Not Set/ ઉત્તર પ્રદેશ : ૩૮ વર્ષીય દલિતની હત્યા, ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ

મુઝફ્ફનગર ઉત્તર પ્રદેશમાં ૩૮ વર્ષીય એક દલિતની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શનિવારે પોલસને મૃતકની લાશ ઘરથી થોડે દૂર મળી આવી હતી. મૃતકના નામની ઓળખાણ મનોજ કુમાર તરીકે પોલીસે કરી છે. તેની લાશ ઘરથી દૂર આવેલા હરેતી ગામમાંથી  મળી આવી હતી. મૃતકના ભાઈને ત્રણ લોકો પર શંકા હતી જેની તેણે પોલીસમાં જાણ કરી હતી.પોલીસના કહ્યા […]

India Trending

મુઝફ્ફનગર

ઉત્તર પ્રદેશમાં ૩૮ વર્ષીય એક દલિતની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. શનિવારે પોલસને મૃતકની લાશ ઘરથી થોડે દૂર મળી આવી હતી.

મૃતકના નામની ઓળખાણ મનોજ કુમાર તરીકે પોલીસે કરી છે. તેની લાશ ઘરથી દૂર આવેલા હરેતી ગામમાંથી  મળી આવી હતી.

મૃતકના ભાઈને ત્રણ લોકો પર શંકા હતી જેની તેણે પોલીસમાં જાણ કરી હતી.પોલીસના કહ્યા પ્રમાણે આ હત્યા મામલે તે લોકોએ ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. સુરેન્દર, યશપાલ અને સુખબીર આ ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે.

આ હત્યા શા માટે કરવામાં આવી તે અંગેની વધું તપાસ પોલીસે હાથ ધરી છે.