Ahmedabad News: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલા ગુનાખોરીના બનાવો અને કાયદો–વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને શહેર પોલીસએ મહત્વપૂર્ણ બેઠક યોજી. પોલીસ કમિશનર જી.એસ. મલિક (Ahmedabad CP)ની અધ્યક્ષતામાં યોજાઈ આવેલી આ ક્રાઈમ કોન્ફરન્સમાં શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ, ACP, PI અને વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા.
જાહેરમાં મારામારી, મર્ડર અને બળાત્કારની ઘટનાઓ વધતી: છતાં ‘ક્રાઈમ કાબૂમાં’ હોવાનો દાવો
અહેવાલો પ્રમાણે શહેરમાં જાહેરમાં મારામારીના અનેક બનાવો સામે આવ્યા છે. છેલ્લા દિવસોમાં સરસપુર, અમરાઈવાડી અને ચાંદખેડામાં જાહેરમાં તોડફોડ અને હુમલા, દર 3 દિવસે એક હત્યા અને દર 30 કલાકે બળાત્કારની એક ઘટના જાહેર આવા આંકડા વચ્ચે પણ પોલીસ કમિશનર મલિકે જણાવ્યું કે શહેરનો “ક્રાઈમ રેટ નિયંત્રણમાં” છે અને કેસોના ડિટેક્શન રેટમાં સુધારો થયો છે.
Ahmedabad CP: શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા પર પણ ચર્ચા
બેઠકમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા પર ખાસ ચર્ચા કરવામાં આવી. સુભાષ બ્રિજ બંધ,મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક સ્થળે ચાલુ રોડવર્ક, પીક કલાકે ભારે ટ્રાફિક જામ કમિશનરે લોકોને અપીલ કરી કે તેઓ શક્ય હોય તેટલા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે, જેથી ટ્રાફિક દબાણ ઓછું થાય.
450 ટ્રાફિક બ્રિગેડ જવાનોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને તેમને તૈનાત કરવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસ હાજરી સુનિશ્ચિત કરવા માટે ખાસ મોબાઈલ એપ પણ વિકસાવાઈ રહી છે.
બોર્ડ પરીક્ષાઓને લઈને સાયબર સિક્યોરિટી અને ધમકીભર્યા ઈ-મેઈલનો મુદ્દો
આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ભૂતકાળમાં મળેલા ધમકીભર્યા ઈ-મેઈલના અનુભવને ધ્યાનમાં રાખીને, શિક્ષણ વિભાગે SOP તૈયાર કરી કરી છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં સક્રિય, VPN વાપરી મોકલાયેલા મેલને કારણે પડકાર વધ્યો છતાં, પરીક્ષા નિરાંતે યોજાઈ શકે એવી તમામ વ્યવસ્થા ગોઠવાઈ. કમિશનરે કહ્યું કે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે માટે રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ વધારવામાં આવશે.
શહેરમાં 24,000થી વધુ CCTV – લોક ભાગીદારીથી સુરક્ષા મજબૂત
અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 24,000થી વધુ CCTV કેમેરા સ્થાપિત થયા છે. તેમાંમાંથી 3,000 ફીડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા અનેક ગુનાઓના નિવારણ અને ડિટેક્શનમાં મદદ CCTV પ્રોજેક્ટમાં નાગરિકોની ભાગીદારી આ CCTV લગાવવામાં આવ્યા છે, જેમાં 3000 CCTVના ફીડ કંટ્રોલરૂમમાં મળે છે, જેથી ઘણા બધા ગુનાઓના ડિટેકશન થયા છે.
આ પણ વાંચો:CP જી.એસ. મલિકે અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક, ગોમતીપુરની મુલાકાત લીધી
આ પણ વાંચો: દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન AMC-પોલીસ પર પથ્થરમારો
આ પણ વાંચો:ઈસનપુર તળાવ દબાણ મામલે CP એ કર્યુ નિરીક્ષણ
