Kashmiri Pandit Employees Security Concern: કાશ્મીર ઘાટીમાં PM પેકેજ હેઠળ કામ કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. છેલ્લા કેટલાક સમયથી મળી રહેલી ધમકીઓ વચ્ચે કર્મચારીઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક સુરક્ષા પગલાં ભરવાની માંગ કરી છે. કર્મચારીઓનું કહેવું છે કે તેઓ છેલ્લા લગભગ 15 વર્ષથી ઘાટીમાં ફરીથી જીવન વસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તાજેતરની ધમકીઓના કારણે ફરી વિસ્થાપનનો ભય સતાવી રહ્યો છે.
PM પેકેજ કર્મચારીઓમાં ભયનો માહોલ
ઓલ PM પેકેજ એમ્પ્લોયીઝ ફોરમના અધ્યક્ષ સની રૈનાએ પત્રમાં કાશ્મીરી હિંદુ કર્મચારીઓ અને તેમના પરિવારજનોની ચિંતાઓ રજૂ કરી છે. તેમના જણાવ્યા મુજબ બહારથી પરિસ્થિતિ સામાન્ય દેખાતી હોવા છતાં જમીન પર ભય અને તણાવનો માહોલ છે. અનેક પરિવારો પોતાની સુરક્ષા ઉપરાંત બાળકોના ભવિષ્યને લઈને પણ ચિંતિત છે.
ધમકીભર્યા પત્રોથી વધ્યો ડર
કર્મચારીઓનું(Kashmiri Pandit) કહેવું છે કે તાજેતરમાં મળી રહેલી ધમકીઓ તેમને 1990ના દાયકાના દિવસોની યાદ અપાવી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં PM પેકેજ હેઠળ તૈનાત કર્મચારીઓને કથિત રીતે ધમકીભર્યા પત્રો મળ્યા છે. કેટલાક પત્રોમાં સરકારી નોકરી છોડવાની ચેતવણી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલામાં ‘યુનાઇટેડ લિબરેશન કાઉન્સિલ’ એટલે કે ULCનું નામ સામે આવી રહ્યું છે.
કર્મચારીઓનો વ્યક્તિગત ડેટા પણ લીક
મામલો માત્ર ધમકીભર્યા પત્રો સુધી સીમિત રહ્યો નથી. કર્મચારીઓના (Kashmiri Pandit) ફોન નંબર, રહેણાંકના સરનામાં અને વાહનોના રજિસ્ટ્રેશન નંબર જેવી વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થવાના દાવાથી પણ ચિંતા વધી છે. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ઘણા લોકો હજુ પણ ભાડાના મકાનોમાં રહે છે, જ્યારે કેટલીક ટ્રાન્ઝિટ કોલોનીઓમાં પણ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
અમિત શાહ પાસે સુરક્ષા વધારવાની માંગ
કર્મચારીઓએ ગૃહમંત્રીને(Kashmiri Pandit) લખેલા પત્રમાં સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવાની અને ધમકી આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. PM પેકેજ હેઠળ કામ કરતા કર્મચારીઓ, તેમના પરિવારજનો અને રહેણાંક વિસ્તારોની સુરક્ષા વધારવા ઉપરાંત તમામ આવાસોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની પણ અપીલ કરવામાં આવી છે. સાથે જ ધમકી મળ્યા બાદ કર્મચારી તાત્કાલિક ફરિયાદ કરી શકે અને સમયસર સુરક્ષા મેળવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરવામાં આવી છે.
‘કાશ્મીર છોડવા નથી માંગતા’
કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કાશ્મીર છોડવા માંગતા નથી. તેમના જણાવ્યા પ્રમાણે છેલ્લા 15 વર્ષમાં તેમણે ઘાટીમાં ફરી જીવન સ્થાપિત કરવા માટે મહેનત કરી છે. 2022માં કાશ્મીરી પંડિત (Kashmiri Pandit) કર્મચારી રાહુલ ભટની હત્યા બાદ પણ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા હતા. હવે નવી ધમકીઓથી ફરી એ જ ચિંતા સામે આવી છે. કર્મચારીઓની માંગ છે કે તેમને નોકરી અને સુરક્ષા વચ્ચે કોઈ એક વિકલ્પ પસંદ કરવાની ફરજ ન પડે અને ઘાટીમાં કામ કરવા માટે સુરક્ષિત વાતાવરણ મળે.
આ પણ વાંચો:કાશ્મીરી પંડિતોના કાતિલ બાસિત ડાર પર 10 લાખનું ઈનામ હતું
આ પણ વાંચો:‘એક પણ કાશ્મીરી પંડિત નહીં, ઓપરેશન સિંદૂર માટે કોંગ્રેસના સાંસદ તંખાએ સવાલ ઉઠાવ્યા
આ પણ વાંચો:પહેલીવાર દશેરા પર્વમાં પહોંચેલા ફારૂક અબ્દુલ્લાએ કરી મોટી જાહેરાત, કહ્યું- ‘કાશ્મીરી પંડિતોના ….
