Surendranagar Land Scam : સુરેન્દ્રનગરમાં 1500 કરોડના NA (બિનખેતી) જમીન (Land) હેતુફેર કૌભાંડ (Scam)માં ઈડીએ મોટો ખુલાસો કર્યો છે. આજે સવારે (2 જાન્યુઆરી 2025) સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ (Collector Rajendrakumar Patel)ને તેમના બંગલામાંથી ધરપકડ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુની લાંચ લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઈડીએ તપાસ દરમિયાન અનેક દસ્તાવેજો, પીડીએફ ફાઇલ્સ, ફોટોઝ અને મોબાઇલ ચેટ્સ પકડ્યા, જેના આધારે કૌભાંડની સંપૂર્ણ માહિતી મળી. જિલ્લા કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના કર્મચારીઓ લાંચનું વહન કરતા જોવા મળ્યા.

Land Scamમાં કલેકટર રાજેન્દ્ર પટેલ મુખ્ય સૂત્રધાર
તપાસ દરમિયાન નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલે પોતાનું નિવેદન આપી દીધું છે. તેમના જણાવ્યા મુજબ, લાંચમાંથી 50% હિસ્સો જિલ્લા કલેક્ટરને મળતો હતો, 25% એડિશનલ કલેક્ટર ઓઝાને, 10% મમલતદાર મયૂર દવેને અને 5% ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલને જતાં હતા. અરજદારોના હસ્તલિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડમાંથી લાંચના તમામ હિસ્સાવાર વિતરણ, દલાલોની જોડાણ અને અધિકારીઓની ભાગીદારીનો પુરાવો મળ્યો છે.

હિસાબ શીટથી સમગ્ર લાંચ સ્કીમ સ્પષ્ટ
EDએ 23 ડિસેમ્બરે સર્ચ દરમિયાન છુપાવેલી 67.50 લાખ રોકડ અને મોંઘા મોબાઇલ ઉપકરણો પણ જપ્ત કર્યા. કલેક્ટરના દીકરા-દીકરીની સ્કૂલ ફી ચૂકવવામાં આવી ન હતી, અને તેમના નામે અમદાવાદમાં ફ્લેટ ખરીદવાનો કરાર પણ તપાસ હેઠળ આવ્યો. જેના ભાડાની આવક પરિવારના ખાતામાં જમા થતી હતી. ED દ્વારા મળેલા દસ્તાવેજો અને હિસાબ શીટથી સમગ્ર લાંચ સ્કીમ સ્પષ્ટ થઈ ગઈ છે.
CLU (ચેન્જ ઓફ લેન્ડ યુઝ) અરજી પદ્ધતિ દ્વારા સિસ્ટમેટિક રીતે લાંચ લેવાઈ રહી હતી. અરજીની ઝડપી મંજૂરી માટે “સ્પીડ મની” પદ્ધતિ અપનાવવામાં આવી હતી. જમીનની સ્ક્વેરમીટર પ્રમાણે લાંચની રકમ ફિક્સ કરવામાં આવી હતી, અને આ લાંચ પીએ જયરાજસિંહ ઝાલા તથા નાયબ મામલતદાર આ કામગીરીમાં સીધા જોડાયેલા હતા.
