Himmatnagar News: સાબરકાંઠાના હિંમતનગરમાં ઉત્તરાયણનો તહેવાર ન હોવા છતાં ઘાતક દોરીથી (Himmatnagar Kite String) બાઈકસવાર યુવક ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. કવિ ઉમાશંકર બ્રિજ પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા યુવકના ચહેરા પર અચાનક દોરી વાગતાં તેને ઈજા થઈ હતી.મળતી માહિતી મુજબ, બાઈકસવાર તેજસ પટેલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા વચ્ચે આવેલી દોરી તેમના ચહેરાના નાકના ઉપરના ભાગે વાગી હતી. દોરી વાગતાં તેમના ચહેરા પર (Bike Rider Injured) ઊંડો ઘા થયો હતો.
બ્રિજ પરથી પસાર થતાં અચાનક દોરી વાગી
અચાનક બનેલી ઘટનાને (Dangerous Kite String) કારણે યુવકને ઈજા થઈ હતી. ઘટના બાદ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઉત્તરાયણનો તહેવાર પણ ન હોવા છતાં જાહેર રસ્તા પર આ પ્રકારની ઘાતક દોરી કેવી રીતે પહોંચી તે અંગે સવાલો ઊભા થયા છે.
Himmatnagar Kite String: તહેવાર વગર ઘાતક દોરી ક્યાંથી આવી?
સામાન્ય રીતે પતંગની દોરીના કારણે ઉત્તરાયણ દરમિયાન વાહનચાલકોને ઈજા થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, હિંમતનગરમાં ઉત્તરાયણનો સમય ન હોવા છતાં આવી ઘટના બનતાં સ્થાનિકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.બ્રિજ પર આવેલી દોરી કોઈ પતંગના ઉપયોગમાં લેવાઈ હતી કે અન્ય કોઈ કારણસર રસ્તા પર આવી હતી, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
જાહેર માર્ગ પર દોરી હોવા છતાં તે સમયસર દૂર કેમ ન થઈ અને દોરી ક્યાંથી આવી તે અંગે હવે તપાસ જરૂરી બની છે. ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.તહેવાર વગર જ ઘાતક દોરીના કારણે બાઈકસવાર યુવકને ઈજા થતાં રસ્તા પર આવી રીતે પડેલી દોરી વાહનચાલકો માટે કેટલું જોખમ ઊભું કરી શકે છે તે ફરી સામે આવ્યું છે.
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો: લોહિયાળ પતંગબાજી, જીવલેણ ચાઈનીઝ દોરીથી વધુ એક યુવાન ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: અમદાવાદ : PIની પિસ્ટલ ઝૂ્ટવવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં ગોળી વાગી
આ પણ વાંચો: બનાસકાંઠામાં વધુ એક યુવાન બન્યો ચાઈનીઝ દોરીનો ભોગ
