Bopal News: ભોપાલ (Bhopal) માં ફિલ્મ ધ કેરલ સ્ટોરી જેવી જ ઘટના સામે આવી છે. અહીં કેટલીક મુસ્લિમ મહિલાઓએ હિન્દુ મહિલાઓને મિત્રતા અને રોજગારના લાલચમાં ફસાવી, પછી તેમને વેશ્યાવૃત્તિ માટે ધકેલી અને ધર્માંતરણ માટે દબાણ કર્યું.
આરોપી મહિલાઓ એક ગેંગ સાથે મળી, રોજગાર અને મદદના નામ પર જરૂરિયાતમંદ મહિલાઓ સાથે મિત્રતા બનાવી, તેમને ટેકો આપ્યો અને તેમનો વિશ્વાસ જીત્યો. ત્યારબાદ, તેઓએ પીડિતોને પોતાના ભાઈ અને બોયફ્રેન્ડ પાસે વેશ્યાવૃત્તિ માટે ધકેલી, અને પછી ધર્માંતરણ માટે દબાણ કર્યું.
ભોપાલ (Bhopal) માં નોકરી આપવાની લાલચ આપીને ભાઈઓ અને પ્રેમી સાથે રેપ કરાવ્યું
મળતી માહિતી મુજબ બે પીડિતોની ફરિયાદના આધારે બાગસેવાનિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઐશબાગ વિસ્તારની રહેવાસી અમરીન ખાન ઉર્ફે માહિરા નામની મહિલા આ ગેંગની મુખ્ય સૂત્રધાર છે. તે હાલમાં સાગર રોયલ વિલામાં ભાડાના મકાનમાં રહે છે અને આશિમા મોલમાં કાર્યરત સ્પા સેન્ટર સાથે સંકળાયેલી છે.
પીડિતાઓના જણાવ્યાં અનુસાર પહેલી પીડિતા 30 વર્ષની છૂટાછેડા લીધેલી મહિલા છે અને બે બાળકોની માતા છે. તે કેટરિંગમાં કામ કરતી હતી અને 2024 માં, તે આશિમા મોલમાં અમરીનના સંપર્કમાં આવી હતી.
ત્યારબાદ અમરીનએ તેને દસ હજાર રૂપિયામાં તેના ઘરે બેબીસીટર તરીકે નોકરી આપવાની ઓફર કરી હતી. પીડિતાએ તે સ્વીકારી લીધી અને થોડા દિવસો પછી, તે અમરીન સાથે તેના ઘરે રહેવા લાગી.

આ સમય દરમિયાન, અમરીનના પ્રેમી ચંદને તક શોધીને ચામાં નશીલા પદાર્થ ભેળવીને પીડિતા પર બળાત્કાર ગુજાર્યો. અમરીનનો પ્રેમી ચંદન પણ એક હિન્દુ છે, પણ તેણે ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો છે.
અમરીન પછી પીડિતાને તેના મિત્ર ચાનુ સાથે જહાંગીરાબાદ લઈ ગઈ અને બાદમાં અમદાવાદ પહોંચાડીને તેના ભાઈ યાસીરને સોંપી દીધી. અમરીન અને ચંદન પીડિતાને નમાઝ કરવામાં, બુરખો પહેરવામાં અને મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવા દબાણ કર્યું. ફેબ્રુઆરી 2025 માં, પીડિત કોઈક રીતે તેના ચુંગાલમાંથી છટકી ગઇ.
તેમજ છત્તીસગઢના એક બ્યુટિશિયન (Beautician) દ્વારા પણ આવી જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેણીએ જણાવ્યું હતું કે તેણી અમરીનની ભાભી સંજના સાથે એક મિત્રની જન્મદિવસની પાર્ટીમાં મળી હતી. તેણી સંજનાની મુસ્લિમ ઓળખથી અજાણ હતી. સારી નોકરીના વચનની લાલચ આપીને સંજનાએ તેણીને આશિમા મોલમાં અમરીન સાથે પરિચય કરાવ્યો.
આ દ્વારા, તેણી અમરીનના બોયફ્રેન્ડ ચંદનના સંપર્કમાં આવી. ત્યાં, ચંદને પહેલા તેણીને જાતીય સંભોગ માટે દબાણ કર્યું, અને પછી અમરીનના ભાઈ બિલાલ અને અમદાવાદમાં યાસીરે તેણીનું શારીરિક શોષણ કર્યું.
જ્યારે પીડિતાએ તેની મિત્ર સંજનાને ફરિયાદ કરી, ત્યારે તેને ખબર પડી કે તે પોતે અમરીનના ભાઈ હૈદર સાથે લગ્ન કરીને જન્નત બની ગઈ છે. સંજનાએ તેને એમ પણ કહ્યું કે કંઈ વાંધો નથી; તે પણ હિન્દુમાંથી મુસ્લિમ બની ગઈ છે. અમરીન અને ચંદને પીડિતાને ખૂબ ત્રાસ આપતા અને પાર્ટીઓમાં તેને નાના કપડાં પહેરાવીને લઇ જતા હતા.
મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવા દબાણ
પીડિતાએ જણાવ્યુ કે, અમરીન તેના પર મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવા દબાણ કરતી હતી, અને બંનેએ તેને કુરાન વાંચવાનોનું કહેતા હતા, તેમણે પીડિતાને કહ્યું કે તેમના સમુદાયના છોકરાઓ સારા લોકો છે; તેઓ છોકરીઓને મારતા નથી કે દારૂ પીતા નથી. તેણીએ કહ્યું, “તારે અમારો ધર્મ અપનાવવો જોઈએ અને અમારા સમુદાયના છોકરા સાથે લગ્ન કરવા જોઈએ.”
છ સામે કેસ, ત્રણની ધરપકડ
હાલ બાગસેવાનિયા પોલીસે અમરીન ખાન ઉર્ફે માહિરા, તેના પ્રેમી ચંદન યાદવ (હવે મુસ્લિમ), ભાઈઓ બિલાલ અને યાસીર, તેની પત્ની આફરીન અને તેના મિત્ર ચાનુ સામે કેસ નોંધ્યો છે. અત્યાર સુધીમાં, અમરીન ઉર્ફે માહિરા, આફરીન અને ચંદનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે તેમને કોર્ટમાં રજૂ કર્યા અને રિમાન્ડ પર લીધા.
આ પણ વાંચો: દીકરાનો ખૂની ખેલ: પિતાના ટુકડા કરી બ્લુ ડ્રમમાં ભર્યા
આ પણ વાંચો:સમલૈંગિક પુત્રએ જીવનસાથી સાથે મળીને પિતાની કરી હત્યા
