Sabarkantha News/ લોહિયાળ પતંગબાજી, જીવલેણ ચાઈનીઝ દોરીથી વધુ એક યુવાન ઇજાગ્રસ્ત

ખેડબ્રહ્મામાં પતંગ ચગાવતા યુવક ચાઈનીઝ દોરી (Chinese Rope)ના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, પ્રતિબંધ છતાં દોરી બજારમાં વેચાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો, તંત્ર સામે કડક કાર્યવાહી માટે માગ.

Trending Gujarat Others
Chinese Rope

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દાદીવાડ ગામે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી (Chinese Rope)ના કારણે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ઉત્તરાયણ પર્વ નજીક આવતા પતંગબાજી દરમિયાન એક યુવક પર અચાનક ચાઈનીઝ દોરી આવી પડતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, દાદીવાડ ગામનો યુવક પતંગ ચગાવી રહ્યો હતો તે સમયે નજીકથી પસાર થતી ચાઈનીઝ દોરી તેના ચહેરા પર વાગી હતી. ધારદાર દોરી વાગતાં યુવકના ચહેરા પર ઊંડો ઘા પડ્યો હતો અને લોહી વહી નીકળ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રતિબંધ છતાં ચાલુ ચાઈનીઝ દોરી (Chinese Rope)નું વેચાણ

આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સરકાર દ્વારા ચાઈનીઝ દોરી (Chinese Rope)ના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં બજારમાં છુપાઇને તેનું વેચાણ થતું હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે યોગ્ય દેખરેખના અભાવે વેપારીઓ બિનધાસ્ત રીતે આ જીવલેણ દોરી વેચી રહ્યા છે.

કડક કાર્યવાહી કરવાની માગ

ઘટનાને લઈને પીડિત પરિવાર અને ગ્રામજનોએ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. સ્થાનિકોએ માગ કરી છે કે ચાઈનીઝ દોરી (Chinese Rope) વેચતા અને વાપરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ફરી ન બને. ઉત્તરાયણ દરમિયાન લોકોની સલામતી માટે તંત્ર દ્વારા સઘન ચેકિંગ અને કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જીવલેણ દોરી સામે ગુજરાત હાઈકોર્ટનો સખ્ત વલણ: ચાઈનીઝ દોરી-તુક્કલ હવે નહીં ચાલે!

આ પણ વાંચો:  બનાસકાંઠામાં વધુ એક યુવાન બન્યો ચાઈનીઝ દોરીનો ભોગ

આ પણ વાંચો: પંચમહાલમાં ચાઈનીઝ દોરીએ લીધો આધેડનો જીવ