Kutch News: કચ્છ(Kutch)માં રખડતા પ્રાણીઓનો ત્રાસ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ત્યારે ભુજમાં બીજી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક આખલાએ એક વૃદ્ધ વ્યક્તિને તેના શિંગડાથી પકડીને લગભગ 5 ફૂટ સુધી ઉછાળતાં વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ (Bhuj) નજીક પટેલ ચોવીસીના માધાપર ગામમાં એક વૃદ્ધ પર રખડતા આખલાએ હુમલો કર્યો હતો. સરસ્વતી સ્કૂલ નજીકના રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 66 વર્ષીય સામજી પ્રેમજી હિરાણી ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે રામજી હિરાણી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે સામેથી અચાનક આવેલા એક આખલાને લાકડી લઈને ભગાડવાનો પ્રયાસ કર્યો. જોકે, આક્રમક આખલાએ તેના પર હુમલો કર્યો, તેને શિંગડાથી પકડી લીધો અને હવામાં ઉછાળ્યા હતા.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પીઠમાં ગંભીર ઈજાઓ થયા બાદ, વૃદ્ધ વ્યક્તિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ માધાપર નવા વાસણાના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. કચ્છ પ્રદેશમાં, રખડતા ઢોરના કારણે નાગરિકો વારંવાર ઘાયલ થઈ રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં તો જીવ પણ ગુમાવી રહ્યા છે. સ્થાનિક લોકોએ માગ કરી છે કે અધિકારીઓ રખડતા ઢોરને પકડવાની કામગીરી ઝડપી બનાવે.
આ પણ વાંચો:બારડોલીમાં વધુ એક વખત રખડતાં ઢોરનો આતંક, 1નું મોત
આ પણ વાંચો:રખડતાં ઢોર નિંયંત્રણનો કાયદો સરકારે પાછો ખેંચતા પશુપાલકોમાં ખુશી
આ પણ વાંચો:બારડોલીમાં વધુ એક વખત રખડતાં ઢોરનો આતંક, 1નું મોત