Food Recipe: ચા અને નમકીનનો તો એક અનોખો સાથ છે…લોકોને ચા સાથે નમકીન ફરસાણ ખાવું ઘણું જ પસંદ હોય છે! જો તમે પણ કંઇક તીખું, ક્રંચી અને મજેદાર ખાવા માગતા હો ચો ઘરે સરળતાથી બનતા ચણા દાળ નમકીન (Chana Dal Namkeen)ને એક વાર ટ્રાય કરી જુઓ…
બજારમાં મળતા ફરસાણ (Namkeen)માં ઘણી વાર એકના એક તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને જેથી ફરસાણમાં એક વિચિત્ર વાસ આવતી હોય છે. આ વારંવાર તળેલું તેલ સ્વાસ્થ્ય (Health) માટે સારું પણ નથી હોતુ અને એના સ્થાને તમે ઘરે જ શુદ્ધ અને પોતાની પસંદનું કોઈ પણ તેલ વાપરીને ફરસાણ કે નમકીન બનાવી શકો છો. તો ચાલો જાણીએ, ચણા દાળ બનાવવાની મસ્ત મજાની રેસિપી…
બધા ઘરોમાં અવનવી મીઠાઈ અને ફરસાણ (Sweets & Snacks) બનાવવામાં આવે છે. અમુક લોકો બજારમાંથી તૈયાર મીઠાઈ અને ફરસાણ લાવવાનું પસંદ કરે છે. પરંતુ, ઘરે બનાવેલા નાસ્તાની તો વાત જ કેઇક ઓર હોય છે! વળી મહેમાનો (Guests) ઘરે મળવા પધારે છે અને એમનું સ્વાગત ભાત-ભાતના મીઠાઈ અને ફરસાણ સર્વ કરીને કરવામાં આવે છે. અહિં, અમે તમારા માટે લઇને આવ્યા છીએ સ્વાદિષ્ટ ફરસાણ (tangy snack)ની રેસિપી! આ એક એવું સ્નૅક (Chana Dal Namkeen) છે કે, જેને એકવાર આરોગવાનું શરુ કરશો પછી રોકાવાનું નામ જ નહિં લો!
શી રીતે બનાવશો ચણાદાળ નમકીન? (Chana Dal Namkeen Recipe)
ચણાદાળ નમકીન બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ ચણાની દાળ
પા ચમચી ખાવાનો સોડા
પાણી આવશ્યકતા અનુસાર
તેલ તળવા માટે
પ્રથમ મસાલા માટેની સામગ્રી
1 ચમચી ચાટ મસાલા
પા ચમચી કાળા મરીનો પાવડર
સ્વાદાનુસાર મીઠું
1 ચમચી આમચૂર
સ્વાદાનુસાર સંચળ
પા ચમચી હળદર
સ્વાદાનુસાર લાલ મરચું પાવડર
બીજા મસાલા માટેની સામગ્રી
1 ચમચી વરિયાળી
1 ચમચી ખસખસ
2 ચમચી સૂકો ફુદીનો
1 ચમચી દળેલી ખાંડ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 1 કપ ચણાની દાળ લો. તમે જે ઘરમાં રેગ્યુલર વાપરતા હોય એ જ દાળ લેવાની રહેશે.
2. આ દાળને ધોઈને સારી રીતે ફૂલી જાય એ માટે પાણીમાં પલાળી દો. એમાં પા ચમચી ખાવાનો સોડા (Baking Soda) ઉમેરી દેવો.
3. આ ચણાદાળને 6-8 કલાક સુધી પલાળી રાખવાથી એ ફૂલીને બમણી થઈ જશે.
4. હવે આ પલળેલી દાળને 3-4 વાર સારી રીતે ધોઈ લેવી અને ધ્યાન રાખવું કે દાળ પરનો સોડા દૂર થઈ જાય! સ્વચ્છ પાણી દેખાય એટલે ધોવાનું બંધ કરવું.
5. આ ધોયેલી દાળને એક સ્વચ્છ કપડા પર સૂકવી દેવી અને ઉપર પણ એક કપડું રાખવું જેથી એ હળવી સુકાઈ જાય.
6. હવે વારો છે એનો મસાલો તૈયાર કરવાનો…આ માટે ચાટ મસાલા, કાળા મરીનો પાવડર, આમચૂર પાવડર, મીઠું, સંચળ, હળદર અને લાલ મરચું પાવડર મિક્સ કરવા.
7. એક અન્ય મસાલો પણ બનાવવાનો રહેશે. એ માટે વરિયાળી, ખસખસ, સૂકો ફુદીનો, દળેલી ખાંડ લો. વરિયાળી, ખસખસ (Fennel seeds, Poppy seeds)ને હળવી શેકી લો. એમાં ફુદીનો (Dry Mint) નાખી મિક્સરમાં મિક્સ કરો અને દળેલી ખાંડ ઉમેરી દો.
8. એક કડાઈમાં નમકીન ફ્રાય કરવા માટે તેલ (Oil) ગરમ થવા મૂકો. દાળને સુતરાઉ કપડાની મદદથી લૂછીને ગરમ તેલમાં ઉમેરીને ફ્રાય કરી લો.
9. દાળને ફ્રાય કરતી વખતે ગૅસના તાપને તેજ રાખવો અને થોડી-થોડી દાળ તળવી જેથી એ બળી ન જાય…
10 આ તળેલી દાળ પર બનાવેલો મસાલો છાંટી દેવો. તમે તમારો મનપસંદ અન્ય મસાલો પણ ભભરાવી શકો છો.
તમે ઈચ્છો તો મીઠા લીમડાના પાન પણ ફ્રાય કરીને આ નમકીનમાં મિક્સ કરી શકો છો. દાળ ઠંડી કરીને એમાં વરિયાળી-ફુદીનાનો મસાલો પણ ભભરાવીને હલાવી દેવો. એને ખાસ ઠંડી દાળ પર જ ભભરાવવો કારણ કે, એમાં રહેલી દળેલી ખાંડના કારણે ગરમ દાળમાં મિક્સ કરવાથી ભેજ આવી શકે છે.
તો તૈયાર છે તમારું મસાલેદાર ચણાદાળ નમકીન… આ સૂકા નાસ્તાને (Chana Dal Namkeen) ઠંડો કર્યા બાદ તમે એરટાઈટ ડબ્બામાં ભરીને દિવસો સુધી ખાઈ શકો છો.
સ્ટોર કરવાની રીત
ઘરે બનાવેલું આ ફરસાણ શુદ્ધ અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખાવામાં પણ હળવું (Light Snack) હોય છે. નાના-મોટા સૌ કોઇને આ સ્નૅક ખૂબ જ પસંદ પડશે.
એને સ્ટોર કરતા અગાઉ તદ્દન ઠંડુ થવા દેવું. ત્યારબાદ, કોરા એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવું અને બહાર જ રાખવું. આ ફરસાણને 2 થી 3 અઠવાડિયા સુધી ખાઇ શકાય છે.
આ પણ વાંચો: હવે ઘરે જ બનાવો બજાર જેવા ક્રિસ્પી ‘કુરકુરે મોમોઝ’, જાણી લો તેની સિક્રેટ અને સરળ રેસીપી
આ પણ વાંચો: નાસ્તામાં કેવી રીતે બનાવશો સ્વાદિષ્ટ ખીલેલા પૌંઆ…પોષક તત્વોથી સભર ડિશની રેસિપી..!
