચન સફાઇ માટે ફાળવો. એક દિવસ સ્ટોર રુમ (Store Room)ની સફાઇ કરી લો. જો તમારી પાસે ફૂલછોડના કૂંડા (Plants) હોય તો 2-3 કલીક એની સફાઇ અને માવજતમાં ફાળવવા. આ પ્રમાણે પ્લાનિંગથી સફાઇ કરશો તો દિવાળી આવતા સુધીમાં તો તમારું તમામ સફાઇકાર્ય પૂર્ણ થઇ જશે અને તમને થાક પણ નહિં લાગે!
આ રીતે તમે થોડું કામ દરરોજ કરીને ઘરને ચોખ્ખુંચણાક અને તરોતાજા બનાવી શકો છો.
આ પણ વાંચો:અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!
આ પણ વાંચો:વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવા રીંગ વાળા પડદા? મૂંઝાશો નહિં, અજમાવો આ ટિપ્સ…
આ પણ વાંચો:ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…
