Lifestyle: રસોડામાં રસોઇ બનાવવાનું કાર્ય પૂર્ણ થયા બાદ કિચન સિંક (Kitchen Sink) અને પ્લેટફોર્મના સ્લૅબ (Kitchen Platform Slab)ની સફાઇ કરવાનો કંટાળો એક સમયે બધાને આવતો હશે! ઘસવા છતાં પણ એ સાફ નથી થતાં કારણ કે, તેલ, મસાલા, ઢળી ગયેલું ભોજન તથા ધુમાડાને કારણે એક લૅયર (Layer) જમા થતું રહે છે જેને સ્વચ્છ કરવાનું (Cleaning) અઘરું લાગે છે. પણ હવે નહિં કેમ કે, અમે તમારા માટે લાવ્યા છીએ કેટલીક ટિપ્સ (Tips), જેને અપનાવીને તમે તમારા કિચન સિંક અને પ્લેટફોર્મ સ્લૅબની ગંદકીને દૂર કરીને ચોખ્ખું ચણાક બનાવી શકો છો.

ઘરમાં સૌથી વધારે મહત્વપૂર્ણ પણ સૌથી વધુ ગંદો થતો કોઇ ભાગ હોય તો એ રસોડું (Kitchen) છે. સવારના પહોરમાં ચા-કોફી (Tea-Coffee) બનાવવાથી માંડીને રાત્રિભોજન (Dinner) સુધી વ્યસ્ત રહેતો ઘરનો આ ભાગ સૌથી વધારે સાફ-સફાઇ માગે છે. કિચનને સ્વચ્છ રાખવું અત્યંત જરુરી હોય છે અને જો તે ગંદુ રહે તો, એમાં સૂક્ષ્મ જીવો (Microorganisms)નો વિકાસ થવાનો ભય રહે છે અને જેની અસર ઘરના સભ્યોના સ્વાસ્થ્ય (Health) પર પડે છે. રસોડામાં પેદા થતા બેક્ટેરિયા (Bacteria) ભોજનમાં પ્રવેશે છે અને એને ખાનાર વ્યક્તિના શરીરમાં જઇને એને માંદો (Sick) બનાવી શકે છે. આ ઉપરાંત, ખોરાકના ટુકડા અથવા કણો કિચન સિંકમાં ફસાઇને સડો પેદા કરે છે જેના પરિણામે સિંક બ્લોક (Sink Blockage)થઇ જાય છે અને વાસ (Smell) મારે છે. આ સંજોગોમાં કિચન પ્લેટફોર્મ સ્લૅબ અને કિચન સિંકને સ્વચ્છ રાખવા માટે અહિં કેટલીક સરળ ટિપ્સ દર્શાવવા જઇ રહ્યાં છીએ જેને અપનાવીને, તમે તમારા રસોડાને ચોખ્ખું ચણાક બનાવી શકો છો.

કિચન પ્લેટફૉર્મનો સ્લેબ શી રીતે સાફ કરશો?
કિચન પ્લેટફોર્મના સ્લૅબને સાફ કરવા માટેનો આ અકસીર નુસખો છે. ગરમ પાણીમાં વિનેગર અને બેકિંગ સોડા (Vinegar & Baking Soda)ને મિક્સ કરો અને પથી લિક્વિડ ડિશ વૉશ સાબુ (Liquid Dish Wash Soap) મિક્સ કરો. આ મિશ્રણ વડે કિચન સ્લૅબ પર જામેલી ગંદકીને સ્ક્રબરથી ઘસીને સાફ કરી લો. ત્યારબાદ, બેકિંગ સોડા અને વિનેગરને મિક્સ કરીને તૈયાર પેસ્ટને પ્લેટફોર્મના સ્લૅબ પર લગાવી દો. જ્યાં વધારે ચીકણું હોય ત્યાં ખાસ લગાવવું. હવે 10 થી 15 મિનિટ સુધી રાહ જોયા બાદ, સ્ક્રબર (Scrubber) વડે સાફ કરી લો. કિચન પ્લેટફોર્મને ભીના પોતા (Mop) વડે સાફ કરી લો અને ત્યારબાદ, સ્વચ્છ કોરા પોતા વડે લૂછી લો. તમારા કિચન પ્લેટફોર્મનો સ્લૅબ ચમકી ઉઠશે!
કિચન સિંકની સફાઇ કેવી રીતે કરશો?
1. બેકિંગ સોડા અને વિનેગર
રસોડાના સિંકને સાફ કરવાનો સરળ ઉપાય છે, બેકિંગ સોડા અને વિનેગર! આ બંને નેચરલ ક્લીનર (Natural Cleaner) છે અને સિંકમાં ફસાયેલી ગંદકીને દૂર કરવા માટે અત્યંત અસરકારક સિદ્ધ થાય છે. આ ઉપાય કરવા માટે પ્રથમ, સિંક ઉપર બેકિંગ સોડાને ભભરાવો અને એના ઉપર સિરકાને રેડી દો. થોડી વાર એને એમ જ રહેવા દો ત્યારબાદ, એક સ્ક્રબરની મદદથી સિંકને સારી રીતે ઘસીને ક્લીન કરી લો.
2. હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ગરમ પાણી
આ ઉપરાંત, તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ (Hydrogen Paroxide)નો ઉપયોગ પણ કરી શકો છો. એને સિંકમાં ભભરાવીને એની ઉપર ગરમ પાણી રેડવું. તમારી સિંક સાફ થઇ જશે.

3. સોડા, લીંબુ અને મીઠાનો પ્રયોગ
જો તમારા કિચન સિંકમાંથી વાસ આવતી હોય તો ઉકળતા પાણીમાં સોડા, મીઠું અને લીંબુનો રસ (Soda, Salt, Lemon Juice) મિક્સ કરી લો. ત્યારબાર તરત જ એને સિંકમાં રેડી દો. સવાર સુધી રાહ જુઓ. સવારે તમારી સિંકમાં ભરાયેલો કચરો દૂર થઇ ગયેલો હશે અને એની દુર્ગંધ પણ જતી રહી હશે.
4. રેડીમેઇડ કલીનિંગ પાઉડર
બજારમાં સિંકને સાફ કરવા માટેના ઘણા તૈયાર પાઉડર (Sink Cleaning Powder) ઉપલબ્ધ છે. તમે આ ઉપાયો ન કરવા માંગતા હો તો આ તૈયાર પેકેટ લાવીને એને રાત્રે સિંકમાં ખાલી કરી દેવો અને સવારે પાણી રેડીને જોશો તો, સિંક સ્વચ્છ થઇ ગયેલી હશે અને એની દુર્ગંધ પણ દૂર થઇ ગઇ હશે.
