Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ ઉમંગના ઉત્સવ હોળી-ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે. આ ઉત્સવ જન-જનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસના રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ તેમણે વ્યક્ત કરી છે.
હોલિકા દહનની સાથે આસુરી શક્તિઓ, અનિષ્ટો, સામાજિક કુરિવાજો અને બદીઓનું પણ સમાજમાંથી દહન થાય તથા સમરસતા, સૌહાર્દ અને સદભાવ સાથે સુખ સમૃદ્ધિના રંગો ચોમેર પ્રસરે તેવી મંગલકામના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીએ રંગોનું આ પર્વ સામાજિક સમરસતાને ઉજાગર કરતું પર્વ પણ બની રહે તેવી અપેક્ષા વ્યકત કરી છે.
આ પણ વાંચો:ઘર કે ઓફિસમાં CCTV કેવી રીતે રાખશો સુરક્ષિત? હર્ષ સંઘવીએ આપી જરૂરી ટીપ્સ
આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા
આ પણ વાંચો:રાજકોટ હોસ્પિટલના CCTV ફૂટેજ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી