Gujarat News/ છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના 17,932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.37 કરોડની સહાય અપાઇ

છેલ્લાં બે વર્ષમાં અંજાર તાલુકામાં1,669 અરજીઓ, અબડાસામાં 1,893, ગાંધીધામમાં 59, નખત્રાણામાં1,668, ભચાઉમાં 2,866, ભુજમાં 2,203, ભુજ શહેરમાં 57, મુન્દ્રામાં 1,019, માંડવીમાં 1,688, રાપરમાં 4,129 અને લખપત તાલુકામાં 680 અરજીઓ મંજુર કરવામાં આવી છે.

Top Stories Gujarat

Gujarat News: વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્રારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને કૃષિ સાધનોની ખરીદી માટે રાજ્ય સરકાર દ્રારા સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લાના 17,932 ખેડૂતોને સાધન સહાય આપવાની યોજના હેઠળ રૂ.37 કરોડની સહાય આપવામાં આવી છે. કૃષિ મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યુ હતું કે, છેલ્લાં બે વર્ષમાં અંજાર તાલુકામાં1,669 અરજીઓ, અબડાસામાં 1,893, ગાંધીધામમાં 59, નખત્રાણામાં1,668, ભચાઉમાં 2,866, ભુજમાં 2,203, ભુજ શહેરમાં 57, મુન્દ્રામાં 1,019, માંડવીમાં 1,688, રાપરમાં 4,129 અને લખપત તાલુકામાં 680 અરજીઓ મંજુર કરવામાં આવી છે.

આમ કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં કુલ 17,932 અરજીઓ મંજુર કરવામાં આવી છે. મંજૂર થયેલી અરજીઓ સામે આ ખેડૂતોને કુલ રૂ. 37,81,39,703 જેટલી સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચુકવવામાં આવી છે. મંત્રીએ યોજનાનો હેતુ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને ખેતીમાં કૃષિ યાંત્રિકરણ અપનાવવાથી તેમને પડતી મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે. ખેતીમાં ખાતર, દવા અને બિયારણનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત કૃષિ યાંત્રિકરણ થકી 10 થી 15 ટકા ખેત ઉત્પાદનમાં વધારો,15 થી 20 ટકા બિયારણ અને ખાતરની બચત તથા 20 થી 30 ટકા સમય અને મજૂરીની પણ બચત થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં 36 કલાક બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો

આ પણ વાંચો:કચ્છમાં રખડતાં ઢોરનો આતંક, વૃદ્ધને 5 ફૂટ સુધી ઉછાળ્યાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ગાંધીધામ કચ્છ પોલીસને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા