Kutch News/ ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા

પોલીસે 24 કલાકમાં આરોપીને પકડી પાડી સફળતા મેળવતા ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. 

Top Stories Gujarat Breaking News

Kutch News: ગાંધીધામ (Gandhidham) કચ્છ પોલીસ (Kutch Police) ટીમને તેમના અસાધારણ કાર્ય માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi)એ અભિનંદન પાઠવ્યા છે. ગાંધીધામ પોલીસે 24 કલાકમાં મંદિરમાં ચોરી શોધી કાઢી  મંદિર ટ્રસ્ટને ચોરાયેલી વસ્તુઓ સોંપવાનો કોર્ટનો આદેશ મેળવી સફળતા મેળવી છે.

કચ્છના ગાંધીધામમાં ચામુંડા માતા અને મોમાઈ માતા મંદિરમાં 24 કલાકમાં 6 મંદિરમાં થયેલી ચોરીના કેસ ઉકેલ્યા છે. પોલીસે 24 કલાકમાં આરોપીને પકડી પાડી સફળતા મેળવતા ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

ત્રણ મહિના અગાઉ પૂર્વ કચ્છ પોલીસે રાજસ્થાનના જંગલોમાં જીવ જોખમમાં મૂકીને ચિત્તોડગઢના કાનમેર અને રાપરમાં 18 મંદિરોમાં ચોરી અને લૂંટ ચલાવનાર ગરાસિયા ગેંગના 5 સાથીદારોની રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને 3.64 લાખ રૂપિયાનો ચોરાયેલો માલ જપ્ત કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું હતું કે મંદિર લૂંટારાઓની આ ટોળકીએ રાજ્યના કુલ 34 મંદિરોમાં ચોરીઓ કરી છે, જેમાં કચ્છના નખત્રાણામાં પણ ચોરી થવા પામી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર

આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી

આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી