Surat News: સુરતના બારડોલીમાં ફરી એક વખત રખડતાં ઢોરનો આતંક જોવા મળ્યો છે. નવદુર્ગા સોસાયટીમાં પગપાળા જતાં 2 લોકોને ઢોરે અડફેટે લેતાં 52 વર્ષીય રાજુ ઉર્ફે ફાસ્ટર રાઠોડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. મૃતકના પિતા જેનિષ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જીલ્લાના બારડોલીમાં ફરી એકવાર રખડતા ઢોરોના આતંકના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. કુંભારવાડામાં 52 વર્ષીય રાજુ ઉર્ફે ફાસ્ટર રાઠોડનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. સાથે મૃતકના પિતા જેનિષ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતાં સત્યાગ્રહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે.
મૃતદેહનો કબ્જો લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રખડતાં ઢોરોને લઈ વહીવટીતંત્ર નિષ્ક્રિય દેખાઈ રહ્યું છે. પાલિકા તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી હોય તેવું જોવા મળ્યું નથી. ત્યારે એક નિર્દોષ નાગરિકનો ભોગ લેવાતાં પરિવારમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો:સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરનો લાંચિયો પીએસઆઈ ઝડપાયો
આ પણ વાંચો:કોંગ્રેસના આરોપનામાં સામે નિલેશ કુંભાણીનું બચાવનામું, જુઓ વીડિયો
આ પણ વાંચો:વડોદરામાં સરકારી સ્કૂલો સજ્જ થશે સાયન્સ, ટેકનોલોજી, એન્જિ. ગણિતની લેબથી