Health & Fitness News : અવારનવાર હાથ કે પગની આંગળીઓમાં નખની આજુબાજુની ત્વચાના પાતળા પડ ઉખડવા લાગે છે અને મૃત કોષો જમા થાય (Cuticle peeling) છે. ઘણા લોકો તેને દાંત વડે ખેંચીને કાઢવાનો પ્રયાસ કરે છે, જેનાથી રક્તસ્ત્રાવ થઈ શકે છે અથવા લીંબુ-મરચાં જેવી વસ્તુઓ અડવાથી તીવ્ર બળતરા થાય છે. આ સમસ્યા મુખ્યત્વે હાઇડ્રેશનનો અભાવ, કેમિકલ્સનો સંપર્ક અને શરીરમાં જરૂરી વિટામિન્સની અછતને કારણે થાય છે.
Cuticle peeling : નખની આસપાસની ત્વચા છોલાવાના મુખ્ય કારણો
વિટામિન A, C, E અને B-કોમ્પ્લેક્સ (Biotin) ઉપરાંત આયર્ન, મેગ્નેશિયમ કે કેલ્શિયમ જેવા તત્વો ઘટવાથી ત્વચા અતિશય શુષ્ક થઈને ઉખડવા લાગે છે.ત્વચામાં પૂરતા ભેજનો અભાવ હોવાથી ક્યુટિકલ્સની આસપાસની જગ્યા રૂક્ષ બને છે.લાંબા સમય સુધી વાસણ-કપડાં ધોવાના સાબુ, ડિટર્જન્ટ કે પાણીમાં હાથ રહેવાથી ચામડી એકદમ પોચી પડીને તૂટવા લાગે છે.
સમસ્યાથી બચવા માટે ઘરગથ્થુ ઉપાયો
ઘરકામ વખતે કેમિકલયુક્ત સાબુથી બચવા માટે મોજાં (Gloves) પહેરવાની ટેવ પાડો.આંગળીઓને 5 થી 10 મિનિટ હૂંફાળા પાણીમાં બોળી રાખ્યા બાદ વેસેલિન અથવા એલોવેરા જેલ લગાવો.મલાઈ અથવા મધમાં ચપટી હળદર ભેળવીને લગાવવાથી નખની આસપાસની જગ્યા નરમ રહે છે.ઉખડેલી ત્વચાને ખેંચવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે, તેથી તેને નુક્સાન ન પહોંચાડો.
ક્યુટિકલ ઓઇલ (Cuticle Oil) અને આહારનું મહત્વ
જોજોબા ઓઇલ, બદામનું તેલ, અળસીનું તેલ અથવા વિટામિન-E યુક્ત તેલ આંગળીઓ પર લગાવવાથી ત્વચા પર રક્ષણાત્મક કવચ બને છે. આ તેલ શુષ્ક ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે અને ઇન્ફેક્શન રોકે છે.આ સિવાય શરીરમાં આયર્ન, કેલ્શિયમ અને વિટામિન્સની પૂર્તિ માટે દૂધ, અખરોટ, બદામ, લીલા શાકભાજી અને કાળા ચણા જેવો સંતુલિત આહાર નિયમિતપણે લેવો જોઈએ.
આ પણ વાંચો :ચટપટું ખાવાની ઈચ્છા થાય છે? બનાવો ચણા દાળ નમકીન…મિનિટોમાં બનતી નમકીન રેસિપી..!
આ પણ વાંચો :લાલ કે સફેદ રાજમા: સ્વાસ્થ્ય અને પોષણની દ્રષ્ટિએ તમારા શરીર માટે કયા વધુ ફાયદાકારક છે?
આ પણ વાંચો :પ્રોટીન પાઉડર ભૂલી જશો: શરીરને મજબૂત અને ઉર્જાવાન બનાવતા ગામડાના 5 દેશી સુપરફૂડ્સ
