National News/ સીમાંકન બિલ માટે NDA પાસે 45 સાંસદ ઓછા? સંજય રાઉતનો ₹150 કરોડની ઓફરનો દાવો

સંજય રાઉતે (Sanjay Raut)રવિવારે દાવો કર્યો હતો કે સરકાર સીમાંકન બિલ (Delimitation Bill)પસાર કરાવવા માટે જરૂરી સમર્થન એકત્ર કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે

Top Stories India
સંસદના આગામી શિયાળુ સત્રમાં સીમાંકન સાથે જોડાયેલું બંધારણીય સુધારા બિલ (Delimitation Bill)રજૂ થવાની ચર્ચાએ રાજકીય ગરમાવો વધાર્યો છે

National News : સંસદના આગામી શિયાળુ સત્રમાં સીમાંકન સાથે જોડાયેલું બંધારણીય સુધારા બિલ (Delimitation Bill)રજૂ થવાની ચર્ચાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)દાવો કર્યો છે કે બિલ પસાર કરાવવા માટે NDA પાસે 40થી 45 સાંસદોનું (NDA MPs)સંખ્યાબળ ઓછું છે. એટલું જ નહીં, તેમણે સાંસદોને પક્ષના વ્હિપ વિરુદ્ધ મતદાન કરવા માટે ₹150 કરોડ સુધીની ઓફર (150 Crore Offer)કરવામાં આવતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જોકે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાટે આ દાવાઓને ફગાવી દીધા છે.

સાંસદોને ₹150 કરોડની ઓફરનો આરોપ

સંજય રાઉતે (Sanjay Raut)રવિવારે દાવો કર્યો હતો કે સરકાર સીમાંકન બિલ (Delimitation Bill)પસાર કરાવવા માટે જરૂરી સમર્થન એકત્ર કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, નાના પક્ષોમાં ભાગલા પાડવા અને સાંસદોને પ્રભાવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

રાઉતે એવો પણ આરોપ લગાવ્યો કે સાંસદોને પક્ષના વ્હિપનો ભંગ કરીને બિલના સમર્થનમાં મતદાન કરવા માટે ₹150 કરોડની ઓફર (150 Crore Offer)કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે આ સમગ્ર પ્રક્રિયા માટે મહારાષ્ટ્ર સરકારના એક મોટા મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે અને નાણાં મહારાષ્ટ્રમાંથી જ પૂરા પાડવામાં આવશે. જોકે, તેમણે આ આરોપોમાં કોઈ ચોક્કસ મંત્રી કે વ્યક્તિનું નામ જાહેર કર્યું નથી.

સંજય શિરસાટે રાઉતના દાવાને ફગાવ્યો

રાઉતના આરોપો સામે મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાટે વળતો જવાબ આપ્યો છે. તેમણે આ દાવાઓને ખોટા ગણાવતાં રાઉતને પડકાર આપ્યો કે જો સાંસદોને ₹150 કરોડની ઓફર કરવામાં આવી રહી હોય, તો ઓફર કરનાર વ્યક્તિનું નામ જાહેર કરવું જોઈએ.આ નિવેદન બાદ સીમાંકન બિલને (Delimitation Bill)લઈને મહારાષ્ટ્ર સહિત દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા વધુ તેજ બની છે.

સીમાંકન બિલ માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી

ચર્ચા મુજબ, સરકાર સીમાંકન સાથે જોડાયેલું બંધારણીય સુધારા બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ દરખાસ્તમાં લોકસભાની બેઠકોની સંખ્યા હાલની 543થી વધારી મહત્તમ 850 સુધી કરવાની જોગવાઈ હોવાની ચર્ચા છે. આ ઉપરાંત 2029ની લોકસભા ચૂંટણી પહેલાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો કરવાનો હેતુ પણ જોડાયેલો છે.

બંધારણીય સુધારા બિલ પસાર કરવા લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી છે. 543 બેઠકોના આધારે 361 મતની જરૂર પડે છે. જોકે, હાલમાં ત્રણ બેઠકો ખાલી હોવાથી લોકસભામાં 540 સભ્યો છે. અહેવાલો અનુસાર, NDA પાસે આશરે 320 સાંસદો (NDA MPs)છે, જેના કારણે બિલ પસાર કરાવવા માટે અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે.

હાલ શિયાળુ સત્રની તારીખો સત્તાવાર રીતે જાહેર થઈ નથી. ત્રણ દિવસના વિશેષ સત્રની ચર્ચા પણ ચાલી રહી છે, પરંતુ સરકાર તરફથી હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી.


આ પણ વાંચો : આજથી સંસદનું ચોમાસુ સત્ર: સીમાંકન બિલ પર DMKના સમર્થનના સંકેત; પાંચ મહત્વના બિલ આવની પણ શક્યાતા

આ પણ વાંચો : સંસદ ખાસ સત્ર 2026માં મોદી સરકારના 3 મોટા બિલ,મહિલા અનામત, સીમાંકન અને લોકસભા સીટ વધારો પર ગરમ ચર્ચા

આ પણ વાંચો : આજે સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે